Aapnu Gujarat
ગુજરાત

૭ ડિસેમ્બરે ગુજરાતમાં વસતા રાજસ્થાની મતદારોને રજા અપાશે

રાજસ્થાનમાં આગામી ૭ ડિસેમ્બરના રોજ વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. ત્યારે ગુજરાતમાં વસતા રાજસ્થાનના કર્મચારી-કામદારો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરીને ખાસ રજા આપવામા આવશે. રાજસ્થાન રાજ્યના રહેવાસી હોય અને નોકરી ધંધા માટે ગુજરાતમાં રહેતા હોય તેવા રાજસ્થાનના મતદારો મતદાનના દિવસે મતદાન કરી શકે તે માટે આ સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાત દુકાનો અને સંસ્થા અધિનિયમ ૧૯૪૮ની કલમ ૧૮(૧)(બ)(ક) હેઠળ સંસ્થાનિક સંસ્થાઓ, ગ્રામીણ, રાષ્ટ્રીયકૃત, ખાનગી અને સહકારી બેન્કો, રાજ્ય તથા કેન્દ્ર સરકારની આવશ્યક સેવાઓ અંગેની કેટલીક કચેરીઓ, રેલવે, ટેલીફોન-તાર અને પોસ્ટ જેવી કેટલીક કચેરીઓ, દુકાનો વાણિજ્ય સંસ્થાઓ, હોટલો, ઔદ્યોગિક એકમો, સરકારી હોસ્પિટલો, પોલીસ સ્ટેશનો, ફાયરબ્રીગેડ, અને આવશ્યક સેવાઓ આપતી અન્ય સંસ્થાઓ/કચેરીઓને ચૂંટણીના દિવસે અઠવાડિક રજાની બદલીમાં વૈકલ્પિક વ્યવસ્થા કરીને આવા કર્મચારીઓ તથા શ્રમયોગીઓને મતદાન માટે ખાસ રજા આપવા શ્રમ નિયામક, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

Related posts

નિવૃત્ત કર્મચારીએ સમયનો સદ્‌ઉપયોગ કરી અવનવી કૃતિઓનું સર્જન કર્યું

aapnugujarat

होमगार्ड के सस्पेंडेड सीनियर कमांडेंट के विरूद्ध शिकायत

aapnugujarat

મહિલા સશક્તિકરણ પર ભાર મૂકવાની સાથે મહિલાઓને સામાજિક ક્ષેત્રે નેતૃત્વ કરી આગળ ધપવાની હિમાયત કરતાં નર્મદા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ  વનીતાબેન વસાવા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1