Aapnu Gujarat
રમતગમત

આજે પંજાબ-કોલકાતા વચ્ચ રોમાંચક જંગ

કોલકાતાના મેદાન પર આજે કિંગ્સ ઇલેવન પંજાબ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે રોમાંચક જંગ ખેલાશે. કિંગ્સ ઇલેવન પંજાબે તેની છેલ્લી મેચમાં મજબૂત ગણાતી સનરાઈઝ હૈદરાબાદ પર ૧૫ રને રોમાંચક જીત મેળવી લીધા બાદ હવે દિનેશ કાર્તિકના નેતૃત્વમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ટકરાશે. રવિચંદ્રન અશ્વિનના નેતૃત્વમાં આ ટીમમાં અનેક સ્ટાર ખેલાડી છે. બીજી બાજુ કોલકાતા નાઇટ રાઇડર્સ પણ હોટફેવરિટ તરીકે છે. કોલકાતા પાંચ આઈપીએલ મેચોમાં ત્રણ જીત સાથે પ્રથમ ક્રમાંક ઉપર છે જ્યારે કિંગ્સ ઇલેવન પંજાબ પણ ચાર પૈકી ત્રણ મેચોમાં જીત મેળવી પોઇન્ટ ટેબલમાં ત્રીજા ક્રમાંક પર છે. પંજાબમાં ગેઇલ, ફિન્ચ, મિલર અને યુવરાજ જેવા ધરખમ ખેલાડી પંજાબની ટીમ હાલમાં મજબૂત સ્થિતિમાં છે જ્યારે કોલકાતા નાઇટ રાઇડર્સમાં દિનેશ કાર્તિકના નેતત્વમાં મજબૂત દેખાઈ રહી છે. અત્રે નોંધનીય છે કે, સાતમી એપ્રિલ શનિવારના દિવસે ઉદ્‌ઘાટન કાર્યક્રમ બાદ ટૂર્નામેન્ટની શરૂઆત થઇ હતી. વર્તમાન હાઇ પ્રોફાઇલ આઇપીએલમાં કુલ ૬૦ ટ્‌વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે. ખાસ કરીને ઉભરતા સ્ટાર ખેલાડીઓને આઇપીએલના મંચ પર જોરદાર દેખાવ કરીને રાષ્ટ્રીય સ્તર પર ચમકવાની સુવર્ણ તક છે. આઇપીએલ-૧૧માં પણ ટ્‌વેન્ટી વર્લ્ડ કપની જેમ જ ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જોવા મળે તેવી શક્યતા છે.પુણેમાં તમામ ચાહકોમાં જોરદાર ક્રિકેટ ક્રેઝ જોવા મળી રહ્યો છે. સ્થાનિક ચાહકો ધોનીને લઇને ઉત્સુક બનેલા છે. આ વખતે ચાહકોને બે ખેલાડી જોવા મળી રહ્યા નથી. બોલ ટેમ્પરિંગના આરોપમાં દોષિત જાહેર થતા સ્ટીવ સ્મીથ અને ડેવિડ વોર્નર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે જેથી બન્ને ખેલાડી એક વર્ષ સુધી રમનાર નતી. ઇન્ડિયન પ્રિમિયર લીગની અન્ય વિશેષતા એ છે કે, આઈપીએલ-૧૧માં ગુજરાતના અનેક ખેલાડી પણ રમી રહ્યા છે. તમામ ૧૦ સ્ટેડિયમ ખાતે પુરતી તૈયારી કરી લેવામાં આવી છે. મેચ દરમિયાન કોઇ અંધાધુંધી ન થાય તે માટે તમામ પગલા લેવામાં આવ્યા છે. રાજસ્થાન રોયલ્સ પોઇન્ટ ટેબલમાં સંતોષજનક સ્થિતી હાલમાં ધરાવે છે. બન્ને ટીમો પોત પોતાની રીતે તમામ તાકાત લગાવી દેવા માટે સજ્જ દેખાઇ રહી છે. બીજી બાજુ સારી બાબત એ છે કે હજુ સુધી આઇપીએલ-૧૧ની તમામ મેચો હજુ સુધી ખુબ રોમાંચિત થઇ છે. આવી સ્થિતીમાં આ મેચ વધારે રોમાંચક રહી શકે છે. રહાણે અને ધોની આમને સામને આવનાર છે. તેમની કુશળતાની પણ કસૌટી થનાર છે. ખાસ કરીને રહાણેની કસૌટી વધારેે થનાર છે. કારણ કે તેની ટીમમાં કેટલાક ધરખમ ખેલાડી પણ છે.

Related posts

VVS LAXMAN ને દ.આફ્રિકા સામેની શ્રેણીમાં કોચ બનાવવાની શક્યતા

aapnugujarat

खिलाड़ियों को आईपीएल में नहीं खेलने के लिए कहना कठिन : सिल्वरवुड

editor

कोहली सिर्फ जीतना चाहते हैं : हुसैन

editor

Leave a Comment

UA-96247877-1