Aapnu Gujarat
શિક્ષણ

વિરમગામ તાલુકાની ઇન્ડિયન પબ્લિક સ્કુલ ખાતે અનોખો એજ્યુકેશનલ ફેર યોજાયો

અમદાવાદ જીલ્લાના વિરમગામ તાલુકામાં આવેલ જાણીતી શૈક્ષણીકસંસ્થા ઇન્ડિયન પબ્લિક સ્કુલ (આઇપીએસ સ્કુલ) ખાતે એજ્યુકેશનલ ફેરનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ડીઝીટલ રૂમ, ટોય રૂમ, પ્લે રૂમ, ફીઝીકલ એજ્યુકેશન, ગુજરાતી હિન્દી ભાષા, બેન્કની કામગીરી, ઇગ્લીશ સંસ્કૃત ભાષા, સોસિયલ સાયન્સ, સાયન્સ, મેથ્સ દ્વારા વિદ્યાર્થીઓ તથા વાલીઓને વિગતવાર સમજ આપવામાં આવી હતી. આઇપીએસ સ્કુલ ખાતે આયોજિત એજ્યુકેશનલ ફેરની વિરમગામ પંથકની 25થી વધુ શાળાઓ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી અને અનોખા એજ્યુકેશનલ ફેરની મજા માણી હતી. આઇપીએસ સુકલ દ્વારા એજ્યુકેશનલ ફેર જોવા આવનારા વિદ્યાર્થીઓ માટે વાહન તથા અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી.
ઇન્ડિયન પબ્લિક સ્કુલ ખાતે આયોજીત એજ્યુકેશનલ ફેરમાં આકર્ષક પ્રવેશ દ્વાર અને કલાત્મક રંગોળી બનાવવામાં આવી હતી. ડિઝીલટ રૂમમાં વિદ્યાર્થીઓને ઓડીયો વિઝ્યુઅલ માધ્યમ દ્વારા શાળામાં કરવામાં આવતી વિવિધ પ્રવૃતિઓથી માહીતગાર કરવામાં આવ્યા હતા. ટોય રૂમમાં વિવિધ રમકડાઓનું નિદર્શન કરવામાં આવ્યુ હતુ. ફીઝીકલ એજ્યુકેશન રૂમમાં વિદ્યાર્થીઓને વિવિધ ચાર્ટ તથા પ્લે રૂમમાં રમત ગમતના સાધનો અંગે સમજ આપવામાં આવી હતી. ગુજરાતી હિન્દી ભાષાના રૂમમાં કવિ, લેખક તથા તેમની કૃતિઓ વિશે સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓને એજ્યુકેશનલ ફેરમાં બેન્કની કામગીરી જેવી કે પૈસાની લેવડ દેવડ, એટીએમ મશીનમાંથી પૈસા ઉપાડવા વિશે સમજ આપવામાં આવી હતી. વિજ્ઞાનના પ્રયોગો તથા ગણીતનું જ્ઞાન આપવામાં આવ્યુ હતુ. આઇપીએસ સ્કુલમાં એજ્યુકેશનલ ફેરે વિદ્યાર્થીમાં આકર્ષણ જમાવ્યુ હતુ. એજ્યુકેશનલ ફેરને સફળ બનાવવા માટે આઇપીએસ સ્કુલના સંચાલક, આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.

તસવીર- વંદના નીલકંઠ વાસુકિયા

Related posts

JNU में छात्र पढाई करने नहीं आते : स्वामी

aapnugujarat

અંગ્રેજી માધ્યમનું સૌથી વધુ ૯૦.૧૨ ટકા પરિણામ રહ્યું

aapnugujarat

રાજ્યની સ્કૂલોમાં ૩ મેથી ઉનાળુ વેકેશન

editor

Leave a Comment

UA-96247877-1