Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

તેજસ્વીને સરકારી બંગલો ખાલી કરવો પડશે : પટના હાઈકોર્ટ

આરજેડી નેતા તેજસ્વી યાદવને સરકારી બંગલાના મુદ્દે હાઈકોર્ટે ઝટકો આપ્યો છે. બંગલો ખાલી કરવા માટે સમય માંગવની તેજસ્વીએ કરેલી ડબલ બેંચની અરજીને પણ ફગાવી દેવાઈ છે. સોમવારે પટના હાઈકોર્ટે તેજસ્વીની માંગણીને નકારી હતી. હવે તેજસ્વીને બંગલો ખાલી કરવો જ પડશે.
ગત મહિને હાઈકોર્ટની સિંગલ બેંચે તેજસ્વી યાદવને તેમનો સરકારી બંગલો ખાલી કરવાનો આદેશ કર્યો હતો. જેને પડકાર આપતા તેજસ્વી યાદવે ડબલ બેંચમાં અરજી કરી હતી. જો કે સોમવારે ડબલ બેંચે પણ તેમનો સાથ આપ્યો ન હતો.
બિહારમાં જેડીયૂ-આરજેડી ગઠબંધન તૂટ્યા પછી તેજસ્વીએ ડે. સીએમ પદ છોડવુ પડ્યુ હતુ. ત્યારબાદ બિહાર વિધાનસભા સચિવાલયે તેમને સરકારી આવાસ છોડવા અંગેનો આદેશ કર્યો હતો. તેમ છતા તેજસ્વીએ બંગલો ખાલી કર્યો ન હતો અને તેઓ આ મામલાને હાઈકોર્ટ સુધી લઈ ગયા હતા.

Related posts

બેન્કો ગ્રાહકની સંમતી વગર ક્રેડિટ કાર્ડ અપડેટ નહીં કરી શકે

aapnugujarat

ચાબહાર પોર્ટના સંચાલનની જવાબદારી ભારતે સંભાળી, પાક અને ચીનને ઝાટકો

aapnugujarat

‘અચ્છે દિન’ : ૧૫ મહિનામાં ૭૩ લાખ લોકોને મળી નોકરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1