Aapnu Gujarat
મનોરંજન

કરદાશિયા દ્વારા ઇન્સ્ટાગ્રામ ઉપર ન્યુડ ફોટા પોસ્ટ કરાયા

વિશ્વની સૌથી મોંઘી સેલિબ્રિટી અને સેક્સી સ્ટાર કિમ કરદાશિયાએ ફરી એકવાર ઇન્ટરનેટની દુનિયામાં હોબાળો મચાવ્યો છે. આ વખતે કિમે પોતાના ન્યુડ ફોટા પોસ્ટ કરીને ચર્ચા જગાવી છે. કરદાશિયાએ ઇન્સ્ટાગ્રામ પર ન્યુડ ફોટા પોસ્ટ કર્યા છે. ચાહકો પસંદ કરે કે ન કરે પરંતુ કિમ એક વાત સારી રીતે જાણે છે કે લોકપ્રિયતા કઇ રીતે હાંસલ કરવામાં આવી શકે છે. પબ્લિસિટી કઇ રીતે લઇ શકાય છે તે બાબત કિમ કરતા સારી રીતે કોઇ જાણી શકે તેમ નથી. હવે કિમે જે ન્યુડ ફોટો પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પર મુક્યા છે તેની ચર્ચા તેના ચાહકોમાં પણ જોવા મળી રહી છે. કિમ પ્રથમ વખત ન્યુડ થઇ નથી. તે અગાઉ પણ કેમરાની સામે ન્યુડ થઇ ચુકી છે. તે જ્યારે પણ આવા કોઇ ફોટો પોસ્ટ કરે છે ત્યારે લાખોની સંખ્યામાં લોકો દ્વારા પ્રતિક્રિયા જાણવા મળે છે. આ ફોટો પોસ્ટ કર્યા બાદ પણ તેને કેટલાક ચાહકો તરફથી તો નારાજગીનો સામનો પણ કરવાની ફરજ પડી રહી છે. કિમની ટિકા કરતા પીયર્સ મોર્ગને કહ્યુ છે કે હવે સમય આવી ગયો છે જ્યારે કિમ ફરી પોતાના વસ્ત્રો પહેરી લે. બેન્ટ મિડલરે મજાકના અંદાજમાં કહ્યુ છે કે જો કિમ ઇચ્છે છે કે અમે તેના શરીરના એવ હિસ્સાને નિહાળીએ જે પહેલા અમે નિહાળી શક્યા નથી તો તેને કેમેરા ગળી જવાની જરૂર છે. જો કે કેટલાક લોકો કિમના બચાવમાં પણ આગળ આવ્યા છે. યુવા મહિલાઓ માટે કિમ આજે પણ રોલ મોડલ તરીકે છે. કિમના ફોટોને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. કિમ વિશ્વની સૌથી મોંઘી સેલિબ્રિટી અને હસ્તી તરીકે છે. તેની લોકપ્રિયતા વિશ્વભરમાં રહેલી છે. તે જુદા જુદા કારણોસર હમેંશા ચર્ચામાં રહે છે. પોતાની સેક્સી ફિગરના કારણે તેની ચર્ચા સૌથી વધારે રહે છે.

Related posts

અર્જુન કપુરના હાથમાં નવી મોટી ફિલ્મો હાથ લાગી

aapnugujarat

શ્રીદેવીના મોત મુદ્દે તપાસની માંગ કરતી અરજી સુપ્રીમ કોર્ટે રદ્દ કરી

aapnugujarat

દીપિકા લેડી ડોનની ભૂમિકા અદા કરશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1