Aapnu Gujarat
મનોરંજન

અર્જુન કપુરના હાથમાં નવી મોટી ફિલ્મો હાથ લાગી

અર્જુન કપુર નિર્દેશક રાજકુમાર ગુપ્તાની ફિલ્મ ઇન્ડિયાસ મોસ્ટ વોન્ટેડને લઇને ભારે આશાવાદી બનેલો છે. આ િ ફિલ્મ હવે ૨૫મી મેના દિવસે રજૂ કરવામાં આવનાર છે. ત્યારબાદ અર્જુન કપુરની ફિલ્મ પાનિપત ફિલ્મ રજૂ કરવામાં આવનાર છે. પાનિપત ફિલ્મ છઠ્ઠી ડિસેમ્બરના દિવસે રજૂ કરવામાં આવનાર છે. આ ફિલ્મમાં પણ તેની જોરદાર ભૂમિકા છે. અર્જુન કપુર આ ફિલ્મને લઇને ભારે આશાવાદી દેખાઇ રહ્યો છે. યુવા પેઢીના લોકપ્રિય સ્ટાર અર્જુન કપુરે પોતે ટ્‌વીટ કરીને આ અંગે માહિતી આપી છે. અર્જુન કપુરે કહ્યુ છે કે આ ફિલ્મના હિસ્સા તરીકે રહીને તે ખુબ જ ખુશ છે. તેનુ કહેવુ છે કે આ ફિલ્મની પટકથા દેશના લોકોને પ્રેરણા આપશે. અર્જુન કપુર ફિલ્મમાં મુખ્ય રોલ કરનાર છે. અર્જુને સાથે એક ફિલ્મ પોસ્ટર પર જારી કરીને તમામ લોકોની ઉત્સુકતાને વધારી દીધી છે. ફિલ્મના અન્ય કલાકારોના સંબંધમાં કોઇ વિગત જાહર કરવામાં આવી નથી. જાણકાર લોકોનુ કહેવુ છે કે એક પણ ગોળી ચલાવ્યા વગર મોસ્ટ વોન્ટેડ શખ્સને પકડી પાડવા માટેની આ પટકથા છે. અર્જુન કપુરે બોલિવુડમાં હજુ સુધી વધારે ફિલ્મો કરી નથી પરંતુ જે પણ ફિલ્મો કરી છે તે ફિલ્મોને ચાહકો પસંદ કરી રહ્યા છે. અર્જુન કપુરે પોતાની કેરિયરની શરૂઆત ઇશ્કજાદે સાથે કરી હતી. જેમાં પરિણિતી ચોપડા મુખ્ય અભિનેત્રી તરીકે હતી. ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા હાંસલ કરી ગઇ હતી. ત્યારબાદ ગુન્ડે નામની ફિલ્મમાં પણ તેની ભૂમિકાની પ્રશંસા થઇ હતી. આ ફિલ્મમાં તેની સાથે રણવીર સિંહ નજરે પડ્યો હતો. અર્જુન કપુર પોતાની નવી ફિલ્મમાં ભૂમિકા કેવા પ્રકારની રહેશે તે અંગે કોઇ વાત કરી રહ્યો નથી.

Related posts

સુશાંતના પિતાએ આ એક્ટ્રેસ પર લગાવ્યા ચોંકાવનારા આરોપ, કહ્યું ૧૭ કરોડ મારા દિકરાના…

editor

સોનમ કપૂરે દિલ્હીનાં બિઝનેસમેન આનંદ આહુજા સાથે ધામધૂમથી લગ્ન કર્યાં

aapnugujarat

અથિયા શેટ્ટી મુબારકા ફિલ્મને લઇને વ્યસ્ત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1