Aapnu Gujarat
મનોરંજન

કેટરિનામાં દંભ નથી : અનુષ્કા

મોખરાની અભિનેત્રી અનુષ્કા શર્માએ કહ્યું હતું કે કેટરિના કૈફમાં જરાય દેખાડા વૃત્તિ કે દંભ હોતાં નથી. એની સાથે કામ કરવામાં મને ઘણી મજા આવી. સુપર સ્ટાર શાહરુખ ખાનને ટેક્નોલોજીની મદદથી વહેંતિયા તરીકે રજૂ કરતી ડાયરેક્ટર આનંદ એલ રાયની ફિલ્મ ઝીરોમાં આ બંનેએ સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં અનુષ્કાએ સેરેબ્રિલ પાલ્સીનો શિકાર બનેલી આફિયાનો રોલ કર્યો છે. (સેરેબ્રલ પાલ્સી મગજનો એક રોગ છે જેમાં શરીર નિષ્ક્રીય જેવું થઇ જાય છે, વ્યક્તિનો પોતાના સ્નાયુઓ પર પણ કાબુ રહેતો નથી). અનુષ્કાએ કહ્યું કે આ પાત્ર ભજવવાનું મારા માટે ચેલેંજિંગ હતું. આ પાત્ર માટે મારે સખત મહેનત કરવી પડી. એ માટે મેં ડાયરેક્ટર આનંદ એલ રાય અને સ્ક્રીપ્ટ લેખક હિમાંશુ સાથે ઘણી બધી બેઠકો પણ યોજી હતી. અત્યાર અગાઉ જબ તક હૈ જાન ફિલ્મમાં પણ શાહરુખ ખાન સાથે આ બંને અભિનેત્રીઓ હતી. જો કે એ ફિલ્મ બોક્સ ઑફિસ પર ધાર્યો બિઝનેસ કરી શકી નહોતી. અનુષ્કાએ કહ્યું કે કેટરિના સાથે ઝીરો મારી બીજી ફિલ્મ છે. મેં જોયું કે એનામાં જરાય અહંકાર કે દેખાડાવૃત્તિ નથી. એ પરદા પર જેવી દેખાય છે એવી જ વાસ્તવ જીવનમાં પણ સરળ છે. એટલે એની સાથે કામ કરવામાં મને ખૂબ મજા પડી.

Related posts

कोलकाता में पूर्व मिस इंडिया के साथ छेडछाड

aapnugujarat

રિતિક અને કેટરીનાની જોડી ફરી એકવાર નજરે પડી શકે

aapnugujarat

કરદાશિયા દ્વારા ઇન્સ્ટાગ્રામ ઉપર ન્યુડ ફોટા પોસ્ટ કરાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1