Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

શરદ પવારે ગાંધી પરિવારનો કર્યો બચાવ, પીએમ મોદીને આપ્યો જડબાતોડ જવાબ

ક્યારેક સોનિયા ગાંધીના વિદેશી મૂળને મુદ્દો બનાવી કોંગ્રેસ છોડનારા શરદ પવાર આજે ગાંધી પરિવાર માટે સૌથી મોટી ઢાલ બની આગળ આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સતત ગાંધી પરિવાર પર કરવામાં આવેલા હુમલાઓનો રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ પવારે કરારો જવાબ આપ્યો છે.
પવારે કહ્યું કે ગાંધી પરિવારે દેશ માટે ઘણાં બલિદાન આપ્યા છે, આજે પણ સોનિયા ગાંધી અને રાજીવ ગાંધી ગરીબો માટે કામ કરે છે. તેવામાં વડાપ્રધાન કેવી રીતે કહી શકે કે એક પરિવારે દેશને નુકસાન પહોંચાડ્યું છે.મહારાષ્ટ્રના સતારામાં એક રેલીને સંબોધન કરતા, શરદ પવાર કહ્યું કે રેલીઓમાં આપવામાં આવતા ભાષણોમાં એક જ વાત કહેવામાં આવે છે કે એક પરિવારે દેશને મોટું નુકસાન પહોંચાડ્યું છે, કયો પરિવાર ?. શરદ પવારે કહ્યું કે જવાહરલાલ નેહરુ, જેમણે પોતાના જીવનના શરૂઆતી વર્ષો બ્રિટિશ જેલોમાં વિતાવ્યા હતા, આઝાદીની લડાઈમાં ફાળો આપ્યો. દેશને મુક્ત કર્યા પછી લોકશાહીને મજબૂત કરી તે જવાહરલાલ નેહરુ દેશનું નુકસાન કેવી રીતે કરી શકે છે.
પૂર્વ કેન્દ્રીય મંત્રી પવારે કહ્યું કે ઇન્દિરા ગાંધી જેમણે ગરીબોના વિકાસ માટે સત્તાનો ઉપયોગ કર્યો. તેમની હત્યા થઇ. તેમ છતાં તે કુટુંબે ક્યારેય કોઇ પણ વાતની ચિંતા નથી કરી. ત્યારબાદ રાજીવ ગાંધીએ સમગ્ર દેશને આધુનિકતાનો વિચાર આપ્યો.
શરદ પવારે ગાંધી પરિવારના બચાવમાં કહ્યું કે દુનિયામાં ભારતની પ્રતિષ્ઠા વધારી, તેમનું પણ ખૂન થયું છે. આટલો ત્યાગ એક જ પરિવારમાં કર્યો, ઇન્દિરા ગાંધીની હત્યા, રાજીવ ગાંધીની હત્યા પછી પણ આજે દેશની ગરીબ જનતા માટે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી કામ કરી રહ્યા છે, તો તેમની પ્રતિષ્ઠા હોવી જોઈએ. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક જ વાત કહે છે કે એક પરિવારે દેશનું નુકસાન કર્યું છે.નોંધનીય છે કે પોતાના ચૂંટણી ભાષણોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘણી વાર ગાંધી પરિવારે પર નિશાન સાધ્યુ છે. વડાપ્રધાને ઘણી વખત ઉલ્લેખ કર્યો છે કે એક પરિવારના કારણે દેશના ગરીબ લોકોનો વિકાસ થઇ શક્યો નથી. પીએમ મોદી રેલીયોમાં ગાંધી પરિવારના ૪૮ વર્ષના શાસન અને તેના ૪૮ મહિનાના શાસનની સરખામણી કરવાની વાત અનેક વખત કરી ચૂક્યા છે. તાજેતરમાં થયેલી વિધાનસભાની ચૂંટણી દરમિયાન પણ નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી વચ્ચે વાકયુદ્ધ જામતું જોવા મળ્યું છે.

Related posts

નુપૂર શર્મા ટીવી પર આવીને જાહેરમાં માફી માંગે : સુપ્રીમ

aapnugujarat

શત્રુઘ્ન હવે કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થશે

aapnugujarat

કોંગ્રેસના વિમાનમાં જ સવાર રહેશે પાયલટ

editor

Leave a Comment

UA-96247877-1