Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

તેલ કિંમતોમાં સતત કાપનો દોર જારી

દેશના તમામ ભાગોમાં તેલ કિંમતોમાં ઘટાડાનો દોર આજે સતત જારી રહ્યો હતો. આજે મંગળવારના દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ૪૦થી ૪૫ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. મુંબઇમાં પેટ્રોલની કિંમત હવે ઘટીને ૮૦ રૂપિયાથી પણ નીચે પહોંચી ગઇ છે. આજે પેટ્રોલની કિંમત દિલ્હીમાં ઘટીને ૭૪.૦૭ થઇ ગઇ હતી.એમાં ૪૨ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. મુંબઈમાં પેટ્રોલની કિંમત ૮૦થી નીચી પહોંચી ગઈ છે. દિલ્હી અને મુંબઈમાં પેટ્રોલની કિંમત ચોથી ઓક્ટોબરના દિવસે સર્વોચ્ચ ઉંચી સપાટીએ પહોંચી ગયા હતા પરંતુ ત્યારબાદથી કિંમતોમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. આના લીધે સામાન્ય લોકોને પણ હવે રાહત મળી રહી છે. ક્રૂડના ભાવ ઘટવાના કારણે પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં અવિરત ઘટાડો થઇ રહ્યો છે. માત્ર નવેમ્બરમાં પાંચ રૂપિયાથી વધુનો ઘટાડો પેટ્રોલમાં થયો છે. ઓક્ટોબર મહિનામાં સૌથી ઉંચી સપાટી પર પહોંચી ગયા બાદથી તેમાં ૨૫ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. છેલ્લા ૪૦ દિવસના ગાળામાં જ ક્રુડ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડાનો દોર જારી રહ્યો છે. તેલ કિંમતોમાં ઘટાડાના પરિણામ સ્વરુપે વાહન ચાલકોને સતત રાહત મળી રહી છે. ડીઝલની કિંમત ઘટવાથી ચીજવસ્તુઓની અવરજવરને લઇને પણ ખર્ચમાં ઘટાડો થયો છે. જેના લીધે લોકોને મોંઘવારીથી રાહત મળી ગઈ છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધુ ઘટાડો કરવામાં આવ્યો હતો. આની સાથે જ પેટ્રોલની કિંમત ત્રણ મહિનાની નીચી સપાટી પર પહોંચી ગઇ છે. જ્યારે ડીઝલની કિંમત બે મહિનાની નીચી સપાટી પર પહોંચી ગઇ છે. ઘટાડાનો દોર યથાવતરીતે જારી રહેતા લોકોને વધુને વધુ રાહત મળી રહી છે. ડિસેમ્બર ૨૦૧૭ બાદથી બ્રેન્ટ ક્રૂડની કિંમત પ્રતિબેરલ ૫૯.૦૪ ડોલર સુધી પહોંચી ગઈ છે જે હાલના સમયની સૌથી ઓછી કિંમત છે. તેલ કિંમતોમાં ઘટાડાનો દોર હજુ જારી રહી શકે છે. દેશભરમાં નવેમ્બર મહિનામાં હજુ સુધી પેટ્રોલની કિંતમમાં પાંચ રૂપિયા અને ડીઝલની કિંમતમાં ૪.૩૦ સુધીનો ઘટાડો કરવામાં આવી ચુક્યો છે. છેલ્લા એક મહિનાના ગાળામાં પેટ્રોલની કિંમતમાં આઠ અને ડીઝલની કિંમતમાં છ રૂપિયા સુધીનો ઘટાડો થયો છે. ૧૭મી ઓક્ટોબર બાદથી પેટ્રોલમાં આઠ રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે. ઘટાડાના લીધે વાહનચાલકો સહિત સામાન્ય લોકોને મોંઘવારીથી રાહત મળી છે. એક સપ્તાહના ગાળામાં જ બ્રેન્ટ ક્રૂડની કિંમતમાં ૧૧ ટકાથી વધુનો ઘટાડો થઇ ચુક્યો છે.

Related posts

ગઢચિરોલીમાં નક્સલવાદીઓ દ્વારા IEDબ્લાસ્ટ : ૧૫ જવાનો શહીદ

aapnugujarat

INX मीडिया केस : पी चिदंबरम ने कोर्ट में दाखिल किया जवाब

aapnugujarat

केंद्रीय पेट्रोलियम मंत्री धर्मेंद्र प्रधान तीन देशों की यात्रा पर जाएंगे

aapnugujarat

Leave a Comment

UA-96247877-1