Aapnu Gujarat
રાષ્ટ્રીય

રામગઢ હત્યાકાંડ મામલે ભાજપ નેતા નિત્યાનંદની ધરપકડ કરાઇ

ગૌરક્ષાના નામે દેશમાં ગુંડાગીર્દી સતત વધતી જઈ રહી છે ત્યારે ઝારખંડ હત્યાકાંડ મામલની ચૌકાવનારી વિગતો સામે આવી છે.ઝારખંડમાં હત્યાકાંડ મામલામાં ભાજપનું કનેક્શન સામે આવ્યું છે.યુવાનની હત્યામાં ભાજપના નેતાની ધરપકડ પણ કરાઈ છે.રામગઢમાં બીફની શંકાના આધારે માર્યા ગયેલા યુવકની હત્યામાં પાછળ ભાજપ કનેક્શન સામે આવ્યું છે. યુવાનની ઢોરમાર મારી કરાયેલી હત્યાના કેસમાં પોલીસે ભાજપ નેતા અને રામગઢના મીડિયા પ્રભારી નિત્યાનંદ મહતોની ધરપકડ કરી છે.આ કેસમાં અત્યાર સુધીમાં ત્રણ લોકોની ધરપકડ કરાઈ છે.નિત્યાનંદ ભાજપ નેતા હોવાની સાથે સાથે છોટૂ ગૌ રક્ષા સમિતિ સાથે પણ જાડાયેલા છે.પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, વાઈરલ વીડિયોમાં ત્રણ વ્યક્તિઓ સ્પષ્ટ જોવા મળી રહ્યા છે. જે માર્યા ગયેલા શખ્સ અલીમુદ્દીનને માર મારી રહ્યા હતા.મહત્વનું છે કે ભાજપના જ સૂત્રોએ મહતો તેની સાથે કામ કરતો હોવાની માહિતી આપી છે.મહત્વનું છે કે, નિત્યાનંદ મહતો પોતે નિર્દોશ હોવાનું જણાવી રહ્યા છે. મહતોનું કહેવું છે કે, તે ઘટનાસ્થળ પર ઘણા સમય બાદ પહોંત્યો હતો. વિસ્તારમાં આટલી ભીડ કેમ ભેગી થઈ રહી છે તે જોવા માટે ઘટના સ્થળ પર ગયો હતો. સમગ્ર ઘટના અંગે જો વાત કરવામાં આવે તો. ૨૯ જુનના રામગઢમાં લોકોના ટોળાએ વેપારી અલીમુદ્દીનની ઢોરમાર મારી હત્યા કરી હતી.અલીમુદ્દીન પોતાની વેનમાં માસ લઈને જઈ રહ્યો હતો. જે દરમિયાન લોકોએ વેનમાં બીફ હોવાની આશંકામાં તેને પકડી લીધો હતો. જે બાદ લોકોએ પહેલા તેની ગાડીને આગ લગાવી હતી. અને ત્યાર બાદ અલીમુદ્દીનને ઢોર મારમારી મોતને ઘાટ ઉતારી દીધો હતો.મહત્વનું છે કે, ૨૯ જુનના પ્રધાનમંત્રી મોદી એક તરફ ગુજરાતમાં ગૌરક્ષરોના ટોળાને અલ્ટીમેટમ આપે છે. જ્યારે બીજી તરફ આ જ દિવસે ગૌરક્ષાના નામે એક યુવાનની જાહેરમાં હત્યા કરાય છે. અને તે પણ ભાજપના નેતાઓના હાથ નીચે.

Related posts

TMC विधायक विल्सन सहित 10 सदस्य भाजपा में शामिल

aapnugujarat

बिहार में बाढ़ का कहर

editor

गोरखपुर हादसे में डॉक्टर मसीहा बना : ऑक्सिजन सिलिन्डर के लिए रातभर इंतजाम किए

aapnugujarat

Leave a Comment

UA-96247877-1