Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ઉત્તર કોરિયાએ મુખ્ય લાંબા અંતરની મિસાઈલોના બેઝનું વિસ્તરણ કર્યું

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન વચ્ચેની જૂનમાં યોજાયેલી મુલાકાત તાજેતરની સૌથી ચર્ચિત મુલાકાતોમાંથી એક હતી. આ બેઠકમાં કિમ જોંગ ઉને પોતાના પરમાણુ અને મિસાઈલ કાર્યક્રમો પર રોક લગાવવા માટે સંમતિ વ્યક્ત કરી હતી. પરંતુ સેટેલાઈટ તસવીરોથી ખુલાસો થયો છે કે ઉત્તર કોરિયા પોતાની મુખ્ય લાંબા અંતરની મિસાઈલોના બેઝનું વિસ્તરણ કરી રહ્યું છે.
સેટેલાઈટ તસવીરોને ટાંકીને આના સંદર્ભે દાવો કરાયો છે. ટ્રમ્પ અને કિમે આ વર્ષે જૂનમાં સિંગાપુરમાં મુલાકાત કરી હતી. આ બેઠકમાં કોરિયન વિસ્તારમાં સંપૂર્ણ પરમાણુ નિશસ્ત્રીકરણ પર સંમતિ બની હતી. જો કે આને કેવી રીતે આગળ વધારવામાં આવે તેના સંદર્ભે સમજૂતીમાં વિશેષ વિવરણ આપવામાં આવ્યું ન હતું.
અહેવાલ મુજબ ઉત્તર કોરિયાએ પર્વતીય વિસ્તારમાં આવેલા પોતાના યેઓંગજેઓ-ડોંગ મિસાઈલ બેઝને અપગ્રેડ કર્યો છે અને નવા બેઝનું પણ નિર્માણ કર્યું છે. વિશેષજ્ઞોએ અમેરિકાના ન્યૂઝ નેટવર્ક સીએનએનને જણાવ્યુ છે કે મિસાઈલ બેઝનું લોકેશન ઉત્તર કોરિયાની નવી લાંબા અંતરની મિસાઈલો માટે બિલકુલ યોગ્ય છે. આમા પરમાણુ હથિયારોના વહનની ક્ષમતા ધરાવતી મિસાઈલો પણ સામેલ છે.
અમેરિકાના સંરક્ષણ મંત્રાલય પેન્ટાગને પોતાના નિવેદનમાં કહ્યુ છે કે તેઓ ઉત્તર કોરિયા પર ખૂબ ઝીણવટભરી નજર રાખી રહ્યા છે. પરંતુ તેઓ ઈન્ટેલિજન્સ ઈનપુટ્‌સની ચર્ચા કરી શકે નહીં. શનિવારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ૨૦૧૯ની શરૂઆતમાં કિમની સાથે બીજી બેઠકની આશા વ્યક્ત કરી હતી.

Related posts

સંયુક્ત રાષ્ટ્રના હેપ્પીનેસ રિપોર્ટમાં પાકિસ્તાને ભારતને પાછળ છોડ્યું

aapnugujarat

ટ્રમ્પની ૨૦૨૪માં પ્રેસિડેન્ટ પદની ચૂંટણી લડવા વિચારણા

aapnugujarat

અમેરિકાના બે જહાજો સાઉથ ચાઇના સી નજીક પસાર થતાં ચીન ભડક્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1