Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભાજપને હરાવવા માટે કરીના કપૂર ખાન ભોપાલથી લોકસભા ચૂંટણી લડે તેવી શક્યતા

મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં વિજય બાદ કોંગ્રેસ લોકસભા ચૂંટણીમાં પણ વિજયી થવા ઈચ્છે છે. આ માટે પાર્ટીએ અત્યારથી જ તેની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. આ માટે કોંગ્રેસના કેટલાક નેતાઓએ ભોપાલ લોકસભા બેઠક પર જીતવા માટેનો નુસખો શોધી કાઢ્યો છે.
તેમણે માંગણી કરી છે કે, ભોપાલ સંસદીય બેઠકમાંથી કોઈ નેતાને નહીં પરંતુ બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાનને ટિકિટ આપવામાં આવે તેવી શક્યતાઓ છે. કોંગ્રેસ નેતાઓનું કહેવું છે કે, ભોપાલ સંસદીય બેઠક પર કેટલાક વર્ષોથી ભાજપ જ રાજ કરી રહ્યું છે અને ભોપાલ ભાજપનો મજબૂત ગઢ બનતો જઈ રહ્યો છે. તેથી તેને તોડવા માટે કરીના કપૂર ખાન એકદમ યોગ્ય ઉમેદવાર રહેશે.
કોંગ્રેસ નેતા ગુડ્ડુ ચૌહાણ અને અનીસ ખાનનું માનવું છે કે, યુવાઓમાં કરીના કપૂરની સારી ફેન ફૉલોઈન્ગ છે અને કરીના કપૂર ખાન યુવાઓના વોટ મેળવી શકશે.અનીસનુ કહેવુ છે કે, કરીના પટૌડી ખાનદાનની પુત્રવધૂ છે તેથી કોંગ્રેસને પ્રાચીન ભોપાલમાં પણ તેનો ફાયદો મળશે. આ સિવાય મહિલા હોવાથી કરીના મહિલાઓના સારા એવા મત મેળવવામાં પણ સફળ થઈ શકે છે.ઉલ્લેખનીય છે કે, કરીનાના પતિ સૈફ અલી ખાનનો ભોપાલ સાથે ખાનદાની સંબંધ છે. પટૌડી પરિવાર વર્ષોથી ભોપાલમાં રહી રહ્યા છે અને સૈફ, કરીના, શર્મિલા ટેગોર અને સોહા અલી ખાન કેટલીય વાર ભોપાલ આવી ચૂક્યા છે. એવામાં કોંગ્રેસી પાર્ષદ પટૌડી પરિવારની લોકપ્રિયતાને લોકસભા ચૂંટણીમાં ઉતારવાની વાત કરી રહ્યા છે.

Related posts

ફેસબુક લેખિતમાં ગેરંટી આપે કે ચૂંટણીને અસર નહીં જ થાય : સૂચના અને પ્રસારણ વિભાગ દ્વારા આદેશ

aapnugujarat

26/11 की बरसी पर अमित शाह ने वीर सुरक्षाकर्मियों के किया सलाम

editor

आत्मनिर्भर भारत का सपना आप जैसे युवाओं के हाथ में ही संभव : रक्षा मंत्री

editor

Leave a Comment

UA-96247877-1