Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કરતારપુર કોરિડોર માટે કેન્દ્ર સરકારે કોઈ ફંડ જાહેર કર્યુ નથી : અમરિંદર સિંહ

કરતારપુર કૉરીડોર મામલે એક મોટો ખુલાસો થયો છે. કેન્દ્ર સરકાર દ્વારા જમીન ખરીદવા માટે અત્યાર સુધી કોઈ ફંડ જાહેર નથી કરાયું. ગુરુ નાનક દેવજીની ૫૫૦મી જન્મ જયંતિ નિમિત્તે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે શીખ સમુદાયને મહામૂલી ભેટ આપી હતી, જેમાં કેન્દ્ર સરકારે ગુરદાસપુર જિલ્લાના ડેરા બાબા નાનકથી પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ સુધી કરતારપુર કૉરિડોરની ઇમારત અને વિકાસને મંજૂરી આપી હતી.
કેન્દ્રની મંજૂરી બાદ દિલ્હી-કરતારપુરના માર્ગનું નિર્માણ શરૂ થવાનું હતું. જેને લઈને પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કહ્યુ કે કરતારપુર કૉરિડોર માટે સરકારે અત્યાર સુધી કોઈ પણ ફંડ જાહેર નથી કર્યુ. તો જમીન કેવી રીતે ખરીદી શકાય. આ વાત સીએમેને કરતારપુર કૉરીડોરને લઈને પુછવામાં આવેલ એક સવાલના જવાબમાં કહ્યું હતું. સીએમે કહ્યું કે કરતારપુર કૉરીડોર હાલ સરકારનો એક મહત્વનો પ્રોજેક્ટ છે, પરંતુ કોઈ કામ કરવા માટે પૈસા જોઈએ. જેવું જ સરકાર પૈસાને લઈને કંઈ પણ જાહેર કરશે તો અમે આ પ્રોજેક્ટને પૂરો કરવાની પ્રક્રિયા શરૂ કરી દઈશું.

Related posts

આઈપીએલ : આવતીકાલે પંજાબ-ચૈન્નઈ વચ્ચે રોમાંચક મુકાબલો

aapnugujarat

बिहार में बिजली गिरने से 18 की मौत

editor

सरकार का तोहफा, कर्मचारियों को मिलेगा 10000 रुपये का फेस्टिवल एडवांस

editor

Leave a Comment

UA-96247877-1