Aapnu Gujarat
ગુજરાત

રાજ્યમાં હજુ પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે

રાજ્યમાં હજુ ૫ દિવસ વરસાદી માહોલ રહેશે. જોકે વરસાદનું જોર નરમ પડતાં ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. કારણ કે હજુ ૭૦ ટકા વિસ્તારમાં વાવણી પણ બાકી છે. મંગળવારે દક્ષિણ ગુજરાતના ગણતરીના તાલુકામાં હળવો વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના અન્ય વિસ્તારમાં વરસાદી ઝાપટાં સિવાય કોઈ વધુ મહેર નથી થઈ. જેના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે. કારણ કે ચોમાસું બેઠાને ૯ દિવસ વિતવા છતાં હજુ ૨૦૦ જેટલા તાલુકામાં વાવણી થઈ શકી નથી. આ તરફ હવામાન વિભાગ તરફથી આગામી ૫ દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. જેમાં વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપીમાં ભારે વરસાદની પણ સંભાવના છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, બુધવારે વલસાડમાં ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં નવસારી, સુરત, ડાંગ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે. તો મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ખેડા, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, દાહોદમાં વરસાદની આગાહી છે. જ્યારે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, રાજકોટ તથા સંઘ પ્રદેશ દીવમાં પણ વરસાદની આગાહી છે. ગુરૂવારે સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. રાજ્યમાં હજુ સિઝનનો માંડ ૪ ટકા વરસાદ વરસ્યો છે. ૫ જિલ્લાને બાદ કરતાં બાકીના ૨૮ જિલ્લામાં વરસાદની ઘટ છે. ચોમાસું હજુ પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાને બાદ કરતાં ક્યાંય આગળ વધ્યું નથી. જેણે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. સૌ કોઈ વરસાદના એક સારા રાઉન્ડની રાહ જોઈને બેઠું છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સામાન્યથી મધ્ય વરસાદની આગાહી કરાઇ છે તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી ૫ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે.

Related posts

ભાજપના વધુ ત્રણ ઉમેદવારો જાહેર : હરિભાઈનું પત્તુ કપાયુ

aapnugujarat

AHMEDABAD : નિકોલના વેપારી થયા ગુમ

aapnugujarat

ધારાસભ્યના ફંડમાંથી જાહેરસ્થળોએ સીસીટીવી કેમેરા લગાવી શકાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1