Aapnu Gujarat
ગુજરાત

નોકરીમાં અનામત વચ્ચે નોકરી ગઈ છે તેવા દેશના ટોપ શહેરોમાં ગુજરાતના ૩ શહેરોનો સમાવેશ

છેલ્લા કેટલાક દિવસથી દેશમાં અનામતની ગુંજ છે. આખા દેશમાં જુદા જુદા સમુદાયોમાંથી જ્ઞાતિ આધારિત અનામતની માગ ઉઠી છે. પરંતુ અનામતની આ ગુંજ વચ્ચે નોકરીઓ ક્યાં છે? નોકરી આપવાનું તો દૂર પણ છેલ્લા એક વર્ષમાં એક કરોડથી વધુ નોકરીઓ છીનવાઇ ગઇ છે. નોકરીઓ વિહોણી અનામતને શું કરવાની તેનો જવાબ સંસદ પાસે પણ નથી.જૂના આંકડાઓને યાદ ન કરીએ તો પણ ભારતમાં છેલ્લા એક વર્ષમાં ૧.૧૦ કરોડની નોકરીઓ છીનવાઇ હોવાનો અહેવાલથી સરકાર ચોંકી ઉઠી છે. જે ગુજરાત મોડલની આખા વિશ્વમાં દુહાઇ દેવાય છે ત્યાં જેમની નોકરીઓ ગઇ છે. તેવા ગુજરાતમાં સુરત સૌથી આગળ છે. બીજાક્રમે અમદાવાદ અને રાજકોટ ત્રીજા ક્રમે આવે છે. કેન્દ્ર સરકાર જેનો રિપોર્ટ સત્યની નજીક ગણે છે તેવા મહત્વના સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી એટલે કે સીએમઆઇઇના એક રિપોર્ટમાં નોકરી ગુમાવી હોવાના આંકડા પ્રકાશિત થયા છે.આ રિપોર્ટ કહે છે કે ૨૦૧૮માં હાઇએસ્ટ અન એમ્પ્લોયમેન્ટ રેટ સપ્ટેમ્બર ૨૦૧૬ પછી જોવા મળી રહ્યો છે. સેન્ટર ફોર મોનિટરીંગ ઇન્ડિયન ઇકોનોમિના લેટેસ્ટ રિપોર્ટમાં સુરતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે ડાયમન્ડ તેમજ ટેક્સટાઇલ સેક્ટરમાં નવી જોબ તો ઉભી થઇ નથી, પરંતુ જે લોકો કામ કરતાં હતા તે લોકોએ ઉત્પાદન ઘટતાં નોકરીઓ ગુમાવી છે.હીરા કટીંગ અને હીરા પોલિશિંગનું હબ ગણાતા સુરતમાં હીરા બજાર ઉપરાંત ટેક્સટાઇલ સેક્ટરમાં લાખો લોકોએ નોકરીઓ ગુમાવી છે. ભારત સરકારના વિવિધ વેરા, નોટબંધી અને જીએસટીના કારણે જે માર પડ્યો છે તેમાં સુરત ઝપટમાં આવી ગયું છે.
બીજી તરફ રેરાના કારણે રિયલ એસ્ટેટમાં મંદી પ્રવર્તી રહી છે.કૃષિ અને ઉદ્યોગમાં ઉત્પાદનના કારણે વિવિધ કારણોસર ગુજરાતના વિકાસ દરને માઠી અસર પહોંચી છે. સંખ્યાબંધ લોકોએ તેમની નોકરી ગુમાવી છે. પોલિશ્ડ હીરાના ભાવમાં ઘટાડાના કારણે દિવાળી બાદ હજુ સુધી ૧૦ ટકા જેટલા યુનિટો ચાલુ જ નથી થયા અને બજારમાં એકંદરે સાવચેતીનો માહોલ છે. મોટાભાગના યુનિટો હાલમાં ૭૦ ટકા ક્ષમતા પર કાર્યરત છે અને અનેક કારખાનામાં રત્ન કલાકારોના પગારમાં પણ ઘટાડો કરવામાં આવ્યો હોવાના અહેવાલ છે.
તો જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ગુજરાત રિજનના ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે બેન્કિંગ ફાઇનાન્સ મેળવનારા તમામ વેપારીઓએ ૨૦ ટકા ભંડોળ બેન્કમાં જમા કરાવવું પડ્યું. ત્યારબાદ બજારમાં લિક્વિડિટીની સમસ્યા જોવા મળી રહી છે. દિવાળીના વેકેશન બાદ રફ હીરાના ભાવમાં બહુ મોટો ફરક જોવા નથી મળ્યો. પરંતુ પોલિશ્ડ હીરાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે તેના કારણે સમસ્યા છે.સુરતના હીરા ઉદ્યોગમાં લગભગ ૫,૦૦૦થી વધારે યુનિટ ધમધમે છે અને કટ એન્ડ પોલિશ્ડ ડાયમન્ડનું ૮૦,૦૦૦ કરોડ જેટલું ટર્નઓવર છે. પોલિશ્ડ હીરાની મંદીની સૌથી વિપરીત અસર જોબવર્ક કરતા યુનિટો પર થઈ છે. અમરેલી અને ભાવનગર સહિત સૌરાષ્ટ્રમાં ધમધમતા નાના યુનિટો કપરી સ્થિતિનો સામનો કરી રહ્યા છે અને અનેક યુનિટો બંધ થતાં હજારો નોકરીઓને અસર થઇ છે. આમ નોકરીઓ જ નહીં હોય તો અનામતનું બિલ પાસ થઇ જાય તો પણ શું કરવાનું એ યક્ષ પ્રશ્નનો જવાબ કોઇ પાર્ટી પાસે નથી.

Related posts

મેયર કીર્તિબેન દાણીધારીયાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રાખડી બાંધી કરી ઉજવણી

editor

સુસ્કાલ ગામમાં વિદેશી દારૂ ઝડપાયો

editor

ગુજરાત લોકસભા ચૂંટણી : સ્ટ્રોંગરૂમમાં મૂકેલા ઈવીએમ મશીનનું હાલમાં દરરોજ નિરીક્ષણ કરવા ચુંટણી પંચનો હુકમ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1