Aapnu Gujarat
તાજા સમાચારરમતગમત

ભારત – ઓસ્ટ્રેલિયા વચ્ચે આજથી સિડનીમાં ચોથી ટેસ્ટ મેચ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચોની શ્રેણીની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ આવતીકાલથી સિડનીના ઐતિહાસિક મેદાન ખાતે શરૂ થઇ રહી છે. આ નિર્ણાયક ટેસ્ટ મેચ પણ જીતીને વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ નવો ઇતિહાસ રચવા માટે સજ્જ છે. ઓસ્ટ્રેલિયામાં આ ટેસ્ટ શ્રેણી જીતવાની ભારત હવે નજીક છે. જેથી ભારત કોઇ કિંમતે આ તક ગુમાવવા ઇચ્છુક નથી. બીજી બાજુ મેલબોર્ન ટેસ્ટમાં હાર ખાધા બાદ યજમાન ઓસ્ટ્રેલિયાની ટીમ વાપસી કરવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. ભારત તરફથી સિડની ટેસ્ટમાં અશ્વિન રમી શકશે કે કેમ તેને લઇને પ્રશ્નો થઇ રહ્યા છે. બંને ટીમોમાં કેટલાક ફેરફાર કરવામાં આવી શકે છે. તે પહેલા ટીમ ઇન્ડિયાએ બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાને ૧૩૭ રને હાર આપીને ઇતિહાસ સર્જી દીધો હતો. પ્રથમ વખત ભારતે ઓસ્ટ્રેલિયાને બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં હાર આપી હતી. જીતવા માટે ૩૯૯ રનના લક્ષ્યાંકનો પીછો કરતા યજમાન ટીમ ૮૯.૩ ઓવરમાં ૨૬૧ રન કરીને આજે ઓલઆઉટ થઇ ગઈ હતી. મેલબોર્ન ખાતેની ત્રીજી ટેસ્ટ મેચ જીતીને ભારતે કેટલાક રેકોર્ડ પોતાના નામ પર કર્યા હતા. પ્રવાસી ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયામાં અગાઉ સાત બોક્સિંગ ડે ટેસ્ટનો હિસ્સો રહી હતી.જેમાં પાંચમાં તેની હાર થઇ હતી અને બે ટેસ્ટ મેચો ડ્રો થઇ હતી. રેકોર્ડ ઉપર નજર કરવામાં આવે તો મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર જીત હાસલ કરવા માટે ભારતીય ટીમને ૩૭ વર્ષનો ઇંતજાર કરવાની ફરજ પડી હતી. ભારતે આ મેદાન ઉપર છેલ્લે ૧૯૮૮માં જીત હાસલ કરી હતી. બીજી બાજુ ટેસ્ટ ક્રિકેટમાં ભારતની૧૫૦મી જીત હતી. ભારતીય ટીમે બંને ઇનિંગ્સ ડિકલેર કરીને વિદેશમાં ટેસ્ટ મેચ જીતવાનો રેકોર્ડ પણ કર્યો હતો. આ અગાઉ ૨૦૦૪માં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાયેલી ટેસ્ટમાં ભારતે ૭ વિકેટે ૭૦૫ અને બે વિકેટે ૨૧૧ રન દાવ ડિસલેર કર્યો હતો. આ પહેલા ભારતીય ટીમે બીજી ઇનિંગ્સ આઠ વિકેટે ૧૦૬ રને ડિકલેર કરી દીધા બાદ ઓસ્ટ્રેલિયા સામે જીત માટે ૩૯૯ રનનો પડકાર આવ્યો હતો. આ ટેસ્ટ મેચ જીતીને ભારતે ચાર ટેસ્ટ મેચોની શ્રેણીમાં ૨-૧ની લીડ મેળવી લીધી છે. ભારતીય ટીમની પર્થ ટેસ્ટમાં હાર થઇ હતી જ્યારે તે પહેલા રમાયેલી એડિલેડ ટેસ્ટ મેચમાં જીત થઇ હતી.મેલબોર્ન પહેલા પર્થના મેદાન ખાતે રમાયેલી ચાર ટેસ્ટ મેચોની શ્રેણીની બીજી ટેસ્ટ મેચના પાંચમા અને અને અંતિમ દિવસે ભારતીય ખેલાડીઓ જીતવા માટેના ૨૮૭ રનના ટાર્ગેટ સામે કોઇ પણ સંઘર્ષ કર્યા વગર આઉટ થઇ જતા કરોડો ક્રિકેટ ચાહકોમાં નિરાશાનુ મોજુ ફેલાઇ ગયુ હતુ. ભારતીય ટીમ પર આ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ૧૪૬ રને મોટી જીત મેળવી હતી. તે પહેલા એડિલેડ ઓવલ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ જીતીને પ્રવાસી ભારતીય ટીમે ઇતિહાસ સર્જયો હતો. ભારતીય ટીમે ઇતિહાસ સર્જીને ઓસ્ટ્રેલિયા પર ૩૧ રને જીત મેળવી લીધી હતી. ઓસ્ટ્રેલિયાને જીતવા માટે ૩૨૩ રનની જરૂર હતી. જો કે ઓસ્ટ્રેલિયાની ટીમ ૨૯૧ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી.

