શ્રીલંકાના દિગ્ગજ બેટ્સમેન કુમાર સાંગાકારાએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લેવાની ઘોષણા કરી છે. જોકે તે સપ્ટેમ્બરમાં ઇંગ્લિશ કાઉન્ટી ચેમ્પિયનશિપ રમ્યા પછી ક્રિકેટને અલવિદા કહેશે. વિકેટકીપર-બેટ્સમેને ૪૦૪ વન ડે મેચમાં ૭૮.૮૬ સ્ટ્રાઇક રેટની સાથે ૧૪૨૩૪ રન કર્યા છે તેમાંથી ૪૧ મેચમાં તે નૉટઆઉટ રહ્યો હતો. સાંગાકારાએ વન ડે મેચમાં ૨૫ સેન્યુરી અને ૯૩ હાફ સેન્ચુરી કરી છે. ટેસ્ટ મેચની જો વાત કરવામાં આવે તો ૧૩૪ મેચમાંથી ૩૮ સેન્ચુરી અને ૫૨ હાફ સેન્ચુરી કરીને ૧૨૪૦૦ રન બનાવ્યા છે. સાંગાકારાએ ૨૩૫ ટી-૨૦ મેચમાં ૧૨૫.૭૯ સ્ટ્રાઇક રેટની સાથે ૫૯૭૪ રન કર્યા છે. ક્રિકેટના આ ફૉર્મેટમાં તેણે ૩૪ હાફ સેન્ચુરી કરી છે.જણાવી દઇએ કે, ૧ થી ૧૮ જૂનની વચ્ચે ઇંગ્લેન્ડમાં ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરવામાં આવ્યુ છે. શ્રીલંકા ભારતની સાથે ગ્રુપ બીમાં છે. શ્રીલંકાની ટીમ ૩ જૂને સાઉથ આફ્રિકા, ૮ જૂને ભારત અને ૧૨ જૂને પાકિસ્તાનની સામે રમશે. શ્રીલંકાના કેપ્ટન તરીકે એન્જેલો મેથ્યૂસની પસંદગી કરવામાં આવી છે. તેની સાથે શ્રીલંકાની ૧૫ મેમ્બર્સની ટીમમાં લસિથ મલિંગાને પણ સામેલ કરવામાં આવ્યો છે. જે છેલ્લે નવેમ્બર ૨૦૧૫માં વન ડે રમ્યો હતો.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