Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મોદી દ્વારા સત્તાનો બેફામ દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે : શરદ પવાર

એનસીપી સુપ્રીમો શરદ પવારે મોદી દ્વારા સત્તાનો ગેરઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ લગાવ્યો છે. પવારે જણાવ્યું કે મોદીને સત્તા પાછી મળશે કે નહી તેની કોઈ જ ગેરંટી નથી જેના કારણે તેઓ સત્તાનો ગેરઉપયોગ કરી વિરોધીઓને મુશ્કેલીમાં મુકી રહ્યા છે. હેલિકોપ્ટર ખરીદારી કૌભાંડમાં આરોપી મિશેલે સોનિયા ગાંધીનું નામ આ વાતનું ઉદાહરણ છે.
પવારે વધુમાં જણાવ્યું કે ૫૨ વર્ષના મારી રાજકીય કારકીદિર્માં હું પહેલી વખત સત્તાનો આવી રીતે થતો ગેરઉપયોગ જોઈ રહ્યો છું. સુપ્રીમ કોર્ટ, આરબીઆઈ સીબીઆઈ આ પ્રકારની ઘટનાત્મક સંસ્થાઓ પર કેન્દ્ર સરકાર દ્વારા થઈ રહેલા હુમલા, તેના કામમાં સરકારનો હસ્તક્ષેપ પણ વધી રહ્યો છે. વિરોધીઓને નામોષ કરવાનો પ્રયાસ મતલબ દેશમાં કટોકટીની પરિસ્થિતિ નિમાર્ણ કરવાનો છે.
દેશ ઉપર કટોકટી લાદવાની કિંમત તો કોંગ્રેસે પણ ચૂકવવી પડી હતી ત્યારે ભાજપ પણ આ જ માર્ગે જઈ રહ્યો છે તેથી તેણે પણ કિંમત ચૂકવવી જ પડશે.

Related posts

હિંમત અને બહાદુરીનું પ્રતીક : હેલન કેલર

aapnugujarat

ચારા કૌભાંડ : ચોથા કેસમાં પણ લાલૂ યાદવ દોષિત જાહેર કરાયા

aapnugujarat

જોકીહાટ પેટાચૂંટણી : તેજસ્વીની ચમક સામે ફિક્કા પડ્યા નીતીશ કુમાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1