Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મહિલાએ પ્રેમનો ઇન્કાર કરતા યુવકે પ્રાઇવેટ પાર્ટમાં ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી

મધ્યપ્રદેશના ઈન્દોરમાં એક યુવકે ૨૫ વર્ષની પરિણીતાના ઘરમાં ઘુસીને ચાકુના ઘા મારીને તેની હત્યા કરી દીધી. તે ઘણા દિવસોથી તેની પાછળ પડ્યો હતો. જ્યારે મહિલાનો પતિ બહાર ગયો તો પહેલા તક જોઈને મહિલા સામે પ્રેમનો એકરાર કર્યો અને તેની પાસેથી પણ જબરદસ્તીથી એકરાર કરાવવાનો પ્રયત્ન કર્યો. મહિલા ન માનતા તેની હત્યા કરી દીધી.
પોલીસે જણાવ્યા અનુસાર, સ્કીમ નંબર ૭૮માં ભાડે રહેવા વાળી કાજલ શાક્ય પર ૨૬ વર્ષના નિખિલ સોલંકીએ ચાકુથી પગ, હાથ, પેટ અને પ્રાઈવેટ પાર્ટ પર ધણા વાર કર્યા. પડોશી અને તેની સાસુએ મળીને તેને બોમ્બે હોસ્પિટલ પહોચાડી. જ્યા ઈલાજ સમયે જ તેનું મોત થઈ ગયું હતું. મહિલાનો પતિ શુભમ શાક્ય એક લગ્ન પ્રસંગમાં રાજસ્થાન ગયો હતો.
પોલીસે જણાવ્યું કે કાજલે મોત પહેલાના પોતાના નિવેદનમાં જણાવ્યું કે નિખિલ તેને ઘણા દિવસોથી પરેશાન કરી રહ્યો હતો. બુધવારે સાંજે ૭.૩૦એ તે પાણી ભરી રહી હતી. ત્યારે જ તે ચાકુ લઈને ઘરમાં ઘુસી ગયો અને કહેવા લાગ્યો કે, તુ મુજસે પ્યાર ક્યો નહીં કરતી? આમ કહીને પહેલા તેણે વિવાદ કર્યો. પછી ચાકુ નિકાળીને ઘણા વાર કર્યા.
એક મહિલાએ પોલીસને જણાવ્યું કે આરોપીએ પહેલા કાજલ સાથે બહેસ કરી. પછી ગળુ પકડીને જમીન પર પછાડી દીધી અને પેટ પર ચાકુથી હુમલો કર્યો. તેણે મહિલા પર નિર્દયતા પૂર્વક હુમલો કર્યો અને તેના પ્રાઈવેટ પર્ટને પણ ખૂબ ખરાબ રીતે ઘાયલ કરી દીધો. તે મદદ માટે બુમો પાડતી રહી પરંતુ કોઈ તેની મદદ માટે આગળ ન આવ્યું.

Related posts

શોપિયામાં સેનાએ ૩ આતંકીઓને કર્યા ઠાર

aapnugujarat

भाजपा की नैतिक हार : आनंद शर्मा

aapnugujarat

મોદી ‘નીચ’ છે તે નિવેદન પર હું મક્કમ છું : મણિશંકર અય્યર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1