Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

જયરામ ઠાકુરની હિમાચલના મુખ્યમંત્રી તરીકે તાજપોશી

જયરામ ઠાકુરે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તેમની સાથે ૧૧ નવા મંત્રીઓએ પણ શપથ લીધા હતા. ઐતિહાસિક રીઝ મેદાનમાં આયોજિત શપથવિધિ કાર્યક્રમમાં તમામ મંત્રીઓને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. ખીચોખીચ ભરેલા રીઝ મેદાનમાં મુખ્યમંત્રી ઉપરાંત મહેન્દ્રસિંહ ઠાકુર, કિશન કપૂર, સુરેશ ભારદ્વાજ, અનિલ શર્મા, સર્વિન ચૌધરી, રામલાલ માંકડ, વિપીનસિંહ પરમાર, વિરેન્દ્ર કંવર, વિક્રમસિંહ, ગોવિંદસિંહ અને રાજીવ સહજલને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા.
સર્વિન ચૌધરી હિમાચલ પ્રદેશના એક માત્ર મહિલા પ્રધાન છે. સુરેશ ભારદ્વાજ અને ગોવિંદસિંહે સંસ્કૃત ભાષામાં શપથ લીધા હતા. શપથ લેતા પહેલા ઠાકુરે કહ્યુ હતુ કે તેમની સરકાર લોકોની તમામ અપેક્ષાને પૂર્ણ કરવા માટે પ્રયાસ કરશે. કોઇ પણ મુખ્યપ્રધાનના શપથવિધીમાં આટલી જંગી વ્યવસ્થા અગાઉ કરવામાં આવી ન હતી.
હિમાચલ પ્રદેશમાં આગામી મુખ્યમંત્રી કોણ બનશે તેને લઇને છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી તમામ અટકળોનો ૨૪મીએ અંત આવી ગયો હતો. હિમાચલ પ્રદેશમાં ધારાસભ્યોની રવિવારે બેઠક યોજાઈ હતી જેમાં જયરામ ઠાકુરના નામ ઉપર મંજુરીની મહોર મારવામાં આવી હતી. આની સાથે જ જયરામ ઠાકુરના હિમાચલ પ્રદેશના ૧૩માં મુખ્યમંત્રી બનવા માટેનો માર્ગ મોકળો થયો હતો.૧૮મી ડિસેમ્બરના દિવસે હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદથી નવા મુખ્યમંત્રીને લઇને અટકળોનો દોર ચાલી રહ્યો હતો. અસમંજસની સ્થિતિ બનેલી હતી. કારણ પૂર્વ મુખ્યમંત્રી અને મુખ્યમંત્રીપદના દાવેદાર પ્રેમકુમાર ધુમલ ચૂંટણી હારી ગયા હતા. ત્યારબાદથી જેપી નડ્ડા અને પાંચ વખતના ધારાસભ્ય જયરામ ઠાકુરના નામ સપાટી ઉપર આવી રહ્યા હતા. એમ માનવામાં આવી રહ્યું હતું કે, જેપી નડ્ડાને મુખ્યમંત્રી અને ઠાકુરને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે પરંતુ અંતે જયરામ ઠાકુરના નામ ઉપર મંજુરીની મહોર લાગી હતી. જયરામ ઠાકુર કુશળ કાર્યકર્તા પણ છે. પોતાના હરીફોને પાંચમી વખત હાર આપીને વિધાનસભા પહોંચ્યા છે.રાજ્યના મંડી જિલ્લામાંથી ઠાકુર પ્રથમ મુખ્યમંત્રી બન્યા છે. ઠાકુરની તરફેણનો નિર્ણય ભાજપ ધારાસભ્યોની બેઠકમાં લેવાયો હતો. લાંબી ચર્ચા ચાલી હતી. નિર્મલા સીતારામન અને નરેન્દ્રસિંહ તોમર ખાત ઉપસ્થિત રહ્યા હતા.
હાલમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપે ૪૪ બેઠકો જીતીને સપાટો બોલાવ્યો હતો. જયરામ ઠાકુર જુદા જુદા હોદ્દા પર કામ કરી ચુક્યા છે. તેઓ હિમાચલ પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકે રહી ચુક્યા છે. ૫૨ વર્ષીય ઠાકુર હિમાચલમાં ભાજપની પૂર્વ સરકારમાં મંત્રી પણ રહી ચુક્યા છે.
ઠાકુર મંડી વિધાનસભા બેઠક પરથી સતત ચૂંટાતા રહ્યા છે. સંગઠનથી લઇને સામાન્ય પ્રજા સુધી તેમની સારીએવી લોકપ્રિયતા છે. નવી સરકાર સામે કેટલાક પડકારો ચોક્કસપણે છે.
કેબિનેટમાં છ નવા ચહેરાઓ સામેલ કરવામાં આવ્યા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તમામને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. કેબિનેટ હવે પૂર્ણ થઇ ગઇ છે. કારણ કે, તમામ ૧૨ જગ્યાઓ ભરી દેવામાં આવી છે.
બે ધારાસભ્યોને સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર તરીકે સામેલ કરવામાં આવશે. રાજીવ બિંદલ રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ તરીકે રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, શપથવિધિ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ, નાણામંત્રી અરુણ જેટલી સહિત કેન્દ્રીય મંત્રીઓ, ભાજપ શાસિત રાજ્યોના ૧૮ મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતા. નીતિન ગડકરી, અરુણ જેટલી, રામવિલાસ પાસવાન અને અન્યો ઉપસ્થિત રહ્યા હતા. શપથવિધિમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ પહોંચ્યા હતા. વિજય રૂપાણીએ પોતે ગઇકાલે મંગળવારના દિવસે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ઠાકુરની સાથે સાથે અન્ય પ્રધાનોએ પણ વિધિવતરીતે શપથ લીધા હતા. ઠાકુર ૨૦૦૯થી ૨૦૧૨ દરમિયાન પ્રધાન તરીકે રહી ચુક્યા છે. ૨૦૦૬થી ૨૦૦૯ દરમિયાન અન્ય જવાબદારી પણ સંભાળી ચુક્યા છે. ભાજપે ૬૮ બેઠકો પૈકી ૪૪માં જીત મેળવી હતી. મંડીમાંથી હજારોની સંખ્યામાં લોકો પહોંચ્યા હતા.

Related posts

મુલાયમસિંહની ઉંમર થઇ ગઇ,તેમને ખબર નથી રહેતી કે શું બોલે છે : રાબડી દેવી

aapnugujarat

કમલનાથ હવે ભ્રષ્ટનાથ બની ગયા : મોદી

aapnugujarat

प्रज्ञा को रक्षा मंत्रालय की समिति से हटाया गया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1