Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મોદી ઈન્સ્ટાગ્રામ પર સૌથી લોકપ્રિય નેતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્તમાનમાં ઈન્સ્ટાગ્રામ પર સમગ્ર દુનિયામાં સૌથી વઘારે ફોલો કરવામાં આવતા નેતા બની ગયા છે. આ ફોટો શેરિંગ એપમાં પીએમ મોદીના કુલ ૧૫.૫ મિલિયન ફોલઅર્સ છે. નોંધનીય છે કે, આ લિસ્ટ ટિપ્લોમેસી દ્વારા જાહેર કરવામાં આવી છે. આ રિપોર્ટમાં ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો બીજા નંબરે છે. તેમના ૧૪ મિલિયન ફોલોઅર્સ છે. રિપોર્ટમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ત્રીજા નંબરે છે. તેમના ૧૦.૯ મિલિયન ફોલોઅર્સ છે.
વર્ષ ૨૦૧૭માં ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી અને બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માના લગ્ન સમયે વડાપ્રધાન સાથેની મુલાકાતની તસવીરને સૌથી વધુ લાઈક અને કમેન્ટ્‌સ મળી છે. હાલ આ તસવીર પર ૧૮,૫૮,૮૩૮ લાઈક અને ૧૦.૭ હજાર કમેન્ટ્‌સ મળી છે. આ તસવીર ૨૦ ડિસેમ્બર ૨૦૧૭માં પોસ્ટ કરવામાં આવી હતી.
આ ઉપરાંત વડાપ્રધાને વર્લ્ડ ઈકોનોમિક ફોરમ સમયે દેવોસમાં બરફમાં ઉભી રહેલી તસવીર બીજી સૌથી પસંદગીની તસવીર બની છે. આ તસવીરને ૧૬,૩૫,૯૭૮ લાઈક્સ અને ૧૩,૫૩૪ કમેન્ટ્‌સ મળી છે.

Related posts

ગુજરાતભરમાં હનુમાન જયંતિ પર્વની ભારે હર્ષોલ્લાસની સાથે ઉજવણી

aapnugujarat

जगन मोहन रेड्डी-केसीआर के बेटे केटीआर की हुई मुलाकात

aapnugujarat

નીતિશ દગાબાજ હોવાનો ઇતિહાસ સાક્ષી છે : તેજસ્વી

editor

Leave a Comment

UA-96247877-1