Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ડિસેમ્બરમાં ઘણાં દિવસ બેંક બંધ રહેશે

વર્ષનો છેલ્લો મહિનો એટલેકે ડિસેમ્બરમાં તહેવારો સિવાય બેંકોની હડતાળ પણ છે. જેને કારણે ડિસેમ્બરમાં ઘણાં દિવસ બેંક બંધ રહેશે. બેંક બંધ રહેવાથી ખાતાધારકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. એટીએમમાં રોકડની અછત હોઈ શકે છે, જેથી સાવચેતીના ભાગરૂપે તમે પહેલાથી જ રોકડ નિકાળીને તમારી પાસે રાખી શકો છો.આ દરમ્યાન ડિજીટલ ટ્રાન્ઝેક્શન દ્વારા પણ લેવડ-દેવડ કરી શકો છો. જો આ મહિને મુશ્કેલીઓથી બચવા ઈચ્છો છો તો બેંકથી સંબંધિત કામકાજ જેટલા જલ્દી થાય તેટલા પતાવી લો, તમારા માટે તેટલુ સારું રહેશે.
આવો જાણીએ, આ મહિને ક્યા-કયા દિવસે બેંક બંધ રહેશે.૨૨ અને ૨૩ ડિસેમ્બરઃ ૨૨ ડિસેમ્બરે ચોથો શનિવાર છે. દરેક મહિનાના બીજા અને ચોથા શનિવારે બેંકોમાં રજા હોય છે. જ્યારે ૨૩ ડિસેમ્બરે રવિવારે છે, જેને કારણે દર રવિવારની જેમ બેંક બંધ રહેશે.૨૫ ડિસેમ્બરઃ આ દિવસે ક્રિસમસનો તહેવાર છે, એટલે સ્વાભાવિક છે કે બેંક બંધ રહેશે. ૨૪ ડિસેમ્બરે બેંક ખુલ્લી રહેશે.૨૬ ડિસેમ્બરઃ આ દિવસે યૂનાઇટેડ ફોરમ ઑફ બેંક યૂનિયને (યૂએફબીઓ) બેંકોની હડતાળનું આહ્વાન કર્યુ છે. આ હડતાળ બેંક ઑફ બરોડા, દેના બેંક અને વિજયા બેંકના મર્જરના વિરોધમાં કરાઈ રહ્યો છે.

Related posts

હોઠ પર કીસ કરવી એ અકુદરતી ગુનો નથી : Bombay High Court

aapnugujarat

કલમ-૩૭૦ સમાપ્ત : પોલિટીકલ એક્ટિવિસ્ટ શેહલા રશીદ સુપ્રિમમાં પડકારશે

aapnugujarat

પાક.એરફોર્સના બે યુદ્ધ વિમાન LOC નજીક દેખાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1