Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

હિન્દુ જ્ઞાનના મુદ્દે મોદીનો રાહુલને જવાબ : ભાજપનો વિજય નિશ્ચિત

રાજસ્થાન વિધાનસભાની ચુંટણી પહેલા એક રેલીને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાહુલ ગાંધી ઉપર આકરા પ્રહાર કર્યા હતા. હિન્દુ જ્ઞાન અંગે રાહુલ ગાંધીની ટિપ્પણીને લઈને મોદીએ વળતો જવાબ આપ્યો હતો. રાહુલ ગાંધીએ મોદીના હિન્દુત્વને લઈને જ્ઞાન અંગે હાલ પ્રશ્નો ઉઠાવ્યા હતા. રાહુલે કહ્યું હતું કે મોદી હિન્દુત્વની જડના સંદર્ભમાં કોઈ માહિતી ધરાવતા નથી. મોદી કેવા હિન્દુ છે આનો જવાબ આપતા આજે મોદીએ કહ્યું હતું કે હિન્દુત્વ હિમાલય કરતા પણ ઉંચા અને દરિયા કરતા પણ ઉંડા તરીકે છે. આને સમજવાની બાબત સરળ નથી. મોદીને હિન્દુત્વનું જ્ઞાન છે કે કેમ તે અંગે રાજસ્થાનના લોકો મત આપશે. આ વખતે પણ રાજસ્થાન કોંગ્રેસના જુઠ્ઠાણા તથા મુર્ખતાપૂર્વકના તર્કને સ્વીકાર કરનાર નથી. કોંગ્રેસ પર પ્રહાર કરતા મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી જુઠ્ઠાણા ફેલાવનાર એક યુનિવર્સિટી બની ગઈ છે જ્યાં પ્રવેશ કરતાની સાથે જ જુઠ્ઠાણા માટેની પીએચડીનો જન્મ શરૂ થઈ જાય છે જે વ્યક્તિ વધારે જુઠ્ઠાણા ફેલાવે છે તેને મોટા પદ આપી દેવામાં આવે છે. રાહુલ ઉપર પરોક્ષ રીતે પ્રહાર કરતા મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસના એક નેતા વિચારે છે કે જાતિ સમિકરણ ઉપર ધ્યાન આપીને મત મળી જાય છે. રાજનીતિમાં કંઈપણ કરવાની જરૂર રહેતી નથી. તેઓ વિચારે છે કે અહીં તો એક વખતે ભાજપ અને એક વખતે કોંગ્રેસને સત્તા મળે છે પરંતુ તેઓ ભુલી જાય છે કે આજ ધરતીએ ભૈરોસિંહ શેખાવતને બે બે વખત સરકાર બનાવવાની તક આપી હતી. રાહુલ ગાંધીએ હાલમાં કહ્યું હતું કે હિન્દુત્વનો અર્થ શું છે, ગીતા શું કહે છે તે જ્ઞાન દરેકની સાથે છે. જ્ઞાન આપની ચારે બાજુ છે. દરેક જીવિત ચીજોની પાસે જ્ઞાન છે. અમારા વડાપ્રધાન કહે છે કે તેઓ હિન્દુ છે પરંતુ હિન્દુત્વની જડના સંદર્ભમાં તેમની પાસે કોઈ માહિતી નથી. રાહુલ ઉપર પ્રહાર કરતા મોદીએ કહ્યું હતું કે વિતેલા વર્ષોમાં સંતોએ ક્યારેય પણ એવો દાવો કર્યો ન હતો કે હિન્દુ અને હિન્દુત્વને લઈને તેમની પાસે પુરતી માહિતી છે. આ એકલા વિશાળ પ્રમાણમાં છે કે આના પુરા જ્ઞાનને સમજવા માટે વ્યક્તિની વાત નથી. જ્ઞાનના આ ભંડાર તેમની પાસે છે. તેઓએ ક્યારેય આવો દાવો કર્યો નથી. પરંતુ અમારા નામદાર આ પ્રકારના દાવા કરી શકે છે. રામ ઉપર કોંગ્રેસને ઘેરતા મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએ સરકારે લેખિતમાં કહ્યું હતું કે ભગવાન રામનું કોઈ પ્રમાણ નથી. કોંગ્રેસે એમ પણ કહ્યું હતું કે આ એક કાલ્પનિક પાત્ર છે. હવે તેઓ તેમને પ્રશ્ન કરી રહ્યા છે કે મોદીને હિન્દુત્વનું જ્ઞાન નથી. રાજસ્થાનમાં મૂળભૂત પ્રશ્નોને ઉઠાવતા મોદીએ કહ્યું હતું કે શૌચાલય ન હોવાના કારણે અમારી માતાઓને વ્યાપક પીડા સહન કરવાની ફરજ પડતી હતી. અગાઉની સરકારો આ સંદર્ભમાં ક્યારેય વિચારતી ન હતી. આ અંગે તેઓ વિચારીને શૌચાલય બનાવવાની દિશામાં આગળ વધ્યા છે.
રાજસ્થાનમાં સરકારનો દાવો કરતા મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસના દરેક સપના દરેક રાજ્યમાં ચકનાચૂર થઈ ગયા છે. અહીં પણ એવી જ સ્થિતિ સર્જાશે. કોંગ્રેસ વાળા જાણે છે કે તેઓ સરકારમાં આવનાર નથી. આવી સ્થિતિમાં આડેધડ વચનો પણ આપે છે. જોધપુરના લોકોની પ્રશંસા કરતા કહ્યું હતું કે અહીંના લોકોની મીઠાશના કારણે કોઈપણ નારાજ હોઈ શકે નહીં. જોધપુરની મીઠાઈઓની સાથે સાથે અહીંની ભાષા પણ તમામનું ધ્યાન ખેંચે તે પ્રકારની છે.

Related posts

ટૂંક સમયમાં એસી બસ મુંબઇના રસ્તા પર દોડશે

aapnugujarat

नीतीश सरकार के पास पैसा नहीं है तो उन्होंने 15 साल क्या किया : तेजस्वी

editor

30 जून से संचालित होने वाली ट्रेनों में बुक हो सकेंगी तत्काल टिकट

editor

Leave a Comment

UA-96247877-1