Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મિઝોરમ અને મધ્યપ્રદેશમાં આજે મતદાન

જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે મધ્યપ્રદેશમાં હાઇવોલ્ટેજ અને હાઇપ્રોફાઇલ મતદાન માટેનો તખ્તો હવે ગોઠવાઇ ગયો છે. બુધવારના દિવસે મધ્યપ્રદેશમાં એક જ તબક્કામાં મતદાન થશે. મધ્યપ્રદેશની ચૂંટણીમાં હવે મતદાન પર તમામની નજર છે. છત્તિસગઢમાં આ પહેલા ચૂંટણીના બંને તબક્કામાં રેકોર્ડ મતદાન થયા બાદ ચૂંટણી પંચ અહીં પણ ઉંચા મતદાનની ખાતરી કરવા માટે તૈયાર છે. મધ્યપ્રદેશમાં કુલ પાંચ કરોડ ચાર લાખ ૯૫ મતદારો છે. આ તમામ મતદારો ૨૩૦ વિધાનસભા માટે ચૂંટણી મેદાનમાં રહેલા ૨૮૯૯ ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરવા માટે સંપૂર્ણ પણે તૈયાર છે. શાંતિપૂર્ણ મતદાનની ખાતરી કરવા માટે તમામ તૈયારી ચૂંટણી પંચે કરી લીધી છે. ભાજપે સૌથી વધારે તમામ ૨૩૦ સીટો પર પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસે ૨૨૯ અને બહુજન સમાજવાદી પાર્ટીએ ૨૨૭ સીટો પર પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. આમ આદમી પાર્ટીએ ૨૦૮ ઉમેદવારોને ટિકિટ આપી છે. સમાજવાદી પાર્ટી ૫૧ સીટો પર ચૂંટણી મેદાનમાં છે. પૂર્વ પ્રધાન અરૂણ યાજવ આ વખતે મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચોહાણની સામે ચૂંટણી મેદાનમાં છે. મધ્યપ્રદેશમાં ગઇકાલે સોમવારના દિવસે ચૂંટણી પ્રચારનો અંત આવી ગયો હતો. મધ્યપ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસે તમામ તાકાત લગાવી દીધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ પ્રમુખ અમિત શાહ, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મધ્યપ્રદેશમાં ઝંઝાવતી પ્રચાર કર્યો હતો. તમામ રાજકીય પક્ષોએ તમામ તાકાત લગાવી દીધી હતી. મધ્યપ્રદેશમાં ૨૩૦ સભ્યોની વિધાનસભા છે . ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત અન્ય રાજકીય પક્ષોએ પણ પુરતી તાકાત લગાવી હતી. ચૂંટણી પ્રચાર દરમિયાન આ વખતે અનેક સંવેદનશીલ મુદ્દા ઉઠાવવામાં આવ્યા હતા. મધ્યપ્રદેશમાં શાસનવિરોધી પરિબળો મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સામે તકલીફ ઉભી કરી શકે છે. છેલ્લા ત્રણ અવધિથી શિવરાજસિંહ છે આવી સ્થિતિમાં કોંગ્રેસની સ્થિતિ સારી દેખાઈ રહી છે.
મધ્યપ્રદેશ અને મિઝોરમમાં એક જ તબક્કામાં બુધવારના દિવસે મતદાન થયા બાદ રાજસ્થાન અને તેલંગાણામાં મતદાન થશે. આ બંને રાજ્યોમાં ૭મી ડિસેમ્બરના દિવસે મતદાન થશે. રાજસ્થાનમાં ૨૦૦ અને તેલંગાણામાં ૧૧૯ વિધાનસભા સીટો માટે મતદાન થશે. તમામ પાંચ રાજ્યોની મતગણતરીની પ્રક્રિયા ૧૧મી ડિસેમ્બરના દિવસે યોજાશે. રાજસ્થાનમાં વડાપ્રધાન મોદીએ આજે ભીલવાડામાં સભા યોજી હતી. મોડેથી તેઓ અન્યત્ર પણ સભા કરનાર છે. રાહુલ ગાંધીએ આજે અજમેર તથા પોખરણમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો.મધ્યપ્રદેશની ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ પાર્ટી માટે ખુબ જ પ્રતિષ્ઠિત બની ગઇ છે. પ્રચાર વેળા બંને પાર્ટીએ એકબીજાને પછડાટ આપવા માટે તમામ પ્રયોગ કર્યા હતા. વડાપ્રધાન મોદી અને કોંગ્રેસ પ્રમુખ રાહુલ છેલ્લી ઘડી સુધી પ્રચારમાં રહ્યા હતા.
