Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

દેશની જનતા ૧૦૦ દિવસમાં મોદી સરકારના ત્રાસમાંથી સ્વતંત્ર થઈ જશે : રાહુલ ગાંધી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ફરી એક વખત વાક્બાણ ચલાવ્યા છે. મોદીના ‘બચાવો, બચાવો, બચાવો’નો જવાબ આપતા રાહુલ ગાંધીએ ટ્‌વીટર પર લખ્યું કે, એવા લોકો મદદ માટે બૂમો પાડી રહ્યા છે કે જે તમારા ‘અત્યાચાર અને અક્ષમતાઓ’માંથી મુક્ત થવા માંગતા હોય.
ઉલ્લેખનીય છે કે, કોલકાતામાં ભાજપ વિરોધી પક્ષોની મહારેલી પર પ્રહાર કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, વિપક્ષી પાર્ટીઓ ‘બચાવો, બચાવો, બચાવો’ની બૂમો પાડી રહી છે.
રાહુલે ટ્‌વીટ કરીને લખ્યું કે, મહાશય, મદદ માટેની બૂમો લાખો બેરોજગાર યુવાનો, સંકટગ્રસ્ત ખેડૂતો, ઘણા બધા લાભોથી વંચિત રહેનાર દલિતો અને આદિવાસીઓ, હેરાન થયેલ લઘુમતીઓ, બરબાદ થઈ ગયેલા નાના વેપારીઓ તમારા અત્યાચાર, અસક્ષમતા અને નિષ્ફળતામાંથી મુક્ત થવા માટે ‘બચાવો, બચાવો, બચાવો’ની બૂમો પાડી રહ્યા છે.
મહારાષ્ટ્ર અને ગોવાના કાર્યકર્તાઓ સાથે વાતચીત કરતી વખતે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જે મંચ પરથી આ લોકો દેશ અને લોકતંત્રને બચાવવાની વાતો કરી રહ્યા છે તે જ મંચ પર એક નેતાએ બોફોર્સ કૌભાંડની યાદને તાજા કરી દીધી છે. આખરે હકીકત તો ક્યાં સુધી છુપાઈને રહેવાની હતી? પશ્ચિમ બંગાળમાં ભાજપના ફક્ત એક જ ધારાસભ્ય છે, પરંતુ તેઓ અમારાથી ખૂબ જ ડરેલા છે કારણકે અમે સત્યના માર્ગ પર ચાલીએ છે. તેથી તેમણે સમગ્ર દેશની પાર્ટીઓને એકત્ર કરીને ‘બચાવો, બચાવો, બચાવો’ની બૂમો પાડી રહ્યા છે.

Related posts

પેટ્રોલીયમ પ્રોડકટ પર ટેક્ષથી સરકારને ૪.૫૧ લાખ કરોડની કમાણી

editor

માસ્ટર કાર્ડ ભારતમાં ૭ હજાર કરોડનું રોકાણ કરશે

aapnugujarat

જાકીર નાયકને દેશનિકાલ કરવા મલેશિયાનો ઇન્કાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1