ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાન ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના આધારભૂત બેટસમેન ઉમર અકમલને બે વખત ફિટનેસ ટેસ્ટમાં નિષ્ફળ રહ્યાં બાદ સ્વદેશ પરત ફરવા કહેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન ક્રિકેટ ટીમ હાલ બર્મિઘમમાં કન્ડિશનિંગ કેમ્પમાં ભાગ લઇ રહી છે.પાકિસ્તાન ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકાર ઇન્ઝમામ ઉલ હકે લાહોરમાં કહ્યું કે, ઉમરને પરત બોલાવવામાં આવી રહ્યો છે. તે અનફિટ છે અને અમે તેને ટીમમાં સામેલ નથી કરી શકતા. હવે પસંદગીકાર ઉમર અકમલની જગ્યા હૈરિસ સોહેલ અને ઉમર અમીનના નામ પર વિચાર કરી રહ્યું છે અને આ બંનેમાંથી એકને અકમલની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવશે. આ પહેલા ઉમરને માર્ચમાં વેસ્ટઇન્ડિઝના પ્રવાસમાંથી પણ ટીમની બહાર કરી દેવામાં આવ્યો હતો. કારણ કે તે લાહોરમાં ફિટનેસ ટેસ્ટમાં નિષ્ફળ રહ્યો હતો.ઇન્ઝમામે કહ્યું કે, ચેમ્પિયન્સ ટ્રોફ માટે અઝમલને ફિટ જાહેર કરવામાં આવ્યો હતો પરંતુ, જ્યારે તે બર્મિઘમ પહોંચ્યો અને તેનો ફિટનેસ ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે તે પાસ કરી શક્યો ન હતો. મહત્વનું છે કે, વિકેટકીપર કામરાન અકમલના નાના ભાઉ ઉમરને નાના ફોરર્મેટમાં પાકિસ્તાનનો મુખ્ય બેટસમેન માનવામાં આવે છે.