Aapnu Gujarat
શિક્ષણ

અંગ્રેજી માધ્યમનું સૌથી વધુ ૯૦.૧૨ ટકા પરિણામ રહ્યું

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ ૨૦૧૮માં લેવામાં આવેલી ધોરણ-૧૦ બોર્ડની પરીક્ષાનુ પરિણામ આજે ભારે ઉત્સુકતા વચ્ચે જાહેર કરવામાં આવ્યુ હતું.ગુજરાતનુ પરિણામ ૬૭.૫૦ ટકા જાહેર કરવામાં આવ્યુ છે. આ વખતે પણ અંગ્રેજી માધ્યમનું પરિણામ ગુજરાતી માધ્યમ કરતા વધારે રહ્યું છે. અંગ્રેજી માધ્યમનું પરિણામ ૯૦.૧૨ ટકા રહ્યું છે જ્યારે ગુજરાતી માધ્યમનું પરિણામ ૬૫.૧૬ ટકા રહ્યું છે. આ વખતે અંગ્રેજી માધ્યમમાં નોંધાયેલા કુલ વિદ્યાર્થીઓની સંખ્યા પૈકી પાસ થયેલા વિદ્યાર્થીઓની ટકાવારી વધારી રહી છે. જ્યારે ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પાસની ટકાવારી અંગ્રેજી માધ્યમ કરતા ઓછી રહી છે. જાણકાર નિષ્ણાંતો પણ ગુજરાતી અને હિન્દી માધ્યમમાં પરિણામની ઘટતી જતી ટકાવારી અને સાથે સાથે વિદ્યાર્થીઓની ઓછી થતી જતી સંખ્યાને લઇને પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુજરાતમાં રહેતા વિદ્યાર્થીઓની ગુજરાતી ભાષા મજબુત રહે તેમ તમામ લોકો માની રહ્યા છે. બીજી બાજુ હિન્દી ભાષાને દેશમાં વધારે મહત્વ આપવામાં આવી રહ્યુ છે ત્યારે હિન્દી ભાષામાં વિદ્યાર્થીઓ ઘટી રહ્યા છે. આગામી દિવસોમાં હિન્દી અને ગુજરાતી માધ્યમને પ્રોત્સાહન આપવા માટે પગલા લેવામાં આવે તેવી શક્યતા છે.આજે પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ એકબાજુ વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છેત્યારે બીજી બાજુ જે વિદ્યાર્થીઓ નપાસ થયા છે તે વિદ્યાર્થીઓના વાલીઓમાં નિરાશા જોવા મળી હતી. અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ પરિણામને લઇને જોરદાર ઉત્સુકતા રહી હતી. ઉંચી ટકાવારી મેળવનાર વિદ્યાર્થીઓ ખુશ દેખાયા હતા. ગુજરાતી માધ્યમના ૭૦૪૭૩૭ વિદ્યાર્થીઓ નોંધાયા હતા જે પૈકી પરીક્ષામાં ૬૯૯૬૪૩ વિદ્યાર્થી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપસ્થિત રહેલા વિદ્યાર્થીઓ પૈકી પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા ૪૫૫૮૯૮ રહી છે અને પરિણામની ટકાવારી ૬૫.૧૬ ટકા રહી છે. આવી જ રીતે હિન્દી માધ્યમમાં નોંધાયેલા ૧૮૬૬૫ વિદ્યાર્થીઓ પૈકી ૧૮૫૭૦ વિદ્યાર્થી પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા અને પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા ૧૩૪૨૬ રહી છે અને પરિણામની ટકાવારી ૭૨.૩૦ રહી છે. જ્યારે અંગ્રેજી માધ્યમમાં ૬૬૭૬૯ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા જે પૈકી ૬૬૬૯૬ વિદ્યાર્થી પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા અને પાસ થયેલા ઉમેદવારોની સંખ્યા ૬૦૧૦૮ નોંધાઈ હતી. પરિણામની ટકાવારી ૯૦.૧૨ ટકા રહી છે. એકંદરે ગુજરાતી માધ્યમનું પરિણામ હિન્દી અને અંગ્રેજી માધ્યમ કરતા ઓછું રહ્યું છે જેની ચર્ચા આજે જોવા મળી હતી.

Related posts

नीट के परिणाम घोषित करने सुप्रीम कोर्ट ने दिया आदेश

aapnugujarat

મુખ્યમંત્રીએ બનાસકાંઠાથી રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કર્યો

aapnugujarat

પ્રાથમિક સ્કૂલોમાં ૧ હજાર શિક્ષકોની જગ્યાઓ ખાલી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1