ભારતે છેલ્લી ૨૦ ટેસ્ટ મેચો પૈકી માત્ર ૪ ટેસ્ટ મેચો જીતી
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલથી સિડનીના ઐતિહાસિક ગ્રાઉન્ડ ખાતે ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ શરૂ થઇ રહી છે ત્યારે આ વખતે ટીમ ઇન્ડિયાને ઓસ્ટ્રેલિયામાં શ્રેણી જીતવા માટેની સુવર્ણ તક રહેલી છે. આ તકને ભારત હવે સફળતામાં ફેરવી શકે છે કે કેમ તેના પર તમામની નજર રહેશે.વર્તમાન ચાર ટેસ્ટ મેચોની શ્રેણીમાં ભારત ૨-૧ની લીડ ધરાવે છે. ઇતિહાસ પર નજર કરવામાં આવે તો ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત કરતા ખુબ આગળ છે. ખાસ કરીને ઓસ્ટ્રેલિયાની જમીન પર ભારતીય ટીમનો કંગાળ દેખાવ રહ્યો છે. આ વખતે સંતોષજનક દેખાવ રહ્યો છે અને શ્રેણીમાં ૨-૧ની લીડ મેળવી લીધી છે. ભારતે સાબિતી આપી દીધી હતી કે તે આ વખતે છેલ્લા ૭૦ વર્ષના ઇન્તજારના ગાળાને પૂર્ણ કરવા માટે તૈયાર છે. વર્ષ ૨૦૧૪-૧૫થી હજુ સુધી ભારતે ૪૯ પૈકી ૨૮ ટેસ્ટ મેચો જીતી છે. આ ગાળા દરમિયાન ભારતીય ટીમ ટેસ્ટમાં પહેલા નંબર પર પહોંચી ગઇ છે. સ્થાનિક મેદાનમાં શાનદાર દેખાવની સાથે સાથે ભારતે કેટલાક નવા રેકોર્ડ સર્જી દીધી છે. છેલ્લા ૧૮ ટેસ્ટ મેચો પૈકી ભારતે ૧૩ ટેસ્ટ મેચમાં જીત હાંસલ કરી છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ પાસેથી કરોડો ચાહક આ અપેક્ષા રાખી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાની ટીમને તેની જમીન પર હરાવવા માટેની બાબત તો સારી સારી ટીમો પણ સરળ રહી નથી. આંકડાની વાત કરવામાં આવે તો વર્ષ ૨૦૦૦ બાદથી ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરનાર ટીમોની હાલત કફોડી રહી છે. ભારતની વાત કરવામાં આવે તો ભારતે વર્ષ ૨૦૦૦ બાદથી ૨૦ ટેસ્ટ મેચ રમી છે. જે પૈકી ભારતને માત્ર ચાર ટેસ્ટ મેચ જીતવામાં સફળતા મળી છે. જ્યારે તેની ૧૧ ટેસ્ટમાં હાર થઇ છે. પાંચ ટેસ્ટ ડ્રો રહી છે. ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતવાની બાબત ભારત માટે મોટી વાત તરીકે રહેશે. કારણ કે વિદેશી ટીમોને ઓસ્ટ્રેલિયામાં હમેંશા મુશ્કેલી નડે છે. ઇંગ્લેન્ડે વર્ષ ૧૯૯૦ બાદથી હજુ સુધી માત્ર એક વખત ૨૦૧૦-૧૧માં આ શ્રેણી જીતી હતી. ૭૦ અને ૮૦ના દશકમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પર રાજ કરનાર વેસ્ટ ઇન્ડિઝની ટીમે ઓસ્ટ્રેલિયામાં ૧૫ પૈકી માત્ર ચાર ટેસ્ટ શ્રેણી જીતી છે. એક ડ્રો રમી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કર્યા બાદથી આફ્રિકાએ સાત ટેસ્ટ શ્રેણીમાં ત્રણ જીતી છે. એક ડ્રો રહી છે. ભારત અને પાકિસ્તાનની ટીમ તો છેલ્લા ૧૧ પ્રવાસમાં ઓસ્ટ્રેલિયામાં શ્રેણી જીતવામાં સફળ સાબિત થઇ શકી નથી. એકબાજુ પાકિસ્તાને ત્રણ સિરિઝ ડ્રો કરાવી છે. ચાર ટેસ્ટ મેચો જીતી છે. ભારતે બે વખત શ્રેણી ડ્રો કરાવી છે.સિડની ટેસ્ટ મેચ રોમાંચક બની શકે છે. કારણ કે ઓસ્ટ્રેલિયાને વાપસી કરવાની તક પણ છે.

Related posts

रेलवे अब एक नई मोबाइल वेबसाइट एप लॉन्च करने की तैयारी

aapnugujarat

मेरे बच्चों को उनकी काबिलियत पर परखा जाएःसचिन

aapnugujarat

સ્મિથ એન્ડ કંપનીના બોલ સાથે ચેડા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1