Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

૨૦૧૭-૧૮માં ઠગોએ બેન્કોને ૪૧૧૬૭ ચૂનો લગાવ્યો : આરબીઆઈ

રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા તરફથી જે આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે તે આગામી લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારની મુશ્કેલી વધારી શકે છે. આંકડાઓ મુજબ બેંકોને ફ્રોડને પગલે વર્ષ ૨૦૧૭-૧૮માં ૪૧,૧૬૭.૭ કરોડ રૂપિયાનો ચૂનો લાગ્યો છે. પાછલા વર્ષની સરખામણીમાં આ નુકસન ૭૨ ટકા વધુ છે. વર્ષ ૨૦૧૭-૧૮માં બેંક સાથે ફ્રોડની કુલ ૫૯૧૭ ઘટનાઓ બની જ્યારે પાછલા વર્ષે ૫૦૯૬ વખત છેતરપિંડી થઈ હતી જ્યારે પાછલા વર્ષે કુલ ૫૦૯૬ ફ્રોડ થયા હતા. પાછલા ચાર વર્ષમાં બેંકો સાથે થયેલ ફ્રોડમાં સતત વધારો થઈ ચાર ગણો વધ્યો છે. વર્ષ ૨૦૧૩-૧૪માં ફ્રોડને પગલે કુલ ૧૦૧૭૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.
વર્ષ ૨૦૧૭-૧૮માં સૌથી વધુ ઠગાઈના મામલા બેલેન્સ શીટ, ફૉરેક્સ એક્સચેન્જ ટ્રાન્જેક્શન, ડિપોઝિટ અકાઉન્ટ અને સાયબર ક્રાઈમના સામે આવ્યા હતા. બેંકોમાં સૌથી વધુ સાયબર ફ્રોડના મામલા સામે આવ્યા. સાયબર ફ્રોડના કુલ ૨૦૫૯ મામલા સામે આવ્યા જેનાથી કુલ ૧૦૯.૬ કરોડ રૂપિયાનું નુકસાન થયું. જ્યારે પાછલા વર્ષમાં આ નુકસાન માત્ર ૪૨.૩ કરોડ રૂપિયા હતું. ઉલ્લેખનીય છે કે બેંકિંગ વ્યવસ્થામાં તમામ સુધારાઓ બાદ પણ ફ્રોડ અટકવાનું નામ નથી લઈ રહ્યું.
મોટા પાયે જે ફ્રોડ થયાં તે ૫૦ કરોડથી વધુ ફ્રોડ છે. ઉલ્લેખનીય છે કે ૯૩ ટકા ફ્રોડના મામલા એક લાખ કરોડથી વધુ છે તે સરકારી બેંકોના છે જ્યારે પ્રાઈવેટ બેંકોમાં આ મામલા માત્ર ત્રણ ટકા જ છે. ફ્રોડને પગલે બેંકોમાં બેડ લોન વધી રહી છે જે માર્ચ ૨૦૧૮ સુધી ૧૦,૩૯,૭૦૦ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું. ૨૦૧૭-૧૮માં તેમાં સૌથી વધુ વધારો ત્યારે થયો હતો જ્યારે પંજાબ નેશનલ બેંકનું ફ્રોડ સામે આવ્યું હતું, જેમાં નીરવ મોદી અને મેહુલ ચોક્સીએ બેંકને ચૂનો લગાવ્યો હતો.
રિઝર્વ બેંકે પોતાના રિપોર્ટમાં આ વાત માની છે કે ફ્રોડનો આ ગંભીર મુદ્દો છે. રિઝર્વ બેંક મુજબ વધુ પડતાં ફ્રોડ કરન્ટ અકાઉન્ટ થકી કરવામાં આવે છે. ફેબ્રુઆરી ૨૦૧૮માં રિઝર્વ બેંકે આ વાતનો ઉકેલ આપ્યો હતો કે ઈન્ડિયન બેંક એસોસિએશનને સજગ આઈટીની રચના કરવી જોઈએ જે યૂઝર ફ્રેન્ડલી હોય અને ફ્રોડને પકડવામાં માહેર હોય.

Related posts

સોફ્ટવેર કંપનીઓ આ વર્ષે ઓછો પગાર વધારો કરશે

aapnugujarat

પરિવહન ક્ષેત્રમાં ૩૦ લાખ કરોડનું રોકાણ કરાશે

aapnugujarat

झारखंड में गरीबी रेखा से नीचे सबसे ज्यादा 37% परिवार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1