Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

શીલા દીક્ષિતને ફરી એકવાર પ્રદેશ કોંગ્રેસ કમાન સોંપવામાં આવી

અવારનવાર રાજકારણમાં યુવા પ્રતિનિધિત્વના બણગા ફૂંકતી કોંગ્રેસ વયોવૃદ્ધ નેતાઓને જ મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપી રહી છે. દિલ્હીની પૂર્વ મુખ્યમંત્રી ૮૦ વર્ષીય શીલા દીક્ષિતને ફરી એકવાર પ્રદેશ કોંગ્રેસ કમાન સોંપવામાં આવી છે. અજય માકનના સ્થાને શીલા દીક્ષિતને આ જવાબદારી સોંપવામાં આવી છે.
કોંગ્રેસ નેતા પીસી ચાકોએ શીલા દીક્ષિતને દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ બનાવાયાની જાહેરાત કરી હતી. ચાકોના જણાવ્યા પ્રમાણે હારૂન યુસૂફ, રાજેશ લિલોઠિયા અને દેવેન્દ્ર યાદવને વર્કિંગ પ્રેસિડેંટ બનાવવામાં આવ્યા છે.૨૦ વર્ષ બાદ શીલા દીક્ષિત દિલ્હીની પીસીસી ચીફ બનશે.
અજય માકને ટિ્‌વટ કરી શીલા દીક્ષિતને અભિનંદન પાઠવ્યા હતા. માકને લખ્યું હતું કે, મને વિશ્વાસ છે કે, શીલા દીક્ષિતજીની આગેવાનીમાં અમે મોદી+કેજરીવાલ સરકારોના વિરોધમાં એક સશક્ત્ત વિપક્ષનીએ ભૂમિકા અદા કરીશું.દિલ્હી કોંગ્રેસને એક એક્વા વ્યક્તિની જરૂર છે, જે પાર્ટીના ત્રીજા ક્રમેથી ઉપર લઈએ આવે. અજય માકને સ્વાસ્થ્યનું કારણ ધરીને રાજીનામું આપી દીધું. ત્યાર બાદ દિલ્હી માટે શીલા દીક્ષિત કરતા વધારે સારો ચહેરો કોંગ્રેસને લાગ્યો નહોતો. શીલાનું કદ અને અનુંભવ યુવાનેતાગીરી પર ભારે પડ્યો હતો. આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતા મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં પણ રાહુલ ગાંધી કોંગ્રેસના જુના વફાદારો કમલનાથ અને અશોક ગહેલોતને ખુરશી પર બેસાડી ચુક્યા છે.

Related posts

ચોકીદાર છે તેથી જ ચોરો ભાગી રહ્યા છે : જાવડેકર

aapnugujarat

सालाना 10 लाख का कैश विड्रॉल करने पर देना पड़ सकता है टैक्स

aapnugujarat

पुरानी ५०० और १००० की नोट की गिनती अब भी जारी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1