Aapnu Gujarat
ગુજરાત

જામીન પર છૂટેલો વિસ્મય શાહ પત્ની સાથે દારૂની મહેફિલ માણતો ઝડપાયો

બોડકદેવ વિસ્તારમાં ચર્ચાસ્પદ રહેલ હિટ એન્ડ રન કેસનો આરોપી વિસ્મય શાહ અન્ય એક ગુના હેઠળ ઝડપાયો છે. વિસ્મય શાહ ગાંધીનગરના એક ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણી રહ્યો છે તેવી બાતમી ગાંધીનગર પોલીસને મળતા પોલીસ દોડતી થઈ હતી.
આ મહેફિલ વિસ્મય શાહના સંબંધીના ફાર્મ હાઉસમાં ચાલી રહી હતી. ગાંધીનગરના બાલાજી કુટીર ફાર્મ હાઉસમાં વિસ્મય શાહ પોતાની પત્ની અને અન્ય મિત્રો સાથે દારૂની મહેફિલ માણી રહ્યો હતો. ગાંધીનગર પોલીસે બાતમીના આધાર પર અડાલજ નજીકના બાલાજી કુટીર ફાર્મ હાઉસ પર મંગળવારે મોડી રાત્રે દરોડા પાડ્યા હતા. પોલીસે દરોડા પાડીને વિસ્મય શાહ અને તેની પત્ની સહિત છ લોકોને દારૂની મહેફિલ માણતા રંગે હાથ ઝડપ્યા હતાં. પોલીસે પાડેલા આ દરોડામાં બીજે મેડિકલ કોલેજના ડીનના પુત્રની પણ ધરપકડ કરવામાં આવી છે.
વિસ્મય સહિત ઝડપાયેલા આરોપીઓનો અડાલજ સીએચસીમાં મેડિકલ ટેસ્ટ કરાશે અને બપોરે ત્રણ વાગ્યે ગાંધીનગર કોર્ટમાં હાજર કરાશે.વિસ્મય શાહની સાથે ફાર્મહાઉસમાં તેની પત્ની પૂજા શાહ, ભાઈ ચિન્મય શાહ, વીએસ હોસ્પિટલમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતા મિમાંશા બૂચ, હર્ષિત મજુમદાર અને જાણીતા બિલ્ડરનો પુત્ર મંથન ગણાત્રા પણ આ મહેફિલમાં સામેલ હતો.
ફાર્મ હાઉસમાંથી સાત હુક્કા અને સાત દારૂની બોટલો ઝડપાઈ છે. હુક્કાઓ મળી આવતા હુક્કાનો પણ અલગથી કેસ નોંધવામાં આવ્યો છે. ગાંધીનગર પોલીસને દરોડા પાડી ફાર્મ હાઉસમાંથી બિયરના ટીન, વિદેશી દારૂની બોટલો અને એક મોંઘીદાટ કાર જપ્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે, ૧૩ ડિસેમ્બરના રોજ જ વિસ્મય શાહના લગ્ન થયા હતા. વિસ્મય સાહે કોર્ટ સમક્ષ હનીમૂન માટે વિદેશ જવા માટે જામીનની શરતોમાં સુધારો કરવા હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેમાં હાઇકોર્ટે ફરવા માટે દેશમાં અનેક જગ્યા છે તેથી વિદેશ જવું જરૂરી નથી એવું અવલોકન કરી તેને કોઈ રાહત આપી નહોતી. એ ઉપરાંત પાસપોર્ટ રિન્યુ કરાવવા માટે કોર્ટમાંથી પાસપોર્ટ ઓફિસ પાસપોર્ટ મોકલવા અને ત્યાંથી પાછો કોર્ટમાં જમા કરવા આદેશ કર્યો છે..

Related posts

સુરતનાં દર્દીની ટિ્‌વટ જોઈ તુરંત સારવાર અપાવતાં રાજ્યનાં આરોગ્યમંત્રી શંકરભાઈ ચૌધરી

aapnugujarat

वडोदरा में फर्जी पासपोर्ट का घोटाला पकड़ा गया

aapnugujarat

સુરતમાંથી ડિગ્રી વગરના બે બોગસ તબીબ ઝડપાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1