Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

કમલા હેરિસે ૨૦૨૦માં ટ્રમ્પને પડકાર આપવા રજૂ કરી ઉમેદવારી

ભારતીય મૂળની પ્રથમ અમેરિકન સેનેટર કમલા હેરિસે વર્ષ ૨૦૨૦માં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પડકાર આપવા ચૂંટણી લડવાની સત્તાવાર જાહેરાત કરી છે.
હેરિસે કહ્યું કે, આ સમયે પોતાની ઉમેદવારીની જાહેરાત કરીને હું ગર્વ અનુભવુ છું. જ્યારે અમેરિકાના લોકો માર્ટિન લૂથર કિંગ જુનિયરને યાદ કરી રહ્યાં છે, જેમણે મહાત્મા ગાંધી પાસેથી પ્રેરણા લીધી હતી.પાર્ટીનો એક ઉભરતો સિતારો અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુખ્ય આલોચક ૫૪ વર્ષની હેરિસ ૨૦૨૦ની ચૂંટણીમાં પાર્ટી તરફથી મેદાનમાં ઉતરવાની ઘોષણા કરનારી ચોથી ડેમોક્રેટ બની ગઈ છે.હેરિસે વીડિયો સંદેશની સાથે સાથે ટિ્‌વટ કર્યું કે, હું રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડીશ. તેમની પ્રચાર ઝૂંબેશનો મુળ મંત્ર છે, કમલા હેરિસંઃ ફોર ધ પીપલ (લોકો માટે). જો કમલા હેરિસ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીતી જશે તો તે અમેરિકાની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ હોવાની સાથે સાથે પ્રથમ અશ્વેત મહિલા રાષ્ટ્રપતિ પણ હશે.ભારતીય મૂળની સેનેટર કમલા હેરિસની માતા તમિલનાડુમાં જન્મી હતી અને તેમના પિતા જમૈકાના આફ્રિકી-અમેરિકન છે. બંન્ને અમેરિકા અભ્યાસ અર્થે આવ્યાં હતાં અને ત્યાર બાદ અહીં જ સ્થાયી થયાં. તેમના માતા પિતાનો ત્યારબાદ તલાક થઈ ગયો. તેમની બહેન માયા હેરિસ વર્ષ ૨૦૧૬માં હિલેરી ક્લિન્ટનની પ્રચાર ઝૂંબેશનો ભાગ હતી.એવી સંભાવના છે કે, આ વખતે ડેમોક્રેટિક ઉમેદવારી મેળવવા ઘણા નેતાઓ મેદાનમાં ઉતરશે અને તેમાંથી જે જીતશે તે પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી કરશે.

Related posts

बिल गेट्स को पछाड़ कर एलबीएमएच के चेयरमैन बर्नार्ड आरनॉल्ट बने दुनिया के दूसरे सबसे अमीर शख्स

aapnugujarat

ટ્રમ્પે વ્હાઇટ હાઉસ છોડ્યા બાદ જેલમાં જવું પડશે…!?

editor

Elon Muskએ Twitterની વેલ્યૂ અડધાથી ઓછી કરી નાખી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1