Aapnu Gujarat
મનોરંજન

સાઇના નહેવાલની બાયોપિકમાં કામ કરવા શ્રદ્ધા કપુરે ટ્રેનિંગ લીધી

શ્રદ્ધા કપુર બોલિવુડમાં હવે આશાસ્પદ સ્ટાર તરીકે ઉભી રહી છે. તેની પાસે એકપછી એક સારી ફિલ્મો આવી રહી છે. હવે શ્રદ્ધા કપુર ઐતિહાસિક બાયોપિક ફિલ્મમાં સાઇના નહેવાલની ભૂમિકા અદા કરનાર છે. ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી સાઇના નહેવાલની લાઇફ પર ફિલ્મ બની રહી છે. તેની પાસેથી ખાસ ટ્રેનિંગ મેળવી લીધી છે. શ્રદ્ધા કપુરે મહેનત કરવાની શરૂઆત કરી દીધી છે. શ્રદ્ધા કપુર આજે પોતાના ઇન્સ્ટાગ્રામ પર ફોટો પણ મુકી દીધા છે. જેમાં તે સાઇના નહેવાલની સાથે નજરે પડી રહી છે. ફોટોને જોઇને લાગે છે કે તે સાઇના પાસેથી ટ્રેનિંગ લઇ રહી છે. ફોટોમાં સાઇના શ્રદ્ધા કપુરની પાસે બેડમિન્ટનના નાના નાન પાસા પર માહિતી મેળવી રહી છે. શ્રદ્ધા કપુર બોલિવુડમાં કેટલાક સમયથી છે. કેરિયરની શરૂઆત નિરાશાજનક માહોલમાં થયા બાદ શ્રદ્ધા કપુરે આંશિકી -૨ ફિલ્મ મારફતે જોરદાર લોકપ્રિયતા મેળવી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. ફિલ્મમાં તેની સાથે આદિત્ય રોય કપુરે ભૂમિકા અદા કરી હતી. આ ફિલ્મના તમામ ગીતો ભારે સુપરહિટ સાબિત થયા હતા. તે પહેલા એવી ચર્ચા હતી કે ફિલ્મમાં સાઇનાની ભૂમિકા દિપિકા અદા કરનાર છે. જો કે મોડેથી શ્રદ્ધા પોતે સોશિયલ મિડિયા પર ખુલાસો કરી ચુકી છે કે તે સાઇના નહેવાલની ભૂમિકા અદા કરી રહી છે. શ્રદ્ધા કપુરે ધડાકો કર્યો છે કે આ ફિલ્મ તેની કેરિયરની હજુ સુધીની સૌથી મોટી ફિલ્મ છે. શ્રદ્ધા કપુરે કહ્યુ છે કે સાઇનાની સમગ્ર કેરિયર બેડમિન્ટન રમવામાં લાગી ગઇ છે,. સ્ટેનલી કા ડબ્બા અને હવા હવાઇના નિર્દેશક અમોલ ગુપ્તા સાઇના નામની ફિલ્મનુ નિર્દેશન કરનાર છે. શ્રદ્ધા કપુર ફિલ્મને લઇને આશાવાદી છે.

Related posts

ચેક બાઉન્સ થવા મામલે અભિનેતા રાજપાલ યાદવને ૩ મહિનાની જેલ

aapnugujarat

रेस-३ के क्लाइमैक्स के बारे में बात सामने आई

aapnugujarat

લગ્ન બાદ કેમરૂન હાલ ફિલ્મોને સ્વીકારી રહી નથી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1