Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

યૂપીમાં મહાગઠબંધનમાંથી કોંગ્રેસ આઉટઃ સપા-બસપા વચ્ચે સીટોની વહેંચણી મુદ્દે સહમતિ

૨૦૧૯ની લોકસભા ચૂંટણી માટે બસપા સુપ્રીમો માયાવતી અને સપા અધ્યક્ષ અખિલેશ યાદવે યુપીમાં મહાગઠબંધનની ફોર્મ્યુલા ફાઈનલ કરી દીધી છે. મહાગઠબંધનની આ ફોર્મ્યુલામાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે આમાં કોંગ્રેસને જગ્યા આપવામાં આવી નથી. હાલમાં ત્રણ રાજ્યોમાં કોંગ્રેસની જીત બાદ બદલાયેલા રાજકીય સમીકરણોને જોતા માનવામાં આવી રહ્યુ હતુ કે કોંગ્રેસ પણ યુપીમાં મહાગઠબંધનનો હિસ્સો બનશે પરંતુ આવુ ન બન્યુ. જો કે મહાગઠબંધનમાં રાષ્ટ્રીય લોકદળ (રાલોદ) ને જગ્યા આપવામાં આવી છે. માનવામાં આવી રહ્યુ છે કે માયાવતીના જન્મદિવસ ૧૫ જાન્યુઆરીએ સીટોની વહેંણીનું અધિકૃત એલાન કરવામાં આવી શકે છે.
અખિલેશ યાદવ અને માયાવતીએ લોકસભા ચૂંટણી માટે યુપીમાં સીટોની વહેંતણીને અંતિમ રૂપ આપી દીધુ છે. આ વહેંચણીમાં ચૌધરી અજીત સિંહની પાર્ટી રાલોદને પણ શામેલ કરવામાં આવી છે. યુપીની ૮૦ લોકસભા સીટોપર નક્કી કરેલ ફોર્મ્યુલા મુજબ બહુજન સમાજ પાર્ટી (બસપા) ૩૮ સીટો પર, સમાજવાદી પાર્ટી (સપા) ૩૭ સીટો પર અને રાષ્ટ્રીય લોકદળ (રાલોદ) ૩ સીટો પર ચૂંટણી લડશે. બચેલી બે સીટો અમેઠી અને રાયબરેલીમાં સપા કે બસપા પોતાના ઉમેદવાર નહિ ઉતારે. વાસ્તવમાં અમેઠીથી રાહુલ ગાંધી અને રાયબરેલીથી સોનિયા ગાંધી ચૂંટણી લડતા રહ્યા છે. આ બંને સીટોને કોંગ્રેસ માટે છોડી દેવામાં આવી છે.
ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી અને સમાજવાદી પાર્ટી (સપા)ના નેતા અખિલેશ યાદવની દોસ્તી ઊડીને આંખે વળગી હતી પણ હવે આ દોસ્તીના રંગ ફિક્કા પડવા લાગ્યા છે. ડીએમકેના અધ્યક્ષ એમ.કે. સ્ટાલિને રાહુલ ગાંધીને વડા પ્રધાનપદના ઉમેદવાર જાહેર કરવાના પ્રસ્તાવને હવે અખિલેશે પણ સાફ નકારી કાઢ્યો છે. અખિલેશે જણાવ્યું કે એવું બિલકુલ જરૂરી નથી કે ગઠબંધનનો અભિપ્રાય પણ સ્ટાલિન જેવો જ હોય.
અખિલેશ યાદવે કહ્યું કે દેશની જનતા ભાજપથી નારાજ છે. એ કારણે જ ત્રણ રાજ્ય (રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ)માં કોંગ્રેસને જોરદાર સફળતા મળી છે. મમતાજી (પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજી), પવારજી (એનસીપીના નેતા શરદ યાદવ) અને અન્ય વરિષ્ઠ લોકોએ ર૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલા મહાગઠબંધન બનાવવા માટે તમામ નેતાઓને એક મંચ પર લાવવાના ભરપૂર પ્રયાસ કર્યા છે.

Related posts

આપનો પલટવાર, મોદીનું ઋણ ઉતારી રહ્યા છે મુખ્ય ચૂંટણી કમિશનર જ્યોતિ

aapnugujarat

મુસ્લિમોને શિક્ષણમાં અનામત આપવું જોઈએ : શિવસેના

aapnugujarat

સેન્સેક્સમાં ૩૫૬ પોઈન્ટનો કડાકો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1