Aapnu Gujarat
રમતગમત

આજથી પર્થમાં ભારત – ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચોની શ્રેણીની બીજી ટેસ્ટ મેચ આવતીકાલથી પર્થ ખાતે શરૂ થઇ રહી છે. પર્થની વિકેટ ઝડપી બોલર માટે વધારે આદર્શ હોવાથી ભારતીય બેટ્‌સમેનોની આ વિકેટ પર આકરી કસોટી થઇ શકે છે. પ્રથમ ટેસ્ટ મેચ એડીલેડ ખાતે જીતી લીધા બાદ ભારતીય ખેલાડીઓનો નૈતિક જુસ્સો હવે આસમાન પર છે. પ્રથમ ટેસ્ટમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી તેમની ક્ષમતા મુજબ દેખાવ કરી શક્યા ન હતા. જેથી હવે આ બંને સ્ટાર ખેલાડીઓ પર નજર રહેશે. બંને ટીમોમાં અંતિમ ઇલેવનમાં ફેરફાર કરવામાં આવે તેવી વકી છે. એડિલેડ ઓવલ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ જીતીને પ્રવાસી ભારતીય ટીમે ઇતિહાસ સર્જયો હતો. ભારતીય ટીમે ઇતિહાસ સર્જીને ઓસ્ટ્રેલિયા પર ૩૧ રને જીત મેળવી લીધી હતી. ઓસ્ટ્રેલિયાને જીતવા માટે ૩૨૩ રનની જરૂર હતી. જો કે ઓસ્ટ્રેલિયાની ટીમ ૨૯૧ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. આની સાથે જ ભારતની જીત થઇ હતી. ભારતીય ટીમે હવે યજમાન ઓસ્ટ્રેલિયા પર ૧-૦ની લીડ ચાર ટેસ્ટ મેચોની શ્રેણીમાં મેળવી લીધી છે. ભારતીય ટીમમાં અનેક સ્ટાર ખેલાડી હોવા છતાં ઓસ્ટ્રેલિયાની વિકેટ પર તેમની કસોટી થશે. ઓસ્ટ્રેલિયા ઘરઆંગણે હોટફેવરીટ ખેલાડી તરીકે છે. ઇતિહાસ પર નજર કરવામાં આવે તો તે ફેવરીટ છે. જો કે ભારત માટે સારી બાબત એ છે કે ઓસ્ટ્રેલિયાના બે ધરખમ ખેલાડી સ્ટીવ સ્મીથ અને ડેવિડ વોર્નર પ્રતિબંધના કારણે હાલમાં ટીમની બહાર છે. ફિન્ચ અને ખ્વાજા પ્રથમ ટેસ્ટ મેચમાં નિષ્ફળ રહ્યા હતા. જો કે પર્થ ટેસ્ટ મેચમાં ભારતને સાવધાન રહેવાની જરૂર પડશે.ભારતીય ટીમ પર્થની વિકેટ પર પાંચ ઝડપી બોલરની રણનિતી સાથે મેદાનમાં ઉતરનાર છે. જેમાં શામી, ઇશાંત શર્મા અને જશપ્રીત બુમરાહ ટીમમાં ઝડપી બોલિંગની જવાબદારી સંભાળનાર છે. ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ૪૫ ટેસ્ટ મેચો પૈકી ભારતે માત્ર છ ટેસ્ટ મેચ જીતી છે. વર્ષ ૨૦૦૩-૦૪માં રાહુલ દ્રવિડના કારણે ટીમ ઇન્ડિયાને જીત મળી હતી. મેચને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. પ્રથમ ટેસ્ટ મેચ ગુમાવી દીધા બાદ યજમાન ઓસ્ટ્રેલિયા પર વધારે દબાણ આવી ગયુ છે. પૂર્વ સ્ટાર ખેલાડી રિકી પોન્ટિંગ કહી ચુક્યો છે કે ઓસ્ટ્રેલિયાની તક રહેલી છે.જો કે ભારતીય ખેલાડીઓના ફોર્મને જોતા ઓસ્ટ્રેલિયા માટે આ શ્રેણી બચાવવી ખુબ જ મુશ્કેેલ છે.

