Aapnu Gujarat
ગુજરાત

૧૯ જાન્યુઆરીએ અમદાવાદમાં માલધારી યુવા ક્રાંતિ સભાનું આયોજન

ગુજરાત સરકાર પાટીદારો, ઠાકોર, બ્રહ્મસમાજની અનામત સહિતની વિવિધ માંગણીઓ અને આંદોલનને લઇ પહેલેથી જ મૂંઝવણમાં મૂકાયેલી છે ત્યારે હવે રાજયમાં પશુધન,ગૌચર, ગૌવંશની ગેરકાયદે કતલ સહિતની અનેક વિવિધ સમસ્યાઓ અને માંગણીઓના મામલે હવે માલધારી સમાજે સરકાર સામે મેદાને પડવાનું નક્કી કર્યું છે. માલધારી સમાજના વિવિધ પ્રશ્નો અને માંગણીઓ મુદ્દે આગામી તા.૧૯મી જાન્યુઆરીના રોજ અમદાવાદ શહેરમાં માલધારી યુવા ક્રાંતિ સભાનું જોરદાર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ સહિત રાજયભરમાંથી હજારો માલધારીઓ ઉમટી પડશે. માલધારી યુવા ક્રાંતિ સભામાં માલધારી સમાજ દ્વારા લડતના મંડાણનું એલાન અને રણનીતિ જાહેર કરાય તેવી પણ શકયતા છે એમ અત્રે ઓબીસી,એસ.ટી-એસ.સી, લઘુમતી એકતામઁંચના ઉપાધ્યક્ષ મુકેશ ભરવાડે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આગામી તા.૧૯મી જાન્યુઆરીએ આયોજિત આ માલધારી યુવા ક્રાંતિ સભામાં માલધારી સમાજ ઉપરાંત, ભરવાડ, રબારી, આયર, ચારણ, ગઢવી સમાજ એકમઁચ પર એકત્ર થઈ સામાજીક દુષણો સામે પણ લડવા સઁકલ્પ કરશે. માલધારી યુવા ક્રાંતિ સભામાં ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપવા આ સમાજના મહાનુભાવો અને અગ્રણીઓને અનુરોધ કરવામાં આવ્યો છે. માલધારી સમાજના પ્રશ્નો અને માંગણીઓને લઇ ઘણા લાંબા સમય બાદ આ મહત્વની ક્રાંતિ સભા યોજાવા જઇ રહી છે, જેમાં સમગ્ર રૂપરેખા અને આગામી રણનીતિ સમાજના આગેવાનો અને વડીલો સાથે ચર્ચા કરીને નક્કી કરવામાં આવશે. ઓબીસી, એસ.ટી- એસ.સી,લઘુમતી એકતામંચના ઉપાધ્યક્ષ મુકેશ ભરવાડે વધુમાં ઉમેર્યું હતું કે, આજે માલધારી સમાજ અનેક સમસ્યાથી પીડિત છે હજારો ગામડાઓમાં પશુઓના ચરિયાણ માટે ગૌચરની જમીનો જ નથી. ગૌચર જમીનો પર માફિયાઓએ દબાણ કર્યું છે.સરકારે પણ ગૌચરની જમીનોની લ્હાણી કરી લીધી છે. પશુધન ઘાસચારા વિના હળવણી રહ્યા છે.ગૌચરમાં સરકાર નાણાં આપવા તૈયાર નથી.માલધારીઓ પશુધન જીવાડવા સ્થળાંતર કરવા મજબુર બન્યા છે. માલધારીઓના ઉત્થાન-વિકાસ માટે સરકારની કોઈ નીતિ જ નથી. બોર્ડ નિગમ માત્ર શોભાના ગાંઠિયા સમાન બની રહ્યા છે આવા અનેક પ્રશ્નો ની લડાઈ લડવા માલધારી સમાજે નક્કી કર્યું છે.આ ઉપરાંત સામાજીક બદી દુષણ નાબૂદ કરી સશક્ત માલધારી સમાજ બનાવવાનો સઁકલ્પ કર્યો છે. આ માટે સમગ્ર ગુજરાતમાંથી ખૂબ મોટી સંખ્યામાં માલધારીઓ આ સંમેલનમાં ઉપસ્થિત રહી સામાજીક શક્તિનું પ્રદર્શન કરશે.

Related posts

નવરંગપુરા ફાટક પાસે મેટ્રો જંકશન બનાવવાની માંગણી

aapnugujarat

OBC માં પાટીદાર સમાજનો સમાવેશ કરો : Hardik Patel

editor

બોડેલી એમ.ડી.આઈ. પ્રાથમિક શાળા અને ખત્રી વિદ્યાલયમાં ગાંધી જયંતીની ઉજવણી કરાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1