Aapnu Gujarat
ગુજરાત

દેશની જિલ્લા કોર્ટોને નિર્ણય આપતા લાગી જશે ૩૨૪ વર્ષ…!!

દેશની અદાલતોમાં ઘણા એવા મામલાઓના નિર્ણય આવવાના બાકી છે કે જે આશરે ૪૫-૫૦ વર્ષોથી પેન્ડિંગ છે. અધિકારિક આંકડાઓ અનુસાર આશરે ૧૪૦ કેસ એવા છે કે જે ૬૦ વર્ષથી પેન્ડિંગ પડેલા છે. આમાંથી મોટાભાગના ૧૯૫૧ બાદના છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર ૨૮ ડિસેમ્બર ૨૦૧૮ સુધીમાં જિલ્લા અદાલતોમાં આશરે ૬૬૦૦૦ કેસ ૩૦ વર્ષથી કરતા વધારે સમયથી પેન્ડિંગ છે. તો પાંચ વર્ષથી વધારે લંબિત મામલાઓની સંખ્યા ૬૦ લાખથી વધારે છે.
સરકાર દ્વારા તાજેતરમાં જ કરવામાં આવેલા એક આંકલનમાં કહેવાયું છે કે વર્તમાન મામલાના નિષ્પાદનની જે ગતિ છે એવી સ્થિતીમાં નિચલી કોર્ટમાં પેન્ડિંગ મામલાઓને પતાવવા માટે ૩૨૪ વર્ષ જેટલો સમય લાગી જશે. આંકડાઓ અનુસાર પેન્ડિંગ મામલાઓની સંખ્યા વધીને ૨.૯ કરોડ સુધી પહોંચી ગઈ છે. આમાંથી ૭૧ ટકા અપરાધિક મામલાઓ છે જેમાં કાં તો આરોપીની ધરપકડ કરવામાં આવી ચૂકી છે અથવા વિચારાધીન કેદીના રુપમાં જેલમાં બંધ છે. ગત મહિને કોર્ટોએ ૮ લાખ મામલાઓમાં નિષ્પાદન કર્યું હતું. તો ૧૦.૨ લાખ નવા કેસ નોંધવામાં આવ્યા છે. આવામાં જોવા જઈએ તો વર્તમાન અમલ દર અનુસાર સરેરાશ ૨.૨ લાખ કેસ પ્રતિમાસ બૈકલોગ રહ્યા છે. આ સંખ્યા સતત વધી રહી છે.
રિપોર્ટ અનુસાર ૧૯૫૧ બાદથી આશરે ૧૮૦૦ મામલાઓની ૪૮ થી ૫૮ વર્ષોથી સુનાવણી ચાલી રહી છે. ૧૩૦૦૦ મામલાઓ ૪૦ વર્ષથી પેન્ડિંગ છે તેમજ આશરે ૫૧,૦૦૦ મામલાઓ ૩૭ વર્ષોથી પેન્ડિંગ છે. સૌથી વધારે જનસંખ્યા વાળા રાજ્ય ઉત્તર પ્રદેશમાં ૨૬,૦૦૦ મામલાઓ ૩૦ વર્ષથી પેન્ડિંગ છે. મહારાષ્ટ્રમાં પણ ૧૩૦૦૦ મામલાઓ આટલા જ સમયથી પેન્ડિંગ છે.
તો આ જ પ્રકારે કુલ પેન્ડિંગ મામલાઓના ૯૬ ટકા કેસ યૂપી, બિહાર, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને ઓડિશાના છે. આ છ રાજ્યોમાં આશરે ૧.૮ કરોડ મામલાઓ નીચલી અદાલતોમાં પેન્ડિંગ છે. આ સંખ્યા આખા દેશમાં પેન્ડિંગ ૨.૯૩ કરોડ મામલાના ૬૧ ટકા છે. કેટલાક એવા કેસ પણ પેન્ડિંગ છે જેમાં બીજા પક્ષ હંમેશા તારીખ પર તારીખ આપવામાં આવી રહી છે પરંતુ તે હાજર નથી થઈ રહ્યા.

Related posts

રાજ્યમાં હજુ પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે

aapnugujarat

Covid-19: Surge in cases; govt hospitals increase capacity in Gujarat

editor

અમદાવાદ : ઝાડા-ઉલ્ટીના ૧૮ દિનમાં ૩૪૫ કેસ થયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1