અશ્વિન-રોહિત શર્મા રમશે નહીં
ઓસ્ટ્રેલિયન કેપ્ટન ટીમ પેને ભારતની સામે બીજી ટેસ્ટ મેચની પૂર્વ સંધ્યા ઉપર આજે કહ્યું હતું કે, પીચ ઝડપી બોલરોને મદદ કરશે. પર્થ ટેસ્ટ મેચમાં ટોસ ગુમાવવાની બાબત સારી રહેશે તેમ ટીમ પેન માને છે. તેનું કહેવું છે કે, ભારતની પાસે મજબૂતી છે. પર્થમાં કેટલાક નવા ખેલાડી અમારી સામે આવનાર છે. એડિલેડમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતની જીત થઇ હતી. પેને પર્થમાં રમાનારી ટેસ્ટ મેચ પહેલા આજે કહ્યું હતું કે, ટોસ ગુમાવવાની બાબત ઉપયોગી રહેશે. સવારે જ ક્યુરેટર સાથે વાત કરી હતી. પીચ ખુબ ખરાબ દેખાઈ રહી નથી. અહીં વનડે અને ટી-૨૦ મેચો રમાઈ ચુકી છે પરંતુ ટેસ્ટ મેચ માટે સ્થિતિ જુદી પ્રકારની છે. પેનનું કહેવું છે કે, ટોસ આમા વધારે ઉપયોગી સાબિત થશે નહીં. ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે આ ટેસ્ટ મેચ પહેલા કહ્યું હતું કે, ઓસ્ટ્રેલિયન ટીમે ઇલેવનમાં કોઇ ફેરફાર કરવા જોઇએ નહીં અને આ બાબતની નોંધ લઇને ઓસ્ટ્રેલિયાએ કોઇ ફેરફાર કર્યા નથી. પેને કહ્યું છે કે, ભારત ઝડપી બોલરો સાથે મેદાનમાં ઉતરશે. ઓસ્ટ્રેલિયન ટીમ પણ આ વખતે જોરદાર દેખાવ કરવા ઉત્સુક છે. ખેલાડીઓ ઇજાગ્રસ્ત થવાથી ભારતે ટીમમાં કેટલાક ફેરફાર કર્યા છે. આ મેદાન ઉપર સંયુક્તરીતે સારો દેખાવ કરવો પડશે. ભારતીય ટીમ ૨-૦ની લીડ મેળવવાના પ્રયાસમાં રહેશે. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયન પહેલા બોલથી જ પ્રભુત્વ જમાવવાની લડત ચલાવવી પડશે. બીજી બાજુ ભારતીય ટીમને મોટો ફટકો પડી ગયો છે. રોહિત શર્મા અને અશ્વિનને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે. ભારતીય ૧૩ સભ્યોની ટીમમાં રવિન્દ્ર જાડેજા, ઉમેશ યાદવ, ભુવનેશ્વર કુમારનો સમાવેશ કરવામાં આવ્યો છે. એડિલેડ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમનો દેખાવ જોરદાર રહ્યો હતો. પૃથ્વી હજુ સુધી સ્વસ્થ થયો નથી. આવી સ્થિતિમાં તે પણ આ ટેસ્ટ મેચમાં રમનાર નથી.

Related posts

શ્રેયસ ઐયરે ૩ મહિના બાદ પ્રેક્ટિસ શરૂ કરી

editor

थाईलैंड ओपन : भारत के 5 मुक्केबाजों ने फाइनल में पुहंचकर पक्के किए पदक

aapnugujarat

ઇન્ડિયા ઓપનમાં સાયના, સંધુ હોટ ફેવરિટ તરીકે હશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1