Aapnu Gujarat
બ્લોગ

જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલે ખેલ પાડી દીધો

જમ્મુ અને કાશ્મીરમાં છ મહિનાના રાજ્યપાલ શાસન પછી રાજ્યપાલ સત્યપાલ મલિકે રાતોરાત વિધાનસભા ભંગ કરાવી દીધી એ રાજકીય ભૂકંપ જેવી ઘટનાના આફ્ટરશોક્સ ચાલુ છે. રાજ્યપાલ સત્યપાલ મલિકે ભાજપના ઈશારે આ ખેલ કર્યો એ કહેવાની જરૂર નથી. કાશ્મીરમાં ભાજપ વિરોધી બધા પક્ષો એક થઈ ગયા તેથી ભાજપ બઘવાઈ ગયેલો. આ બધા પક્ષો એક થાય તો કાશ્મીરના નામનું નાહી નાખવું પડે એ ભાજપને ખબર છે તેથી તેણે વિધાનસભા જ ભંગ કરાવી દીધી. ના રહેગા બાંસ, ના બજેગી બાંસુરી. મલિકે કેન્દ્રમાં બેઠેલા તેમના આકાઓના ઈશારે કહ્યાગરા થઈને વિધાનસભા તો ભંગ કરી દીધી પણ હવે ચોતરફથી તેમના માથે માછલાં ધોવાઈ રહ્યાં છે. ભાજપની પણ ધોલાઈ થઈ રહી છે. ભાજપને પોતાના સિવાય કોઈની પાસે સત્તા જાય એ સોરવતું નથી એટલે તેણે આ ગંદી રમત કરી એવી ટીકાઓ થઈ રહી છે. કેન્દ્રમાં કૉંગ્રેસની સરકારો હતી ત્યારે તેમણે પોતાના પાલતુ રાજ્યપાલો પાસે ઘણી બિન-કૉંગ્રેસી સરકારોને ઘરભેગી કરાવેલી. હવે ભાજપ પણ રાજ્યપાલો પાસે એ જ કામ કરાવી રહ્યો છે.અત્યારની કેન્દ્ર સરકાર જે કોઈ નિર્ણય લે છે એ બધા જ દેશહિતમાં મહાન અને ઐતિહાસિક નિર્ણય જ હોય છે. કોઈ નાના અને રાબેતાના નિર્ણય હોતા જ નથી. જમ્મુ અને કાશ્મીરમાં પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી, નૅશનલ કૉન્ફરન્સ અને કૉન્ગ્રેસે સાથે મળીને સરકાર રચવાનો નિર્ણય લીધો કે તરત જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલે વિધાનસભા વિખેરી નાખવાનો નિર્ણય લીધો. એ દેશહિતમાં લેવામાં આવેલો ઐતિહાસિક અને મહાન નિર્ણય લીધો હતો. રાજ્યપાલે પોતે અને ગ્થ્ભ્ના પ્રવક્તાએ વિધાનસભાને વિખેરી નાખવાના નિર્ણયને આ રીતે ઓળખાવ્યો છે. ૨૦૧૪ના જમ્મુ અને કાશ્મીરની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આવ્યાં એ પછી પીડીપી અને ભાજપએ મળીને સરકાર રચી હતી. એ નિર્ણય જોકે ઐતિહાસિક હતો અને દેશહિતમાં પણ હતો. હિન્દુ રાષ્ટ્રનો વિરોધ કરનારા ઉદારમતવાદીઓએ પણ ભાજપ-પીડીપી ગઠબંધનનું સ્વાગત કર્યું હતું. સ્વાગત કરવાનું કારણ એ હતું કે ચૂંટણીમાં જમ્મુ પ્રદેશ આખેઆખો ગ્થ્ભ્ના ફાળે ગયો હતો અને કાશ્મીરની ખીણ તેમ જ લદ્દાખના મતદાતાઓએ પીડીપી, એનસી અને કૉન્ગ્રેસને સાથ આપ્યો હતો. જમ્મુ છોડીને બાકીના કાશ્મીરમાં ભાજપને એક પણ બેઠક મળી નહોતી અને જમ્મુમાં ભાજપ, એનસી અને કૉન્ગ્રેસને એક પણ બેઠક મળી નહોતી. આ સ્થિતિમાં જમ્મુ અને કાશ્મીરનું ઊભું કોમી વિભાજન થાય એ દેશના તેમ જ જમ્મુ અને કાશ્મીરના હિતમાં નહોતું. બીજું, બે પ્રતિસ્પર્ધી પક્ષો પીડીપી અને એનસી સાથે આવે નહીં એટલે ગ્થ્ભ્ના સહયોગ વિના જમ્મુ અને કાશીરમાં સરકાર રચાય એમ નહોતી.લાંબી વાટાઘાટોના અંતે પીડીપીએ ભાજપનો ટેકો લેવાનો નિર્ણય લીધો હતો અને એ રીતે બે ધ્રુવો વચ્ચે જોડાણ થયું હતું. એ નિર્ણયને સર્વત્ર્‌ આવકારવામાં આવ્યો હતું એનું કારણ આ હતું. દેશમાં કોમી ધશુવો હોવા જ ન જોઈએ અને જે હોય એ ઓગળવા જોઈએ. જોકે સંઘ કાશીએ પહોંચશે કે કેમ એની શંકા તો હતી જ. ૨૦૧૬માં પીડીપીના નેતા અને મુખ્ય પ્રધાન મુફ્તી મોહમ્મદ સઈદનું અવસાન થયું અને એ જ વરસના જુલાઈ મહિનામાં બુરહાન વાનીના મોતની ઘટના બની. એ પછીથી કેન્દ્ર સરકારના હાથમાંથી કાશ્મીર સરકવા લાગ્યું. પહેલાં કાશ્મીરની અશાંતિનો બાકીના ભારતમાં ચૂંટણી લડવા ઉપયોગ કરવામાં આવ્યો. જમ્મુ અને કાશ્મીરનાં મુખ્ય પ્રધાન મેહબૂબા મુફ્તી કામ જ ન કરી શકે એવી સ્થિતિ પેદા કરવામાં આવી. બાકીના ભારતમાં જમ્મુ અને કાશ્મીરના નામે દેશપ્રેમનો દેકારો બોલાવ્યા પછી પણ વિધાનસભાઓની તેમ જ પેટાચૂંટણીઓમાં કોઈ ફાયદો નજરે નહોતો પડતો ત્યારે ભાજપે પીડીપીને આપેલો ટેકો પાછો ખેંચી લીધો હતો.