Aapnu Gujarat
મનોરંજન

જાન્હવી અને અર્જુનને લઇ ફિલ્મ બનાવવા માટે તૈયારી

નિર્માતા બોની કપુરે જાહેરાત કરી છે કે તેઓ હવે નિર્દેશન પણ કરનાર છે. આની શરૂઆત તેઓ ઘરથી એટલે કે પોતાની પુત્રી જ્હાન્વી અને અર્જુનની સાથે કરનાર છે. આ બંનેને સાથે લઇને ફિલ્મનું નિર્માણ કરવામાં આવનાર છે. બોનીએ જાહેરાત કરી છે કે ટુંક સમયમાં તમામ માહિતી જાહેર કરવામાં આવનાર છે. ગોવાના પણજીમાં ચાલી રહેલા ભારતનાં ૪૯માં આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારોહમાં આની જાહેરાત બોની કપુર દ્વારા કરવામાં આવી હતી. બોની કપુરે કહ્યું હતું કે ઘર અને પ્રોફેશનલ જવાબદારીના કારણે તેઓ નિર્દેશનનું કામ મુકી ચુક્યા હતા પરંતુ આજે પણ નિર્દેશન કરવાની ઇચ્છા રહે છે. ક બે વખત નિર્દેશન કરવા માટેની બાબતને લઇને એક બે ફિલ્મ મામલે આગળ વધી ગયો હતો પરંતુ ત્યારબાદ રોકાઇ ગયો હતો. કારણ કે એક સાથે ત્રણ ચાર ફિલ્મો ફ્લોર પર રહેતી હતી. બોની કપુરે કહ્યુ છે કે તેઓ વિચારતા હતા કે જો નિર્દેશનમાં ઘુસી જશે તો બાકી તમામ કામો પાછળ છુટી જશે. બોનીએ કહ્યું હતું કે તેઓ જે પણ કામ કરે છે તેમાં તમામ તાકાત લગાવી દે છે. આવી સ્થિતીમાં નિર્દેશન કર્યું હોત તો નિર્માતા તરીકે પોતાન અન્ય ફિલ્મોને ન્યાય ન આપી શક્યા હોત. ભાઇ અને બહેનની કોઇ સારી પટકથા પર ફિલ્મ બની નથી જેથી આ વિષય પર ફિલ્મ બનાવવા માટેની ઇચ્છા છે. બોનીએ કહ્યુ હતુ કે ખુશી, સોનમ, અનિલ કપુર અને સંજય કપુરને પણ ફિલ્મમાં લેવામાં આવી શકે છે. જ્હાન્વી હાલમાં તખ્ત ફિલ્મના શુટિંગમાં વ્યસ્ત છે જેમાં તેની સાથે મોટા સ્ટાર છે. અર્જુન કપુર હાલમનાં પાનીપતના શુટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મના નિર્માણ પર પહેલાથી જ કામ શરૂ કરવામાં આવી ચૂક્યું છે જેથી ઝડપથી શુટિંગ કરાશે.

Related posts

સોનાક્ષીનો ભાઈ લવ સિન્હા પણ બોલીવૂડમાં ચમકશે, ‘પલ્ટન’ માટે જે.પી. દત્તાએ પસંદ કર્યો

aapnugujarat

KJ VS KR : એરપોર્ટને કેટલાકે પ્રેસ કોન્ફરન્સ માટેની જગ્યા બનાવી દીધી

aapnugujarat

મને ‘ગે’ લવ સ્ટોરીઝની ફિલ્મો જ મળે છે : જ્હૉન અબ્રાહમ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1