Aapnu Gujarat
રમતગમત

મિતાલી જેવી અનુભવીને નૉકઆઉટ મૅચમાંથી ડ્રૉપ ન જ કરાય : ગાવસ્કર

ભૂતપૂર્વ કૅપ્ટન સુનીલ ગાવસકર ગઈ કાલે સિલેક્શનના વિવાદમાં મિતાલી રાજની પડખે આવ્યા હતા. ગાવસકરે એક મૅગેઝિનને કહ્યું હતું કે ‘મિતાલી જેવી અનુભવી ખેલાડીને કટોકટીની મૅચ વખતે ટીમની બહાર રખાય જ નહીં. ગાવસકરે જણાવ્યું હતું કે ‘મિતાલી સાથે જે કંઈ થયું એ બદલ મને દુઃખ થયું છે. તે ૨૦ વર્ષથી ભારતીય ક્રિકેટ સાથે જોડાયેલી છે અને હજીયે ઘણા રન કરે છે. તે વર્લ્ડ કપની શરૂઆતની બે મૅચમાં પ્લેયર ઑફ ધ મૅચનો પુરસ્કાર જીતી હતી. એક મૅચ (ઑસ્ટ્રે. સામે)માં તે ઈજાને લીધે નહોતી રમી, પરંતુ પછીથી ફિટ થઈ ગઈ હતી. આ જ સ્થિતિને પુરુષોની ક્રિકેટમાં રૂપાંતર કરો. જો વિરાટ એક મૅચમાં ઈજાને લીધે ન રમ્યો હોય અને પછી નૉકઆઉટ મૅચ માટે ફિટ થઈ જાય તો શું તેને ટીમની બહાર રાખશો ખરા? નૉકઆઉટ મૅચમાં શ્રેષ્ઠ ખેલાડીઓ તો હોવા જ જોઈએને! ભલે તમે વિનિંગ-કૉમ્બિનેશન જાળવી રાખવા માગતા હતા, પણ મિતાલી જેવી ખેલાડીને નૉકઆઉટ મૅચથી દૂર રખાય જ નહીં.’ કોચ રમેશ પોવારે આપેલા પ્રત્યાઘાતના મુદ્દે સનીએ કહ્યું હતું કે ‘પોવારને શું થઈ ગયું હતું એ વિશે હમણાં કહેવું મુશ્કેલ છે, પણ મિતાલીને પડતી મૂકવા વિશે જે કંઈ કારણ અપાયા છે એ ગળે ઉતરતા નથી.

Related posts

बांग्लादेश का श्रीलंका दौरा हुआ स्थगित

editor

पहले हम धोनी को देख चुके, अब पंड्या ने भी वही खेल दिखाया : लैंगर

editor

ન્યૂઝીલેન્ડે ટી-૨૦ વિશ્વકપ માટે ૧૫ સભ્યોની ટીમની જાહેરાત કરી

editor

Leave a Comment

UA-96247877-1