અત્રે ઉલ્લેખની છે કે, મિઝોરમમાં પણ આવતીકાલે વિધાનસભાની ચૂંટણી માટે મતદાન યોજાનાર છે. અહીં પણ તમામ મતદારો ઉમેદવારોના ભાવિનો ફેસલો કરવા માટે સંપૂર્ણપણે સજ્જ છે. મિઝોરમની વાત કરવામાં આવે તો અહીં ૭૭૦૩૯૫ મતદાર નોંધાયા છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી આશિષ કુંદરાના કહેવા મુજબ વ્યવસ્થાને લઇને તેઓ સંપૂર્ણપણે સંતુષ્ટ છે. કોંગ્રેસ પાર્ટી હાલ સત્તામાં છે. ૨૦૦૮ બાદથી મિઝોરમમાં કોંગ્રેસ પાર્ટીની સરકાર છે. સતત ત્રીજી વખત કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવવા ઇચ્છુક છે. ૨૦૧૩ની છેલ્લી વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ પાર્ટીએ ૩૪ સીટો જીતી હતી જ્યારે મિઝો નેશનલ ફ્રન્ટે પાંચ અને મિઝોરમ પિપલ્સ કોન્ફરન્સે એક સીટ જીતી હતી. કોંગ્રેસ અને એમએનએફે ૪૦ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. ભાજપે ૩૯ સીટો ઉપર ઉમેદવારો ઉતાર્યા છે. મધ્યપ્રદેશ અને મિઝોરમમાં એક જ તબક્કામાં બુધવારના દિવસે મતદાન થયા બાદ રાજસ્થાન અને તેલંગાણામાં મતદાન થશે. આ બંને રાજ્યોમાં ૭મી ડિસેમ્બરના દિવસે મતદાન થશે. રાજસ્થાનમાં ૨૦૦ અને તેલંગાણામાં ૧૧૯ વિધાનસભા સીટો માટે મતદાન થશે. તમામ પાંચ રાજ્યોની મતગણતરીની પ્રક્રિયા ૧૧મી ડિસેમ્બરના દિવસે યોજાશે. મિઝોરમમાં પણ આ વખતે ભાજપે તમામ તાકાત લગાવી હતી. કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લેવા માટે ભાજપે જોરદાર પ્રચાર કરીને સ્થિતી પોતાની તરફેણમાં કરવાના પ્રયાસ કર્યા છે.
અત્રે નોંધનીય છે કે, મધ્યપ્રદેશ અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણી માટે આવતીકાલે મતદાન યોજનાર છે. આના માટે તમામ તૈયારી કરી લેવામાં આવી છે. તમામ જગ્યાએ અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. શાંતિપૂર્ણ મતદાનની ખાતરી કરવા માટે તમામ જરૂરી પગલા લેવામાં આવી રહ્યા છે. હજારોની સંખ્યામાં સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવી ચુક્યા છે. તમામ મતદાન કેન્દ્રો પર જવાનોને પહેલાથી જ ગોઠવી દેવામાં આવ્યા છે. મતદાન કેન્દ્રો પર સીટી ટીવી અને ડ્રોન મારફતે નજર રાખવામાં આવી રહી છે. કોઇ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા મજબુત કરી દેવામાં આવી છે. રાજ્યની બહારથી પણ સુરક્ષા જવાનો બોલાવામનાં આવ્યા બાદ તેમની તૈનાતી કરી દેવામાં આવી છે. બીજી બાજુ છત્તિસગઢમાં શાંતિપૂર્ણ રીતે મતદાનના બે તબક્કા પાર પાડી દેવામાં આવ્યા બાદ ચૂંટણી પંચ અહીં પણ શાંતિપૂર્ણ ,નિષ્પક્ષ મતદાનની ખાતરી કરવા સજ્જ છે.

Related posts

युपी बजट सत्र : सांड लेकर प्रदर्शन, राज्यपाल पर फेंके कागज के गोले

aapnugujarat

પેટ્રોલ અને ડીઝલની કિંમતો અકબંધ

aapnugujarat

સંરક્ષણ ક્ષેત્રમાં ૭૪ ટકા એફડીઆઇને કેન્દ્રની મંજૂરી

editor

Leave a Comment

UA-96247877-1