Aapnu Gujarat
મનોરંજન

હું લગ્નમાં પૈસા લઇને ડાંસ ના કરી શકું : જૉન અબ્રાહમ

બોલીવુડ એક્ટર જૉન અબ્રાહમ પોતાની ફિલ્મોથી દર્શકોનું મનોરંજન કરતો રહે છે. ‘સત્યમેવ જયતે’ની સફળતા બાદ જૉન અત્યારે ‘બાટલા હાઉસ’નાં શૂટિંગમાં વ્યસ્ત છે. તાજેતરમાં જ જૉન અબ્રાહમે સોશિયલ મીડિયા પર ટ્રોલ થતા અને હાઈએસ્ટ પેઇડ એક્ટરની લિસ્ટમાં સામેલ હોવા જેવા મુદ્દા પર પોતાના વિચાર રાખ્યા હતા. આ પ્રશ્નોનાં જવાબ આપતી વખતે જૉન અબ્રાહમે સલમાન ખાનને પણ આડેહાથે લીધો હતો.
જૉન અબ્રાહમે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, “મને એ વાત સમજમાં નથી આવતી કે સ્ટાર્સ માટે સૌથી વધારે કમાનારા લોકોની લિસ્ટમાં સામેલ થવું કેમ જરૂરી છે. અમે કલાકારો છીએ. અમારી ઓળખ કામથી થાય છે. ઘણા સ્ટાર્સ હાઈએસ્ટ પેઇડ સેલેબ્સની લિસ્ટમાં ૩ વર્ષથી સતત સામેલ છે, પરંતુ તેમની ફિલ્મો ખરાબ રીતે ફ્લૉપ થઈ છે.” જૉન અબ્રાહમે કહ્યું, “તમે વર્ષ ૨૦૧૮ હાઈએસ્ટ પેઇડ સેલેબ્સની લિસ્ટ જુઓ. આમા સલમાન ખાન ટૉપ પર છે, પરંતુ તેની ફિલ્મ રેસ-૩ ખરાબ રીતે નિષ્ફળ ગઈ.”
જૉન અબ્રાહમે કહ્યું કે, “ઘણા સ્ટાર્સ એરપોર્ટ પર ફની આઉટફિટ પહેરીને જાય છે, પછી તેઓ કહે છે કે તેમને ટ્રોલ કરવામાં આવ્યા, આ તમારી પસંદ છે. હું લગ્નમાં પૈસા લઇને ડાંસ પણ ના કરી શકું. હું એવું નથી કહેતો કે આવુ કરવું ખોટું છે, પરંતુ હું આવુ ના કરી શકું એ સ્પષ્ટ છે.

Related posts

મને ‘ગે’ લવ સ્ટોરીઝની ફિલ્મો જ મળે છે : જ્હૉન અબ્રાહમ

aapnugujarat

Varun ने की फ्रंटलाइन वर्कर्स की मदद करने की अपील

editor

गैंग रेपिस्टों का देश बनता जा रहा है इंडिया : मल्लिका

aapnugujarat

Leave a Comment

UA-96247877-1