Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કુંભના કારણે ઉત્તરપ્રદેશને મળશે ૧.૨ લાખ કરોડની આવક

૧૫ જાન્યુઆરીનાં રોજ ચાલુ થયેલા અને ૪ માર્ચ સુધી ચાલનારા કુભ મેળા પાછળ મોટો ખર્ચ કરવામાં આવ્યો છે, જેનાં કારણે તે ખુબ ચર્ચામાં પણ છે. આ તરફ ઇન્ડસ્ટ્રીયલ બોડી કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટીરએ કહ્યું કે, આ આયોજનથી ઉત્તરપ્રદેશ માટે ૧.૨ લાખ કરોડ રૂપિયાની ટેક્સની આવક પેદા થશે. સીઆઇઆઇનાં રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, કુંભ એક આધ્યાત્મીક અને ધાર્મિક આયોજન છે, પરંતુ તેની સાથે જોડાયેલી આર્થિક ગતિવિધિઓનાં કારણે ૬ લાખ લોકોને રોજગાર પણ પ્રાપ્ત થશે. ઉત્તરપ્રદેશ સરકારનાં ૫૦ દિવસના કુભ મેળામાં ૪૨૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. જે ૨૦૧૩ના કુંભ મેળાની તુલનાએ ૩ ગણો વધારે ખર્ચ છે.સીઆઇઆઇનાં અભ્યાસ અનુસાર હોસ્પિટલિટી સેક્ટરમાં ૨.૫ લાખ લોકોને રોજગાર મળશે. તો એરલાઇન્સ અને એરપોર્ટ પર આશરે ૧.૫ લાખ લોકો માટે તક પેદા થશે. તે ઉપરાંત ટૂર ઓપરેટર્સ ૪૫ હજાર લોકોને કામ પર રાખશે. ઇકો ટૂરીઝમ અને મેડિકલ ટુરીઝમમાં ૮૫ હજાર નોકરીઓનું સર્જન થશે. ટુર ગાઇડ્‌સ, ટેક્સી ડ્રાઇવર્સ, અસંગઠીત ક્ષેત્રમાં ૫૦ હજારથી વધારે નોકરીઓ પેદા થશે. આ ઉપરાંત સરકારી એજન્સીઓ અને વેપારીઓની કમાણમાં પણ વધારો થશે.મોટી સંખ્યામાં વિદેશી નાગરિકો ઓસ્ટ્રેલિયન, યુકે, કેનેડા, મલેશિયા, સિંગાપુર, સાઉથ આફ્રીકા, ન્યૂઝીલેન્ડ, ઝીમ્બાવ્બે અને શ્રીલંકા જેવા દેશોથી આવી રહ્યા છે. કુંભ એક વૈશ્વિક છે. મેળાનાં કારણે ઉત્તરપ્રદેશને ૧.૨ લાખ કરોડ રૂપિયાના ટેક્સની પણ આશા છે. આ ઉપરાંત પાડોશી રાજ્યો જેવા રાજસ્થાન, ઉતરાખંડ, પંજાબ અને હિમાચલ પ્રદેશના ટેક્સની આવકમાં પણ વધારો થવાની શક્યતા છે, કારણ કે મોટા પ્રમાણમાં દેશ અને વિદેશથી આવનારા પર્યટકો આ રાજ્યોમાં પણ ફરવા જઇ રહ્યા છે. રાજ્યના નાણામંત્રી રાજેશ અગ્રવાલે કહ્યું કે, ઉત્તરપ્રદેશ સરકારે અલ્હાબાદમાં કુંભ માટે ૪૨૦૦ કરોડ રૂપિયાની રકમ આપી છે અને તે અત્યાર સુધી સૌથી મોંઘા તીર્થ આયોજન બની ગયા છે. ગત સરકારે ૨૦૧૩માં મહાકુંભ મેળા પર આશરે ૧૩૦૦ કરોડ રૂપિયાનો રકમ ખર્ચ કર્યો હતો. કુંભ મેળાનું પરિસર પણ આ વખતે ગત્ત વખતની તુલનાએ બમણા વધારા સાથે ૩૨૦૦ હેક્ટર છે. ૨૦૧૩માં તેનો ફેલાવો ૧૬૦૦ હેક્ટર સુધીનું હતું.

Related posts

बिहार में फिर 6 सितंबर तक बढ़ा लॉकडाउन

editor

શિક્ષણ અને સામાજિક જાગૃતતાને લીધે વસતીમાં ઘટાડો થઈ શકે : જયશંકર

aapnugujarat

सत्यपाल मलिक के विवादित बयान पर भड़की नेशनल कॉन्फ्रेंस, कहा : टिप्पणी असंवैधानिक

aapnugujarat

Leave a Comment

UA-96247877-1