Aapnu Gujarat
રાષ્ટ્રીય

ડૉક્ટરે ડિલિવરી દરમ્યાન બાળકને જોરથી ખેચ્યું તો માથુ ધડથી અલગ થતાં મોત

રાજસ્થાનના રામગઢથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં રામગઢ સરકારી હોસ્પિટલમાં પ્રસવ દરમ્યાન ડૉકટર્સે બાળકના પગ એટલા જોરથી ખેંચ્યા કે તેનું માથું ધડથી અલગ થઇ ગયું અને માથું અંદર જ રહી ગયું. આ વાતને છુપાવા માટે રામગઢના ડૉકટર્સે બાળકને જેસલમેર રેફર કરી દીધું. અહીં જ્યારે ડૉકટર્સે તપાસ કરી તો ખબર પડી કે મહિલાની ડિલીવરી તો થઇ ચૂકી છે.
મહિલાના પરિવારવાળાઓને જેસલમેરની જવાહર હોસ્પિટલના ડૉ.રવિન્દ્ર સાંખલા એ કહ્યું કે મહિલાની ડિલીવરી થઇ ગઇ છે, પરંતુ ગર્ભનાળ અંદર રહી ગઇ છે. કેસ ક્રિટિકલ છે આથી અમે મહિલાને જોધપુર ઉમેદ હોસ્પિટલ માટે રેફર કરીએ છે. પછી મહિલાને તેમના પરિવારવાળા જોધપુરની ઉમેદ હોસ્પિટલ લઇ ગયા. અહીં જ્યારે ડૉકટર્સે પ્રસવનો પ્રયાસ કર્યો તો તેઓ દંગ રહી ગયા. પ્રસવ દરમ્યાન બાળકનું માથું જ બહાર નીકળ્યું. તેમણે મહિલાના પરિવારવાળાને માત્ર માથું નીકળ્યાની માહિતી આપી.
પ્રસવ દરમ્યાન બાળકનું માથું ધડથી અલગ થયાના સમાચાર મળતા જ નારાજ પરિવારજનો માથું લઇ રામગઢ પોલીસ સ્ટેશન પહોંચ્યા. અહીં તેમણે ડૉકટર્સની વિરૂદ્ધ બેદરકારીના વર્તનનો આરોપ મૂકી કેસ દાખલ કરાવ્યો.
રામગઢ હોસ્પિટલના ડૉકટર પ્રસવ દરમ્યાન માથું ધડથી અલગ હોવાની વાત પોલીસથી છુપાવતા રહ્યા. પરંતુ પોલીસે જ્યારે કડકાઇથી પૂછપરચ્છ કરી તો તેમણે બાળકનું માથું ધડથી અલગ થયાની વાત માની લીધી. બાળકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ કરાવી રહ્યા છે. મહિલાની સ્થિતિ હાલ નાજુક છે અને તેને જોધપુરની ઉમેદ હોસ્પિટલમાં દાખલ કરાઈ છે.

Related posts

પૂંચમાં અંકુશરેખા પર ફરી પાક.નો ભીષણ ગોળીબાર

aapnugujarat

चीन राष्ट्रपति रामनाथ कोविंद, पीएम मोदी समेत देश की बड़ी हस्तियों की कर रहा जासूसी

editor

ममता सरकार ने विधानसभा में नए कृषि कानूनों के खिलाफ रखा प्रस्ताव

editor

Leave a Comment

UA-96247877-1