ટેકો તો પાછો ખેંચી લીધો પણ વિધાનસભા જીવતી રાખી હતી. પીડીપી અને એનસીએ સ્પક્ટતા પણ કરી હતી અને રાજ્યપાલ સમક્ષ લેખિત રજૂઆત પણ કરી હતી કે પીડીપી-એનસી મળીને સરકાર રચવા નથી માગતાં અને એ સિવાય સરકાર રચાય એવી કોઈ શક્યતા નથી એટલે વિધાનસભા વિખેરી નાખીને નવેસરથી ચૂંટણી યોજવી જોઈએ.
જમ્મુ અને કાશ્મીરની વિધાનસભામાં પીડીપી ૨૮ બેઠકો ધરાવે છે, એનસી ૧૫ બેઠકો ધરાવે છે, ભાજપ ૨૫ બેઠકો ધરાવે છે અને કૉન્ગ્રેસ ૧૨ બેઠકો ધરાવે છે. આ સ્થિતિમાં કાં તો પીડીપી-ભાજપ સરકાર રચી શકે અને કાં પીડીપી-એનસી સરકાર રચી શકે. ત્રીજી કોઈ શક્યતા જ નથી, સિવાય કે પીડીપી, એનસી અને કૉન્ગ્રેસના વિધાનસભ્યો ફોડવામાં આવે તો ફરી એક વાર દેશહિતમાં મહાન ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો કે ગઠબંધન તોડી નાખવામાં આવે, પણ વિધાનસભા ભંગ કરવામાં ન આવે. દેશહિતમાં પીપલ્સ કૉન્ફરસના સજ્જાદ લોનને પીડીપી, એનસી અને કૉન્ગ્રેસના વિધાનસભ્યો ફોડીને ત્રીજો મોરચો રચવાનું કામ સોંપવામાં આવ્યું. સજ્જાદ લોન સોંપવામાં આવેલું કામ વફાદારીપૂવર્ક કરતા હતા. ભ્‌ડ્ઢભ્ના પાંચ વિધાનસભ્યો ફોડ્યા હતા. બીજા બે પક્ષોના વિધાનસભ્યોને પણ ફોડવાની તૈયારી ચાલતી હતી ત્યાં પીડીપી, એનસી અને કૉન્ગ્રેસે ખરા અર્થમાં ઐતિહાસિક નિર્ણય લઈ લીધો. ત્રણેય પક્ષોએ મળીને સરકાર રચવાનો મહાન અને ઐતિહાસિક નિર્ણય લેતાંની સાથે જ જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ સતપાલ મલિકે વિધાનસભા વિખેરી નાખી. ગોવામાં, કર્ણાટકમાં, ઉત્તરાખંડમાં, અરુણાચલ પ્રદેશમાં અને જમ્મુ અને કાશ્મીરમાં જે બન્યું એ જોઈને વિરોધ પક્ષોને સમજાઈ ગયું છે કે કોઈ પણ પ્રકારની સભ્યતાની મર્યાદામાં નહીં માનનારી ભાજપની દાદાગીરીયુક્ત નાગાઈના રાજકારણનો મુકાબલો ભેગા મળીને કરવો પડશે. આગળ-આગળ જોયું જશે, પણ અત્યારે આને કાઢો એવી ગણતરી ભારતના રાજકારણમાં સ્વીકૃત બનવા લાગી છે. પીડીપી, એનસી, કૉન્ગ્રેસની વિચારધારા એટલીબધી વિરોધી નથી જેટલી પીડીપી-ભાજપ વચ્ચે હતી. ત્રીજું, વિચારધારાઓની સમાનતા-અસમાનતા અને પવિત્રતા કે અપવિત્રતા નક્કી કરવાનો અધિકાર બંધારણે કઈ જોગવાઈ હેઠળ રાજ્યપાલને આપ્યો છે? ચોથી વાત, જમ્મુ અને કાશ્મીરની ૮૭ સભ્યોની વિધાનસભામાં દાવેદાર ત્રણ પક્ષો પંચાવન સભ્યો ધરાવે છે. પીડીપી-ભાજપ ધરાવતાં હતાં એના કરતાં પણ બે વધુ. બહુમતી માટે ૪૪ બેઠકોની જરૂર છે.જમ્મુ અને કાશ્મીરના ત્રણેય પક્ષો તો સરવાળે લાભમાં રહ્યા છે. તેઓ તો માગણી કરતા જ હતા કે વિધાનસભાને વિખેરીને નવી ચૂંટણી યોજવામાં આવે. હવે ડરીને એ જ કરવું પડ્યું જેની તેઓ માગણી કરતા હતા.

Related posts

એકઝીટ પોલની આંટીઘુંટી અને મતદારોનો અસલ ચુકાદો

aapnugujarat

MORNING TWEET

aapnugujarat

भ्रष्टाचार ही शिष्टाचार है

editor

Leave a Comment

UA-96247877-1