Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

Elon Muskએ Twitterની વેલ્યૂ અડધાથી ઓછી કરી નાખી

પોતાના ધૂની સ્વભાવ માટે જાણીતા વિખ્યાત સાહસિક ઈલોન મસ્ક (Elon Musk)એ તાજેતરમાં જે નિર્ણયો લીધા તેનાથી Twitterની માઠી બેઠી છે. પાંચ મહિના અગાઉ ભારે જિદ્દ કરીને ઈલોન મસ્કે ટ્વિટરની ખરીદી કરી હતી અને હવે આ સોશિયલ મીડિયા કંપનીની વેલ્યૂ અડધા કરતા પણ ઓછી કરી નાખી છે. પાંચ મહિના અગાઉ મસ્કે ટ્વિટરને 44 અબજ ડોલરમાં ખરીદીને હાહાકાર મચાવી દીધો હતો. હવે તેઓ પોતે સ્વીકારે છે કે Twitterની હાલની વેલ્યૂ માત્ર 20 અબજ ડોલર છે. એટલે કે લગભગ 150 દિવસમાં જ કંપનીની વેલ્યૂ 50 ટકા કરતા પણ વધુ ઘટી ગઈ છે.
ઈલોન મસ્કે એક ઈન્ટરનલ ઈમેઈલ મોકલ્યો છે જેમાં ટ્વિટરની વેલ્યૂ કેટલી ઘટી ગઈ તેનો ચિતાર આપ્યો છે. તેનું કહેવું છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મે એવા ગંભીર નાણાકીય સંકટનો સામનો કર્યો છે કે એક તબક્કે તેઓ દેવાળું ફૂંકવાની તૈયારીમાં હતા.

સાન ફ્રાન્સિસ્કો સ્થિત Twitterની લેટેસ્ટ વેલ્યૂ 20 અબજ ડોલરની આસપાસ મૂકવામાં આવે છે. જ્યારે Snapchatની પેરન્ટ કંપની સ્નેપની વેલ્યૂ 18.2 અબજ ડોલર આંકવામાં આવે છે. સોશિયલ મીડિયા નેટવર્ક અને ક્રિયેટિવ વેબસાઈટ Pinterestનું મૂલ્ય 18.7 અબજ ડોલર છે. ટ્વિટરથી વિપરીત આ બંને કંપનીઓ લિસ્ટેડ છે. મસ્કે શનિવારે મોકલેલા એક મેસેજમાં જણાવ્યું હતું કે Twitter દર વર્ષે ત્રણ અબજ ડોલર ગુમાવે છે. છેલ્લા એક વર્ષમાં કંપનીની રેવન્યુમાં 1.5 અબજનો ઘટાડો થયો છે. આ ઉપરાંત કેટલુંક દેવું ચુકવવાનું બાકી છે. તેથી કંપની પાસે માત્ર 4 મહિના ચાલે એટલી મૂડી છે.

ટ્વિટરે બ્લૂ ટિક માટે એકાઉન્ટધારકો પાસેથી ચાર્જ લેવાનું શરૂ કરી દીધું છે જેનાથી તેની આવકમાં વધારો થશે. આ ઉપરાંત ઈલોન મસ્કે Twitter ખરીદી ત્યારે ઘણા એડવર્ટાઈઝર્સ નારાજ થયા હતા અને આ કંપની સાથે છેડો ફાડી નાખ્યો હતો. હવે ઘણા એડવર્ટાઈઝર્સ પરત આવી રહ્યા છે એવો મસ્કનો દાવો છે. ચાલુ વર્ષના બીજા ક્વાર્ટરમાં Twitter ફરીથી બ્રેકઈવન કરશે તેમ ઈલોન મસ્ક માને છે.

ઈલોન મસ્કે ટ્વિટરનો કબજો સંભાળ્યો ત્યારથી તેઓ ગ્રૂપમાં કર્મચારીઓની સંખ્યા સતત ઓછી કરતા જાય છે. મસ્કે કંપની ખરીદી ત્યારે તેમાં 7500 લોકોને સ્ટાફ હતો, હવે ટ્વિટરમાં 2000થી પણ ઓછો સ્ટાફ છે. ઇલોન મસ્ક હવે કંપનીની વેલ્યૂએશનને વધારીને 250 અબજ ડોલર સુધી લઈ જવાની વાત કરે છે. પરંતુ આ કામ કઈ રીતે થશે તે વિશે કોઈ યોજના જાહેર કરી નથી.

Related posts

TN’s Mamallapuram likely to host 2nd informal PM Modi-Xi Jinping meet in October

aapnugujarat

स्वीडन ने सुरक्षा के लिहाज़ से 5G के लिए हुवावेई पर प्रतिबंध लगा दिया

editor

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને સક્રિય રાખવા પાકિસ્તાનની કોશિશ !

aapnugujarat

Leave a Comment

UA-96247877-1