Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

હું ક્યારેય પ્રેસથી ડરનારો વડાપ્રધાન નથી રહ્યો : મનમોહનસિંઘ

પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહે પીએમ મોદી પર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે હું એવો વડાપ્રધાન નહોતો જે પ્રેસ સાથે વાત કરવાથી ડરતો હતો. તેમણે કહ્યું કે હું પ્રેસને સતત મળતો રહેતો હતો. હું દરેક વિદેશ યાત્રાથી પરત ફરતા સમયે પ્રેસ કોન્ફરન્સ કરતો હતો. તેમણે એમ પણ કહ્યું કે તેઓ માત્ર એક્સિડેન્ટલ પ્રાઇમમિનિસ્ટર જ નહોતા, પરંતુ તેઓ દેશના એક્સિડેન્ટલ ફાઇનાન્સ મિનિસ્ટર પણ હતા.
એક કાર્યક્રમમાં ભાગ લેતા સમયે પત્રકારો સાથેની વાતચીતમાં મનમોનહ સિંહે કહ્યું કે સરકાર તથા આરબીઆઇના સંબંધ ‘પતિ-પત્ની’ જેવા છે અને વિચારોમાં મતભેદનું સમાધાન એ રીતે આવવું જોઇએ કે જેથી કરી બંને સંસ્થા તાલમેલની સાથે કામ કરી શકે.
તેમણે આ વાત એવા સમયે કહી છે કે જ્યારે આરબીઆઈના આરક્ષિત ધનના સ્તર પર સ્મોલ એન્ડ મિડિયમ કેપ ઉદ્યોગ માટે લોનના નિયમ સરળ બનાવા સહિત વિભિન્ન મુદ્દાઓને લઇ કેન્દ્રીય બેન્ક તથા નાણાંમંત્રાલયની વચ્ચે મતભેદોની ચર્ચાની વચ્ચે ઉર્જીત પટેલે આરબીઆઇના ગવર્નર પદ પરથી રાજીનામું આપી દીધું. આરબીઆઈના પૂર્વ ગવર્નર પણ રહી ચૂકેલા મનમોહન સિંહે કહ્યું કે રિઝર્વ બેન્કની સ્વાયતત્તા તથા સ્વતંત્રતાનું સમ્માન થવું જોઇએ.
તેમણે કહ્યું હતું કે સાથો સાથ હું એમ પણ કહીશ કે સરકાર તથા આરબીઆઇની વચ્ચેના સંબંધો પતિ-પત્નીના સંબંધો જેવા છે. પેટલના રાજીનામા બાદ સરકારે આર્થિક બાબતોના પૂર્વ સચિવ શક્તિકાંત દાસને ગવર્નર તરીકે નિમયા. સિંહે કહ્યું કે જે પણ આરબીઆઇના ગવર્નર છે, હું તેમને શુભકામનાઓ પાઠવું છું.
પૂર્વ વડાપ્રધાને કહ્યું કે આપણને એક મજબૂત અને સ્વતંત્ર આરબીઆઇની જરૂર છે જે કેન્દ્ર સરકારની સાથે મળી કામ કરે. તેમણેકહ્યું કે હું આશા અને પ્રાર્થના કરું છું કે સરકાર તથા આરબીઆઈ સાથ મળી કામ કરવાનો રસ્તો શોધી કાઢે.
મધ્યપ્રદેશ અને છત્તીસગઢની સરકારો દ્વારા કૃષિ લોનની માફીની જાહેરાત સાથે જોડાયેલા પ્રશ્નના જવાબમાં સિંહે કહ્યું કે અમે મેનિફિસ્ટોમાં જણાવેલ બાબતોનું સમ્માન કરીએ છીએ. તેમણે કહ્યું કે મેં પ્રભાવ અંગે અભ્યાસ કર્યો નથી પરંતુ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

Related posts

કોલસા કાંડ : મધુ કોડાની સજા ઉપર સુનાવણી ટળી

aapnugujarat

જેટના કાફલામાં માત્ર ૧૫ વિમાન

aapnugujarat

તમિલનાડૂમાં બોલ્યા અમિત શાહ, વંશવાદી અને ભ્રષ્ટ કોંગ્રેસ-ડીએમકેને હરાવશે

editor

Leave a Comment

UA-96247877-1