Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

સેંસેક્સમાં ૧૫૯ પોઇન્ટની રિકવરી

શેરબજારમાં આજે સતત બીજા દિવસે પણ રિકવરીનો દોર રહ્યો હતો. કારોબારના અંતે સેંસેક્સ ૧૫૯ પોઇન્ટ ઉછળીને ૩૫૫૧૩ની ઉંચી સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૫૭ પોઇન્ટ ઉછળીને ૧૦૬૮૬ની ઉંચી સપાટીએ રહ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સમાં નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં ૧.૪૩ ટકાનો ઉછાળો રહ્યો તો. ઇન્ફોસીસ અને ટીસીએસના શેરમાં ફરીવાર ઉછાળો નોંધાયો હતો જ્યારે નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં ૧.૦૧ ટકાનો ઉછાળો રહ્યો હતો. બેંક ઓફ ઇન્ડિયા અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના શેરમાં ઉછાળો નોંધાયો હતો. યશ બેંકના શેરમાં ૩.૦૩ ટકાનો ઉછાળો નોંધાયો હતો. શુક્રવારના દિવસે ભારત બીજા ત્રિમાસિક ગાળાના જીડીપીના આંકડા જારી કરવામાં આવનાર છે. કોર પરફોર્મન્સની મજબૂત સ્થિતિ વચ્ચે ૩૦મી જૂનના દિવસે પુરા થયેલા ૨૦૧૮-૧૯ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતનો વિકાસદર ૮.૨ ટકા દર્શાવવામાં આવ્યો હતો પરંતુ બીજી ત્રિમાસિક ગાળામાં આંકડો ૭.૨થી ૭.૯ની વચ્ચે રહી શકે છે. વૈશ્વિક ક્રેડિટ રેટિંગ સંસ્થા મૂડીના કહેવા મુજબ ૨૦૧૯-૨૦માં ભારતનો આર્થિક વિકાસદર ૭.૩ની આસપાસ થઇ શકે છે. ઉંચી તેલ કિંમતો, ડોલર સામે રૂપિયામાં ઘટાડા અને દેશના સ્થાનિક માર્કેટમાં નાણાંકીય મજબૂતીની અસર પણ તેના ઉપર જોવા મળશે. ભારતમાં ઓક્ટોબરમાં ફિસ્કલ ડેફિસિટનો આંકડો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉત્પાદનનો આંકડો પણ હવે જારી કરવામાં આવનાર છે. સતત સાતમાં સપ્તાહમાં તેલની કિંમતોમાં ઘટાડો થયો છે. શુક્રવારના દિવસે વૈશ્વિક ક્રૂડ ઓઇલની કિંમતમાં સૌથી નીચી સપાટી જોવા મળી હતી. તેમાં આઠ ટકા સુધીન ઘટાડો નોંધાઈ ચુક્યો છે. ભારતીય બજારમાં આ પ્રકારની સ્થિતિના લીધે એફપીઆઈ દ્વારા ફરી એકવાર નાણાં ઠાલવવામાં આવી રહ્યા છે. રિઝર્વ બેંક હાલમાં વ્યાજદરો યથાવત રાખી શકે છે. માર્ચ ૨૦૧૯માં પુરા થઇ રહેલા નાણાંકીય વર્ષના બાકીના ગાળા દરમિયાન રેટ રિઝર્વ બેંક યથાવત રાખે તેવી શક્યતા છે. ફુગાવાના આંકડા ઉપર તમામની નજર કેન્દ્રિત થયેલી છે. સિંગાપોરિયન બેંક ડીબીએસ દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે કે, રેટ અંગેનો નિર્ણય મુખ્યરીતે તેલ કિંમતો અને ડોલર સામે રૂપિયાની ચાલ તેમજ ફુગાવા ઉપર આધારિત રહે છે. ઓક્ટોબર મહિના માટે ડબલ્યુપીઆઈ ફુગાવો ઉંચી સપાટીએ રહ્યો છે પરંતુ સીપીઆઈ ફુગાવો નીચી સપાટીએ રહ્યો છે. બેંકના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, આ વર્ષે આરબીઆઈ હવે તેની વર્તમાન પોલિસીમાં વ્યાજદરમાં કોઇ સુધારો કરે તેવી શક્યતા નહીંવત દેખાઈ રહી છે. હવે નવા સપ્તાહમાં નવેમ્બર સિરિઝના ફ્યુચર એન્ડ ઓપ્શન કોન્ટ્રાક્ટની ગુરુવારે થનારી પૂર્ણાહૂતિ ઉપર નજર કેન્દ્રીત થઇ છે. દલાલ સ્ટ્રીટમાં હાલ રોકાણકારો વધુ રોકાણ કરવાના મુડમાં દેખાઈ રહ્યા નથી. અન્ય વૈશ્વિક પરિબળો પણ અસર કરી શકે છે. બીજી બાજુ સ્થાનિક મોરચે ભારતના જીડીપીના આંકડા પણ બજારની દિશા નક્કી કરી શકે છે. એસએન્ડપી બીએસઈ સેંસેક્સમાં ગઇકાલે સોમવારના દિવસે ૩૭૩ પોઇન્ટનો સુધારો રહ્યો હતો. આની સાથે જ તેની સપાટી ૩૫૩૫૪ રહી હતી. જ્યારે બ્રોડર નિફ્ટી ઇન્ડેક્સ ૧૦૨ પોઇન્ટ ઉછળીને ૧૦૬૨૯ની ઉંચી સપાટીએ રહ્યો હતો.

Related posts

રાષ્ટ્રવ્યાપી બેંક હડતાળ આજથી શરૂ

aapnugujarat

महबूबा मुफ्ती को पार्टी टूटने का डर

aapnugujarat

अब तक भरे गड्ढे, अब पूरी करेंगे उम्मीदें : मैं भी चौकीदार कार्यक्रम में बोले पीएम मोदी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1