Aapnu Gujarat
મનોરંજન

અથિયા શેટ્ટી મુબારકા ફિલ્મને લઇને વ્યસ્ત

રોમેન્ટિક કોમેડી ફિલ્મ મુબારકાને લઇને આશાસ્પદ સ્ટાર અને વિતેલા વર્ષોના લોકપ્રિય સ્ટાર સુનિલ શેટ્ટીની પુત્રી અથિયા શેટ્ટી વ્યસ્ત બનેલી છે. જો કે તેનુ કહેવુ છે કે તે આગામી સમયમાં એક્શન ફિલ્મમાં કામ કરવા માટે તૈયાર છે. હાલમાં રજૂ થયેલ નવી એડમાં તે એક બાઇકમાં નજરે પડી રહી છે. વિતેલા વર્ષોના સુપરસ્ટાર અભિનેતામાં સામેલ રહેલા સુનિલ શેટ્ટીની પુત્રી અથિયા શેટ્ટી પાસે હાલમા કોઇ મોટી ફિલ્મ આવી રહી નથી. અથિયા મુબારકામાં પીઢ અભિનેતા અનિલ કપુર, અર્જૂન કપુર અને ઇલિયાના ડી ક્રુઝની સાથે નજરે પડનાર છે. અનીસ બાજમી દ્વારા નિર્દેશિત આ ફિલ્મનુ શુટિંગ હવે પૂર્ણ થવા આવ્યુ છે. મોટા ભાગે ફિલ્મના નિર્માણ બાદના કામ પર તૈયારી ચાલી રહી છે. અનિલ કપુર લાંબા સમય બાદ ફિલ્મમાં નજરે પડનાર છે. આ ફિલ્મ ૨૮મી જુલાઇના દિવસે રજૂ કરવામાં આવનાર છે. સુનિલ શેટ્ટીની પુત્રી અથિયાએ નિકિલ અડવાણી દ્વારા નિર્દેશિત રોમેન્ટિક એક્શન ફિલ્મ હિરો સાથે બોલિવુડમાં પ્રવેશી હતી. વર્ષ ૨૦૧૫માં આ ફિલ્મ રજૂ કરવામાં આવી હતી. ફિલ્મમાં અભિનેત્રી તરીકે અથિયાની સાથે અભિંનેતા તરીકે ફિલ્મમાં સુરજ પંચોલીએ ભૂમિકા અદા કરી હતી. આ ફિલ્મ પીઢ ફિલ્મ નિર્માતા સુભાષ ઘાઇની વર્ષ ૧૯૮૩માં આવેલી ફિલ્મની રિમેક હતી.
વિતેલા વર્ષોની હિરો ફિલ્મમાં અભિનેતા તરીકેની ભૂમિકામાં જેકી શ્રોેફે ભૂમિકા અદા કરી હતી. અથિયાએ વિગત આપતા કહ્યુ છે કે એક કલાકાર હમેંશા કઇંક કઇંકને શિખે છે. તેમાં કુશળતા શિખવાની હોવી જોઇએ. દરેક બાબત પર તે વધારે ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. એક્ટિંગ અને ડાન્સિંગ કુશળતા હાલમાં તે વધારે રહી છે.

Related posts

‘દે દે પ્યાર દે’ને લઇ રકુલ પ્રિત આશાવાદી

aapnugujarat

પાકિસ્તાનના લોકોને શ્રીદેવીની ખોટ સાલશે : અદનાન સિદ્દિકી

aapnugujarat

ફિલ્મ ચાલબાજની રીમેકમાં આલિયા ભટ્ટ ડબલ રોલમાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1