Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પીએનબી ફ્રોડ : મેહુલ ચોક્સી સામે રેડકોર્નર નોટિસ જારી

ફરાર ઉદ્યોગપતિ મેહુલ ચોક્સી સામે ઇન્ટરપોલે રેડકોર્નર નોટિસ જારી કરી દીધી છે. પોતાના ભત્રીજા નિરવ મોદી સાથે મળીને ૧૩૦ અબજ રૂપિયાની કિંમતની પંજાબ નેશનલ બેંક સાથે છેતરપિંડીના મામલામાં મેહુલ ચોક્સી આરોપી તરીકે છે. મેહુલ ચોક્સી આ વર્ષે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ભારતમાંથી ફરાર થઇ ગયા હતા. મેહુલ ચોક્સી અને તેમની કંપનીઓએ ૭૦ અબજ રૂપિયાની બેંક સાથે છેતરપિંડી કરી હતી. મેહુલ ચોક્સીએ એન્ટીગુવાની નાગરિકતા હાંસલ કરી લીધી છે. તેઓએ આરસીએમની માંગ કરીને સીબીઆઈની અવધિની સામે રજૂઆત પણ કરી છે. ઇન્ટરપોલ દ્વારા મેહુલ ચોક્સી સામે સીબીઆઈની અપીલના આધાર પર રેડકોર્નર નોટિસ જારી કરી દીધી છે. સીબીઆઈના પ્રવક્તા અભિષેક દયાલે આજે આ મુજબની વાત કરી હતી. ચોક્સીએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, તેમની સામે રહેલા કેસ રાજકીય કાવતરાના પરિણામ સ્વરુપે છે. સુત્રોએ કહ્યું છે કે, ભારતમાં જેલની સ્થિતિ જેવા મુદ્દાઓને લઇને પણ સંતોષજનક જવાબો મોકલ્યા છે. પોતાની પર્સનલ સુરક્ષા અને આરોગ્યને લઇને પ્રશ્નો ઉઠાવ્યા છે. સુત્રોએ કહ્યું છે કે, આ મામલો પાંચ સભ્યોની ઇન્ટરપોલની કમિટિ સમક્ષ ઉઠાવવામાં આવ્યો હતો. રેડકોર્નર નોટિસ એક પ્રકારની ફરાર અપરાધી માટે ધરપકડ વોરંટ તરીકે છે. જેના ભાગરુપે ઇન્ટરપોલ સભ્ય દેશોને આરોપીની ધરપકડ કરવા માટે અપીલ કરે છે. પંજાબ નેશનલ બેંક સાથે વ્યાપક છેતરપિંડી કરવામાં આવી હતી. ફોરેન લેટર્સ ઓફ ક્રેડિટ અને લેટર્સ ઓફ અન્ડરટેકિંગના ભાગરુપે છેતરપિંડી કરવામાં આવી હતી. સીબીઆઈએ બે ચાર્જશીટ આ કૌભાંડમાં બંને સામે જારી કરી છે જેના ભાગરુપે નિરવ મોદી અને ચોક્સી બંનેનો સમાવેશ થાય છે. ચાર્જશીટમાં સીબીઆઈએ ૭૦.૮ અબજ રૂપિયાની છેતરપિંડી કરવાનો આક્ષેપ કર્યો છે. દેશના સૌથી મોટા બેંકિંગ કૌભાંડ પૈકીના એક તરીકે આને ગણવામાં આવે છે. નિરવ મોદીએ ૬૦ અબજ રૂપિયાની ઉપાપત કરી હતી. ચોક્સીની કંપનીઓને ૫૦ અબજ રૂપિયાના ડિફોલ્ટના મામલામાં પણ તકલીફ પડી રહી છે. સીબીઆઈ આ મામલામાં પણ તપાસ કરી રહી છે. ચોક્સીની કંપનીઓ સામે વધારાની લોન ડિફોલ્ટ કેસના મામલે ઉંડી તપાસનો દોર ચાલી રહ્યો છે. એવો આક્ષેપ કરાયો છે કે, નિરવ મોદી અને ચોક્સીએ વારંવાર એલઓયુ અને લેટર્સ ઓફ ક્રેડિટ મારફતે તેમને આપવામાં આવેલી ગેરંટીનો ઉપયોગ કરીને ભારતીય બેંકોની જુદી જુદી શાખાઓ પાસેથી જંગી નાણાં મેળવી લીધા હતા. એલઓયુ ભારતીય બેંકોને જારી કરવામાં આવતી એક બાંહેધરી તરીકે હોય છે. અરજીદારને ટુંકાગાળાની ક્રેડિટ આપવા માટે આમા કહેવામાં આવે છે. મેહુલ ચોક્સી અને નિરવ મોદી ઉપર દિનપ્રતિદિન હવે સકંજો ધુ મજબૂત કરવામાં આવી રહ્યો છે. ફંડ ટ્રાન્સફર કરવા માટેના આદેશો બેંક કર્મચારીઓ દ્વારા જારી કરવામાં આવ્યા હતા. બેંકિંગ સિસ્ટમ સ્વિફ્ટ માટે ઇન્ટરનેશનલ મેસેજિંગ સિસ્ટમનો ઉપયોગ કરીને ગોકુલનાથ શેટ્ટી દ્વારા ફંડ ટ્રાન્સફર માટેના આદેશ જારી કરવામાં આવ્યા હતા. ઇન્ટરપોલ દ્વારા મેહુલ ચોક્સી સામે રેડ કોર્નર નોટિસ જારી કરતા તેમની ધરપકડ માટેનો માર્ગ મોકળો થઇ રહ્યો છે.

Related posts

ચીન સાથેનો વેપાર બંધ કરવામાં આવે : કેજરીવાલ

aapnugujarat

જયરામ ઠાકુરની હિમાચલના મુખ્યમંત્રી તરીકે તાજપોશી

aapnugujarat

રામગઢ હત્યાકાંડ મામલે ભાજપ નેતા નિત્યાનંદની ધરપકડ કરાઇ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1