બીજેપી સાસંદ પરેશ રાવલ દ્વારા પ્રખ્યાત લેખિકા અરુંધતી રૉયને આર્મી જીપ સાથે બાંધીને ફેરવવાનાં ટિ્વટ પછી સોશિયલ મીડિયામાં હોબાળો મચી રહ્યો છે. હાલમાં જ અરુંધતીએ કહ્યું કે,તેને આવી ટિપ્પણીથી કંઈ જ ફરક નથી પડતો અને જો આવા લોકો તેને પસંદ કરવા લાગશે તો એ તેનું જ અપમાન કહેવાશે.મુંબઈ મિરર સાથેની વાતચીતમાં અરુંધતી રૉયએ જણાવ્યું, હું કોઈ વિષય પર પોતાનું મંતવ્ય લખી રહી હોઉ તો લોકોનું મંતવ્ય અલગ હોઈ શકે. આપણે દરેક જણ પાસેથી એવી આશા ના રાખી શકીએ કે તેઓ ઉભા થઈને આપણાં માટે તાલીઓ વગાડશે.
પરેશ રાવલે થોડા દિવસો પહેલા એક ટિ્વટ કર્યું, જેમાં અરુંધતી રૉયને કાશ્મીરમાં આર્મી જીપ સાથે બાંધીને ફેરવવાની બાબાતમાં હતું. તેમણે પોતાના આ ટિ્વટમાં લખ્યું હતું કે પત્થર ફેકનારને જીપથી બંધવા કરતા સારું છે કે અરુંધતી રૉયને બાંધો.અરુંધતી રૉય કાશ્મીર અને બસ્તર જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં જ છે. બસ્તરમાં નક્સલવાદીઓની સમસ્યા પાછળ તે ભારત સરકારનો હાથ જણાવે છે અને કાશ્મીરને ભારતનું એક અભિન્ન અંગ નહિં જણાવવાનાં નિવેદનોનાં કારણે પહેલાથી જ ચર્ચામાં છે. તેમણે કહ્યું,જો લોકોને લાગે છે કે તેમના રિજેક્શનથી મને ખરાબ લાગશે તો તેમણે ફરીથી વિચારવું જોઈએ. આવા લોકો જો મારી રચનાઓને પસંદ કરશે તો તે મારું અપમાન કહેવાશે.