Aapnu Gujarat
રાષ્ટ્રીય

મિઝોરમમાં પુરુષો કરતા મહિલા મતદારો વધારે પણ એકેય જીતી નહીં!

મિઝોરમ રાજ્યમાં પુરુષ મતદારો કરતા મહિલા મતદારો વધુ છે પણ તાજેતરમાં રચાયેલી સરકારમાં એક પણ મહિલા મંત્રીમંડળમાં નથી. કેમ કે, સત્તાધારી પક્ષની એક મહિલા ઉમેદવાર ચૂંટણી જીતી શકી નહીં. આજથી ૩૧ વર્ષ પહેલા ૫૮ વર્ષનાં લાલ્હલીપુઇ મિઝોરમનાં પહેલા મહિલા મંત્રી બન્યા હતા.
લાલ્હલીપુઇએ જણાવ્યું કે, હું જ્યારે મંત્રી બની ત્યારે માત્ર હું જ એક મહિલા રાજકારણમાં હતી. જો કે, આ પછીનાં વર્ષોમાં પણ બહુ મહિલાઓ રાજકારણમાં આવી નથી. કદાચ આ રાજ્યમાં રહેતી મહિલાઓનાં દિમાગમાં જ નથી અને સક્રિય રાજકારણમાં જોડાતી નથી.
અગત્યની વાત છે કે, તાજેતરમાં મિઝોરમમાં વિધાનસભા ચૂંટણી થઇ તેમાં એક મહિલા ઉમેદવાર ચૂંટણી જીતી નહી. અલબત્ત, આ રાજ્યમાં પુરુષો કરતા મહિલા મતદારોની સંખ્યા વધારે છે. મિઝોરમમમાં ૨૦૯ ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા જેમાં મહિલા ઉમેદવારો માત્ર ૧૬ જ હતી. મિઝોરમે અત્યાર સુંધીમાં માત્ર બે મહિલા મંત્રીઓ જ જોયા છે.
રાજકીય વિશ્લેષક એચ. લાલઝૂટલુયંગાએ જણાવ્યું કે, સૌ પહેલા તો, મિઝોરમનું રાજરકારણ પુરુષપ્રધાન રહ્યું છે. ચર્ચમાં પણ મહિલાઓનું પ્રતિનિધિત્વ ઓછુ છે. આથી, સામાજિક ક્ષેત્રે મહિલાનું પ્રદાન વધારે છે પણ રાજકીય ક્ષેત્રે ઓછુ છે, નહિવત છે”.
મિઝોરમમાં કોંગ્રેસને હરાવીને મિઝો નેશનલ ફ્રન્ટે સત્તા મેળવી છે. આ પક્ષની એક પણ મહિલા ઉમેદવાર ચૂંટણી જીતી નહી. એક મહિલા મતદારે જણાવ્યું કે, અમારો સમાજ પુરુષ પ્રધાન હોવાને કારણે કદાચ આવુ હશે. સમાજમાં મહિલાઓ કરતા પુરુષોને વધારે મહત્વ આપવામાં આવે છે. ખાસ કરીને, ગામડાઓમાં મહિલાઓ માત્ર ઘરકામ જ કરે એવી માન્યતા પ્રવર્તે છે.

Related posts

વારાણસી સિટી ૧૦૦ સ્માર્ટ સિટીમાં પાચ પોઈન્ટ નીચે આવી ગયુ

editor

विभिन्न मुद्दो से ध्यान भटका रही हैं सरकारः राहुल गांधी

aapnugujarat

કરુણાનિધિના નિધન બાદ અલાગિરી-સ્ટાલિન વચ્ચે લડાઈ શરુ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1