Aapnu Gujarat
ગુજરાત

ઓછા પાણી વચ્ચે વાવેતરમાં મોટાપાયે ઘટાડો

ગુજરાતમાં ખેડૂતો માટે સૌથી ખરાબ સમાચાર છે. આ વર્ષે ઓછા પાણી વચ્ચે વાવેતરમાં મોટાપાયે ઘટાડો થતાં આગામી સિઝનમાં ખેડૂતો સાથે સામાન્ય વ્યક્તિને પણ પરેશાની ભોગવવી પડશે. ઘઉં, જીરું, ચણા સહિતના મસાલાપાકોના ભાવ વધી શકે છે. ખેડૂતો વાવેતર નહીં કરે તો બજારમાં આવે તેવી ઓછી સંભાવના વચ્ચે આમ આમીનાં પણ ખિસ્સાં ખંખેરાશે એ નક્કી છે.
ગુજરાતમાં ખેડૂતો ઓછા પાણીને પગલે રવી વાવેતર ટાળી રહ્યાં છે. ઉનાળુ સિઝનમાં તો સિંચાઈ માટે પાણી મળે તેવી સંભાવના ન હોવાથી આ વર્ષ ખેડૂતો માટે નિષ્ફળ જાય તેવી સંભાવના છે.નવેમ્બરમાં સામાન્ય રીતે મોટા ભાગે રવી પાકનું વાવેતર પૂર્ણ થઈ જતું હોય છે પરંતુ અગાઉના વર્ષની તુલનાએ ૧ર નવેમ્બર સુધીમાં ફક્ત પર.ર ટકા રવી પાકનું વાવતેર થયુ છે. ગત વર્ષે અત્યાર સુધીમાં ૮,પ૦,૦૦૦ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યુ હતુ જ્યારે ચાલુ વર્ષે ૧ર નવેમ્બર સુધીમાં ફક્ત ૪,પ૦,૧૦૦ હેક્ટરમાં વાવતેર કરવામાં આવ્યુ છે.
૧૯મી નવેમ્બર સુધીમાં ૭.૮૮ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. જે કુલ વાવેતરના ૨૫ ટકા છે. જેની અસર ઉત્પાદન અને આવક ઉપર પડશે.ગુજરાતમાં ૧૯મી નવેમ્બર સુધીમાં ૭.૮૫ લાખ હેકટરમાં વાવેતર થયું છે. ગત વર્ષે ૧૩.૬૯ લાખ હેક્ટરમાં વાવેતર થઈ ચૂક્યું હતું. હાલમાં આ વાવેતરનો આંક ૨૫ ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં ૩૧ લાખ હેક્ટરમાં વાવેતર થાય છે. ઘઉંના ભાવમાં સૌથી મોટો ઉછાળો આવે તેવી સંભાવના છે. ઘઉંની વાવણી ફક્ત ૭ ટકા થઈ છે. ખેડૂતોએ માત્ર ૬૫ હજાર હેક્ટરમાં વાવણીનો આંક પહોંચાડ્યો છે. ઉત્તર ગુજરાતમા્‌ ૩.૩૮ લાખ હેક્ટરમાં અને મધ્ય ગુજરાતમાં ૨.૪૫ લાખ હેક્ટરમાં વાવણીનો આંક પહોંચ્યો છે.મોટાભાગના પાણીના સ્ત્રોમાં ઘટાડો થયો છે. અત્યારના વલણને જોતા ઉત્પાદન ફક્ત પ૦ ટકા જેટલુ થયુ છે જ્યારે ગત વર્ષની તુલનાએ ચાલુ વર્ષે અત્યાર સુધી ૬૦ ટકા વાવતેર કરવામાં આવ્યુ છે એવું રોજકોટ એગ્રિકલ્ચર પ્રોડયુશ માર્કેટ કમિટિના કમિશન એજન્ટે જણાવ્યુ હતું. નબળા વરસાદ અને વોટર રિસોર્સમાં ઘટાડો થવાને કારણે રાજ્યમાં વાવતેર ઘટયુ છે. ગુજરાતના જળાશયો અને કુવાઓ સુકાવા લાગ્યા છે.નિરાશાજનક રવી વાવેતરને જોતા ગુજરાત સરકારે રૂપિયા ૧૩ અબજના સ્પેશિયલ પેકેજની જાહેરાત કરી છે. આ પેકેજ હેઠળ ૪પ તાલુકાના આશરે ર૦ લાખ ખેડૂતોને પ્રતિ હેક્ટર ૩૦૦થી ૬,૩૦૦ રૂપિયાની રકમ આપવામાં આવશે. ચાલુ વર્ષે ગુજરાતમાં નર્મદા નહેર નેટવર્કમાં સિંચાઈ માટે પાણીના પુરવઠાની તંગી જોવા મળી રહી છે જે રાજ્યના સિંચાઈવાળી જમીનમાં આશરે એક તૃતિયાંશ વિસ્તારને અવરી લે છે. નબળા વરસાદને કારણે ખરીફ પાકને બચાવવા માટે સરકા નર્મદામાંથી ર૦,૦૦૦ ક્યુસેક પાણી છોડી રહી છે.

Related posts

વાયબ્રન્ટ વેળા શંકાસ્પદ રીતે ઘૂસેલા આકીબની અટકાયત

aapnugujarat

વડોદરા શહેર-જિલ્લાની મતદાર યાદીમાં ૩૨૦૭૦ નવા મતદારો ઉમેરાયા

aapnugujarat

વિરાટનગર જંકશન પર સ્પ્લિટ ઓવરબ્રિજ, નરોડા જીઆઇડીસી ક્રોસિંગ પર ઓવરબ્રિજ બનાવાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1